________________
૮૯૦
શારદા સાગર પણ પદાર્થો આત્માને બંધનકર્તા નીવડી શકે નહિ. ને આત્મા મેહમાં પડી શકે નહિ. જે સાધુ થઈને આ વાતને વિચાર કરતા નથી તે અંધકારમાંથી નીકળીને અંધકારમાં જઈ રહ્યો છે. ઉપનિષહ્માં કહ્યું છે કે –“સંઘ તમઃ પ્રવાન્તિ શેડવિયાનુપરતે ” અવિદ્યા એ અંધકાર છે. અવિદ્યાનું વર્ણન ઘણું વિસ્તૃત છે પણ આપણે ટૂંકમાં સમજી લઈએ કે જે મેહજનિત દશા છે તે અવિદ્યા-અજ્ઞાન છે. આત્મામાં અનાત્મા અને અનાત્મામાં આત્મા, નિત્યમાં અનિત્ય અને અનિત્યમાં નિત્ય આ અધ્યાસ કરવો એ અવિદ્યા છે. જેન શાસ્ત્રમાં પણ કહ્યું છે કે “ની નીવ સન્ની અનીવે ની સ ” જીવમાં અજીવ સંજ્ઞા અને અજીવમાં જીવસંજ્ઞા રાખવી એ મિથ્યાત્વ છે. મિથ્યાત્વને અવિદ્યા કે મેહ કહેવામાં આવે છે. અવિનાશીને વિનાશી અને વિનાશીને અવિનાશી માની લેવું એ અવિદ્યા છે. આવા પ્રકારની અવિદ્યાવાળો છવ અંધકારમાં ભમે છે. જે અવિદ્યા અને વિદ્યાને યથાર્થ રીતે સમજીને અવિદ્યાનો ત્યાગ કરે છે તે આત્મતત્વને જાણી શકે છે.
આ રીતે જડ-ચૈતન્યને વિવેક કરી એમ વિચારવું જોઈએ કે હે આત્મા ! આ સંસારમાં દુઃખ આપનાર બીજું કઈ નથી પણ પિતે પિતાને દુઃખ આપનાર છે. આ પ્રમાણે જે ચિંતન કરે તેનું ચિત્ત સંસારમાં એંટી શકે ખરું? ન રોટે. જેનું સંસાર ઉપરથી ચિત્ત ઉઠી જાય છે તે કર્મબંધનથી મુકત થાય છે. તે મહાત્માઓ સંસારના પદાર્થોથી લલચાતા નથી પણ તે પદાર્થોથી વિરક્ત રહે છે, સંસારની કઈ વાતમાં પડતા નથી. ને રાગદ્વેષને ત્યાગ કરીને આત્મસાધના સાધે છે. અનાથી મુનિ હજુ આગળ શું કહેશે તેના ભાવ અવસરે.
ચરિત્ર' – “સતી અંજનાને રડતી આંખે મામાએ આપેલ વિદાય.”
સતી અંજના, પવનછ તેમજ બંનેના માતા-પિતાને પરિવાર બધા અંજના સતીના મોસાળમાં ખૂબ આગ્રહ હતો તેથી ખૂબ આનંદપૂર્વક કાયા. મામાએ પણ બધાને ખબ સાચવ્યા. બંને રાજાએ આ મામાને મહાન ઉપકાર માનવા લાગ્યા. પાંચ-સાત દિવસ રોકાઈને બધા પિતાના સ્થાને જવાની રજા માંગે છે. પવનને પણ પિતાના નગરમાં જવાનું મન થયું છે. કારણ કે માનવીને બીજે સ્થાને ગમે તેટલું સુખ મળે પણ પિતાના ઘરમાં જે આનંદ આવે છે તે બીજે ક્યાંય નથી આવતું. તમે બધા તમારા સાસરે જાય છે. ત્યાં સાસુ-સસરા અને સાળા તમને કેટલું સાચવે છે? ખમ્મા ખમ્મા કરે છે. છતાં વધુમાં વધુ કેટલા દિવસ ગમે? બે દિવસ, ત્રણ દિવસ, પછી તરત પિતાનું ઘર યાદ આવે છે.
માણસ ભાડાના ઘરમાં રહેતું હોય ત્યારે એમ થાય છે કે ભાડાનું ઘર ગમે તેટલું મોટું હોય પણ તેના કરતાં નાનકડું પણ પિતાનું ઘર સારું કે ભાડા તે ભરવા ન પડે. અને માલિકની ખાલી કરાવવાની ચિંતા તે નહિ. જુઓ, અહીં પણ પિતાનું