________________
શારદા સાગર :
અને છાનામાના સુદામાના ઘેર ઝુંપડીના બદલે મહેલ બનાવ્યો ને આખી નગરી વસાવી દીધી. છ મહિને સુદામા પિતાને ઘેર જાય છે ત્યારે ત્યાં ગામ કે ઘર એાળખાતા નથી. ગામડું હતું તે નગર બની ગયું હતું. સુદામા આંટા મારે છે કે હું આ શું જોઉં છું? ત્યાં તેમની પત્નીએ જોયા એટલે કહ્યું કે આપ આંટા કેમ મારે છે? આ આપણું ઘર છે. સુદામા કહે અરે! તું કોઈના ઘરમાં પેસી ગઈ લાગે છે. ત્યારે તે કહે-ના, એમ નથી. આપ અહીંથી ગયા પછી કૃષ્ણજી અહીં આવીને આ બધું કરી ગયા છે. આટલું બધું કૃષ્ણજીએ કર્યું. છતાં જરા પણ સુદામાને તેની ખબર પડવા દીધી નથી. આ હતે. કૃષ્ણ-સુદામાને પ્રેમ અને તેમની દિલની ભાવના! ,
આજે તે દેવાનું થોડું ને ગાજવાનું ઘણું તેવું થઈ ગયું છે. ગુપ્ત દાન દેનારા આજે બહુ ઓછા છે. પરિગ્રહ સંજ્ઞા તેડવા માટે દાન છે. દાન દેવા છતાં જે પરિગ્રહ સંજ્ઞા છૂટતી ન હોય તે તે સાચું દાન નથી. મૈથુન સંજ્ઞા તેડવા માટે બ્રહાચર્ય છે. બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરવા છતાં જે વિષયના વિષ નીકળ્યા નથી તે તે સાચે બ્રહ્મચારી નથી. આહાર સંજ્ઞા પર વિજય મેળવવા માટે તપ છે. પરંતુ તપ કરીને જે રસેન્દ્રિય છતાતી ન હોય ને પારણાની રાહ જોવાતી હોય તે તે તપ સાચે તપ નથી. આત્માએ સમજવાની જરૂર છે. સાધનાની સાથે તેના મન-વચન-કાયાના ગ શુદ્ધ હેય ને પરિણામ સારા હોય છે તે સાધના મહાન ફળ આપે છે. નહીં તે એકની એક ક્રિયા હેવા છતાં એક મહાન લાભ મેળવે છે ને બીજાને તેને લાભ મળતો નથી.
ભગવાન નેમનાથના દર્શન કરવા ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવ ગયા ને સાથે તેમને સેવક સાળવી પણ ગયે. ભગવાનને જોઈને કૃષ્ણ વાસુદેવનું હૈયું હર્ષથી નાચી ઉઠયું ને ભગવાનને ભાવપૂર્વક વંદન કર્યા. ત્યાં તેમના હૃદયમાં એક સુવિચાર આવ્યો કે મેં પ્રભુને વંદન કર્યા. પ્રભુના અઢાર હજાર શિષ્ય છે. તે બધા તપ-ત્યાગની મૂતીઓ છે. મેક્ષના મેતી છે. રાજા, મહારાજા, શેઠ, શાહુકાર બધા પિતાને મહાન વૈભવ છોડીને પ્રભુના ચરણે અર્પણ થયા છે. તે બધા તેને આજે વંદન કરું તે કેમ? વિચાર આવતાં તરત અમલમાં મૂકી ને બધા તેને અનુક્રમે ઉત્કૃષ્ટ ભાવથી વંદન કરવા લાગ્યા. સાથે સાળવી પણ બધાને વંદન કરે છે. પણ તેના ભાવ શું છે? રાજ વંદન કરે છે માટે હું કરું છું. કયારે તે વંદન કરવાનું બંધ કરે ને હું પણ બંધ કરૂ? મને ખૂબ થાક લાગે છે. સાળવી બંધ થવાની રાહ જુવે છે. કૃષ્ણવાસુદેવ વંદન કરતાં કર્મના ભૂકકા કરે છે. જ્યારે સાળવીને કર્મના ભૂકકો ન થયા પણું પુણ્ય બંધાયું.
. કૃષ્ણ વાસુદેવ બધાને વંદન કરીને બેઠા ત્યારે ભગવાન નેમનાથ કહે છે કૃષ્ણ વાસુદેવ! તમે બધા તેને વંદન કરતાં ભવને થાક ઉતાર્યો છે. ત્યારે કૃષ્ણ વાસુદેવ પૂછે છે અહે પ્રભુ! મારી સાથે સાળવીએ બધાને વંદન કર્યા તેને શું લાભ થશે ?