________________
૮૮૮
શારદા સાગર
ત્યારે પ્રભુએ કહ્યું - વીર સાળવીને પુરૂષાર્થ માત્ર કાયા કષ્ટ બનીને રહી ગયે. પ્રભુ! એમ કેમ? પ્રભુએ કહ્યું તેનું કારણ એ છે કે તમે વંદન કરતા હતા તેમાં તમને ત્યાગ પ્રત્યે અનુરાગ હતે. સંયમી જીવન પ્રત્યે શ્રદ્ધા ઉભરાતી હતી. પરંતુ જ્યારે સાળવી વંદન કરતો હતો ત્યારે તેના મનમાં એ વિચાર હતો કે મારો માલિક નમસ્કાર કરે છે એટલે મારે પણ કર જોઈએ. તે તે પૂરી થવાની રાહ જોતું હતું. આથી તેની મહેનત માત્ર અનુકરણ રૂપ હતી. બંનેની એક સરખી ક્રિયા હોવા છતાં બંનેના પરિણામમાં ફેર હતા.
પરિણામની ધારા આત્મદશાને માપવાની પારાશીશી છે. જે પરિણામની ધારા અશુભ તરફ જતી હોય તે આત્મા અશુભને અનુગામી છે. એટલા માટે તે આગમ કહે છે કે શુભ પરિણામે શુભ બંધ અને અશુભ પરિણામેથી અશુભ પ્રકૃતિને બંધ પડે છે. પરિણામને ચમત્કાર તે જુઓ. તે બંધને પણ સંવરમાં પલટાવી દે છે. ભગવાન આચારગ સૂત્રમાં બોલ્યા છે કે જે ગાવા તે રિસંવા, જે સિવા તે આવા વિચારોના પરિણામે આશ્રવને સવારમાં ને સંવરને આશ્રવમાં બદલી નાંખે છે. અરિસામાં તમે પણ તમારું પ્રતિબિંબ જુઓ છો ને ભરત ચક્રવર્તિએ પણ જોયું. સમ્રાટ ભરત ચક્રવતિને અરિસામાં પ્રતિબિંબ જોતાં જોતાં કેવળજ્ઞાન થઈ ગયું. તમને થયું કે નહિ? ના. તેમની દષ્ટિ કેઈ નિરાળી હતી. તેની પાછળ શુદ્ધ પરિણામની ધારા વહેતી હતી. અને તે કેવળજ્ઞાનને પ્રકાશ લઈ આવી.
ઉત્તરાધ્યયન સૂત્ર વીસમાં અધ્યયનમાં અનાથી નિગ્રંથ શ્રેણીક રાજાને અનાથસનાથના ભેદ સમજાવી રહ્યા છે. તેઓ ભાવ અનાથતાની વાત કરે છે. ગઈ કાલે કહ્યું હતું કે જે સાધુ માણસના નેણ, કાન, નાક, આંખ કપાળ આદિ જોઈને તેનાં લક્ષણ બતાવે, સ્વપ્નનાં ફળ કહે, જોતિષ જુએ, કુતુહલ કરે, આવી કુત્સિત વિદ્યાએથી આજીવિકા ચલાવે છે તે સાધક સનાથમાંથી અનાથ બની જાય છે. હવે આગળ શુ કહે છે -
तमं तमेणेव उ से असीले, सया दुही विप्परीया मुवेइ। संधावइ नरग तिरिक्ख जोणि, मोणं विराहित्तु असाहुरुवे ॥
* ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૪૬ જે સાધુવેશ ધારણ કરીને શિથિલાચારી બની જાય છે તે સાધુ અંધકારમાંથી અંધકારમાં જાય છે. એટલે કે તે અજ્ઞાનમાંથી અજ્ઞાનમાં પ્રવેશ કરે છે. સંસારનો ત્યાગ કરતી વખતે જે પદાર્થો ત્યાગ કરી સાધુપણું અંગીકાર કર્યું હતું તે પદાર્થોમાં પાછો તે લલચાય છે. તે કેટલી અજ્ઞાનતા છે!
પિતાના સ્વરછ ચતાર સાધુ વિતરાવાની અને રામાન્ય નહિ કરનારા દુઃખી થાય છે. જે સાધુ વીતરાગની આજ્ઞા પ્રમાણે ચાલે છે તેની યશકો તે જગમાં ફેલાય