________________
શારદા સાગર
- ૮૮૯
છે. અને જે વેશને વફાદાર નથી તે સડેલી કૂતરીની માફક બધેથી તિરસ્કાર પામે છે. જે વેશમાં સાધુપણામાં છે પણ જે કાર્યો ગૃહસ્થ જેવા કરે છે, આરંભ સમારંભમાં પડી જાય છે, અને ગૃહસ્થના કાર્યમાં જે રસ ધરાવે છે તેવા કુશીલ ચારિત્ર હીન વેશધારી સાધુ સંયમથી નીચે ઉતરેલા છે. તે આ લોકમાં નિંદાય છે ને તેને પરલેક પણ બગડે છે. એટલે સારી ગતિ મળતી નથી. અનંત જ્ઞાની કહે છે કે તે સાધક! સંયમ લીધા પછી ચારિત્રનું યથાર્થ પાલન કરજે પણ છકાય જીવની હિંસામાં ક્યારે પણ પડીશ નહિ.
વિશેષમાં અનાથી મુનિ આગળ આપણને સમજાવી ગયા કે આપણે આત્મા વૈતરણી નદી, કૂટ શાલ્મલી વૃક્ષ, નંદનવન અને કામધેનુ સમાન છે. વૈતરણી નદીમાં જીવને કેવું દુઃખ પડે છે ને કૂટ શાલ્મલી વૃક્ષના તીણ છરાની ધાર જેવા પાંદડા શરીર ઉપર પડે તે કેવી વેદના થાય છે? જે આવી વેદનાનું સતત ધ્યાન રહે છે તેનામાં કઈ પ્રકારનો વિકાર રહી શકે નહિ. આ વાત સ્પષ્ટ સમજવા માટે એક ઉદાહરણ આપું છું.
એક ધર્મિષ્ઠ રાજા એક વખત ધ્યાનમાં મસ્ત બનીને બેઠા હતા. તે વખતે એક બહુરૂપી એની સામે આવ્યું ને તેણે રાજાને હસાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા. પણ રાજા કઈ રીતે હસ્યા નહિ. ગભીરતાપૂર્વક બેસી રહ્યા. જ્યારે ઍનું ધ્યાન પૂર્ણ થયું ત્યારે બહુરૂપી રાજાને કહેવા લાગ્યું કે મેં આપને હસાવવા માટે આટલે બધે પ્રયત્ન કર્યો છતાં આપ કેમ હસ્યા નહિ? રાજાએ વિચાર કર્યો, કે હું કેમ હ નહિ એ વાત એને અનુભવ કરાવીને સમજાવું. તે જલ્દી તેના મગજમાં બેસી જશે. આ પ્રમાણે વિચાર કરીને રાજાએ એક કૂવા ઉપર એક તૂટેલા જેવી ખુરશી મૂકાવી. અને તે ખુરશી ઉપર પાતળા દેરાથી બાંધીને એક તલવાર લટકાવી પછી પેલા બહુરૂપીને તે ખુરશી ઉપર બેસાડે. ત્યાર પછી મશ્કરી કરનાર મજાકીયા માણસને રાજાએ કહ્યું ને તમે આને ગમે તેમ કરીને હસાવવાનો પ્રયત્ન કરો. મકરાઓએ મશ્કરી કરીને બહુરૂપીને હસાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યો પણ તે બહુરૂપી હર્યો નહિ. ત્યારે રાજાએ તેને પાસે બેલાવીને પૂછયું કે ભાઈ! તને હસાવવાને આટલે બધે પ્રયત્ન કરવા છતાં તું કેમ હસ્ય નહિ? ત્યારે બહુરૂપીએ જવાબ આપે કે મહારાજા ! માથે નગ્ન તલવાર લટકતી હતી ને બીજી તરફ કૂવામાં પડવાને ભય હતે. એવી સ્થિતિમાં હસવું કેવી રીતે આવે? આ અનુભવ કરાવીને રાજાએ કહ્યું, કે હું જ્યારે ધ્યાનમાં હતું ત્યારે મને વિચાર આવ્યું કે અહો! મારો આત્મા જ્યારે ભાન ભૂલે છે ત્યારે કૂટ શાલ્મલી વૃક્ષ અને વૈતરણી નદી સમાન બની જાય છે. તે સમયે સર્વજ્ઞ ભગવંતના કથન અનુસાર નરકમાં વિતરણ નદી અને ફૂટ-શ૯મલી વૃક્ષ જે દુઃખ આપે છે તે દુખ મારી નજર સમક્ષ તરવરતા હતા. એવી સ્થિતિમાં મને હસવું કેવી રીતે આવે?
બંધુઓ! સંસાર વર્તી દરેક આત્માઓ આ વિચાર કરે તે સંસારના કેઈ