________________
૮૮૪
શારદા સાગર એક વખત દેશમાં રાષ્ટ્રપતિને જન્મજયંતિ સમારોહ ઉજવવાનું હતું. આ જન્મજયંતિ ઉજવવાનો દિવસ આવ્યો ત્યારે દેશના મોટા મોટા શ્રીમંતે, શેઠ-શાહુકારેબધા પિતાના રાષ્ટ્રપતિના ચરણે લાખ રૂપિયા ભેટ ધરવા લાગ્યા. આજે ઈન્દીરા ગાંધીના ચરણે શ્રીમતે લાખ રૂપિયા ધરે છે. કારણ કે મનમાં એમ છે કે જે ઈન્દીરા ગાંધીની દષ્ટિ આપણા ઉપર પડે તો આપણું કામ થઈ જાય. પરંતુ આ કમાલપાશા આર્જના જે રાષ્ટ્રપતિ ન હતો. તે દુઃખીઓને બેલી અને ગરીબોને નાથ હતો. તે પ્રજાનું પુત્રવત્ પાલન કરતા હતા. તેથી પ્રજા પણ તેમને પોતાના પિતા સમાન ગણતી હતી. કમાલપાશાની જન્મજયંતિ હોવાથી ચારે બાજુ ઉત્સવનું વાતાવરણ હતું. જનતાના દિલમાં આનંદ ખૂબ હતું. આ સમારોહ પૂરી થયા બાદ બધા લકે વીખરાઈ ગયા ને રાષ્ટ્રપતિ પોતાના ભવનમાં ચાલ્યા ગયા.
થોડા સમય પછી એક જર્જરિત શરીરવાળે વૃદ્ધ માણસ રાજમહેલના દરવાજે આવીને ઉભે. તે કમાલપાશાને કંઈક ભેટ ધરવા માટે રાજમહેલમાં પ્રવેશ કરવા જાય છે ત્યાં પોલીસે તેને રે ને કહ્યું- વ વંદે રહો. અંદર નહિ જવાય. ત્યારે તે વૃધે કહ્યું- સાહેબ. આજે આપણા રાષ્ટ્રપતિ કમાલપાશાની જન્મજયંતિ છે તેથી નાનકડી ભેટ તેમને ચરણે ધરવા આવ્યો છું. પોલીસ કહે- કમાલપાશાને જન્મજયંતિ સમારોહ તે ઉજવાઈ ગયે. કેટલી રાત પડી ગઈ છે. હવે તું કયાંથી આવ્યા? તે વૃદ્ધ કરગરે છે ભાઈ! મને જવા દે. મને માફ કરે. હું નાના ગામમાં રહું છું. સવારથી ચાલવાનું શરૂ કર્યું ત્યારે અત્યારે અહીં પહોંચ્યો છું. હું ૨૦ માઈલ દૂરથી ચાલતે ચાલતે આવ્યો છું. પોલીસ કહે- મારે એ જોવાની જરૂર નથી કે તું કેટલા માઈલથી આવ્યા છે? ચાલ્યો જા અહીંથી.
બંધુઓ જે તે વૃદ્ધની પાસે તમારા રૂપિયાને લીલે કાગળ હોત તે પિલીસ તેને જવા દેત. પોલીસને કયાં ખબર છે કે ભલે તેની પાસે લીલે કાગળ નથી પણ હદયના ભાવને લાલ કાગળ તે છે ને! તમે જાણો છો કે પટાવાળાથી લઈને સાહેબ સુધી બધે આજે સડે પેઠો છે. આજે ન્યાય-નીતિને તે દેશનિકાલ થઈ ગયો છે. આજે કારવાળાઓની કિંમત છે. તમે પણ મોટરવાળાનું સન્માન કરે છે. તમે દુકાને બેઠા હો અને કઈ મોટરમાંથી ઉતરીને દુકાન તરફ આવે તો તમે ઉભા થઈ જશે. તેને સન્માન આપશે. પણ કોઈ ગરીબ આવે તો? આ વૃદ્ધ માણસ મેટર વિના આવ્યું હતું. એટલે તો તેને રાજમહેલમાં પ્રવેશ હોતે મળતો. તે માણસ અંદર જવા માટે ખૂબ કરગરે છે. તેની આંખમાં આંસુ વહે છે પણ આ પોલીસ તેને જવા દેતે નથી ને ઉપરથી દબડાવે છે. ગોદા મારે છે ને વચનોના પ્રહારો કરે છે. આ બધું કમાલપાશાએ પોતાના મહેલની બારીમાં ઉભા ઉભા જોયું. તે તરત નીચે આવ્યા. ને