________________
૮૮૨
શારદા સાગર
જશે તે અનાથ રહેશે. જો તમારે સનાથ બનવું હોય તે સાચા વીતરાગી સંતને પરિચય કરે. અને એવા દઢ બને કે સંતના પરિચય દ્વારા તમને પણ સંત બનવાની ભાવના આવે. વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન . - ૧૦૦ કારતક સુદ ૭ ને સોમવાર
તા. ૧૦-૧૧-૭૫ અનંત જ્ઞાનીઓ આપણને કહે છે કે આ સંસાર સાગરના પ્રવાસી! તું મોહ નિદ્રામાંથી જાગ. જન્મ-મરણના અનંતા દુએને ભૂલીને મોહ-માન, માયા, લોભ, વિષય- કષાય અને આશા-તૃષ્ણાના અહંકારમાં તું કેમ લપટાઈ ગયો છું? યાદ રાખજે કે આ બધા જન્મ-મરણ રૂપી અનંતા દુઃખ આપનાર છે. મારા બંધુઓ! એક વાત સમજી લે, જેમ કે દદી હોય તેને ભયંકર દઈ થયું છે તેથી ડોકટરો તેને ચોવીસે કલાક ઘેનમાં રાખે છે. તેથી તેનું દુઃખ દૂર ચાલ્યું ગયું નથી પણ તેને ઘેનમાં ખબર પડતી નથી. તે રીતે આ સંસારમાં એશઆરામ, લાડી-વાડી -ગાડી, તથા ભેગવિલાસ રૂપી મેહનીય કર્મો ઘેનના ઇજેકશન આપ્યા છે તેથી તમે જન્મ-મરણ રૂપી અનતા દુઃખને વીસરી ગયા છે. અરેરે તમને કઈ દિવસ વિચાર આવે છે કે ક્યારે આ દુઃખમાંથી છૂટું? જે આ દુઃખને ખ્યાલ આવતું હોય તે તેમાંથી છૂટવાની તમને ઉત્કંઠ ભાવના જાગશે. અને તે માટે વિભાવમાંથી સ્વભાવમાં આવવાનો પુરૂષાર્થ કરશે.
જ્યારે તમારા આત્મામાં રંગ લાગશે ત્યારે તમે એમ વિચાર નહિ કરે કે સંસાર પ્રત્યે રાગ મારાથી છૂટતું નથી. આવા નિર્માલ્ય શબ્દ સિંહ સમાન શક્તિ ધરાવનાર આત્મા બોલે ખરો? આપણા આત્મામાં અનંત જ્ઞાન અને અનંત સુખ રહેલું છે. અને તે સુખ સદા સ્વતંત્ર છે. જ્યારે આ શક્તિ પ્રગટ થશે ત્યારે રાગ-દ્વેષરૂપી પરતંત્રતા નહીં રહે. આપણા આત્માને આપણે જગાડવાનું છે. જ્યારે આત્મા પિતાના સ્વરૂપને જાણશે ત્યારે તે મોક્ષ નગરને અધિકારી થશે.
ચેથા ગુણસ્થાનકથી ધર્મની શરૂઆત કરી, વિરાગી બની, આત્માની અંશે અનુભૂતિ કરી તેમાં આગળ ને આગળ વધવાને જે જીવ પુરૂષાર્થ કરે છે તે આત્મા છેવટે તેરમા ગુણસ્થાનકે પહોંચે છે ને કેવળજ્ઞાન પામે છે. પછી બાકી રહેલા અદ્યાતી કર્મો ખપી જતાં ચૌદમા ગુણસ્થાનકે કાળ કરી પૂર્ણતાને પામે છે. જો કે અત્યારે. અહીંથી સીધું મોક્ષે જવાતું નથી પરંતુ એકાવતારી બની મહાવિદેહ ક્ષેત્રમાંથી મેક્ષ પામી શકાય છે. જ્યાં અનંત સુખ અને આનંદ છે. તેવા મોક્ષ નગરનું સુખ કયારે પણ વિલીન થનાર નથી. યાદ રાખજે. આમા વીતરાગ બનવાની શકિતવાળો છે. પણ બીજે કંઈ હાથ પકડીને મેક્ષમાં લઈ જનાર નથી. તે પુરૂષાર્થ જીવને તે જાતે કરે