________________
શારદા સાગર
૮૭૯ દે. કાલે સવારે તમે ઉભા થઇ જશે. તમે આ દાગીના બધું ઘેર લઈ જાવ અને ખેતર, મકાન પણ રહેવા દે.
પાંચ વહેપારીઓએ પચ્ચીસ પચ્ચીસ હજાર રૂા. આપ્યા એટલે સવા લાખ રૂપિયા થઈ ગયા. શેઠની પ્રમાણિકતાની વાત સાંભળીને બીજા પાંચ વહેપારીઓ આવ્યા. તેમણે પણ પચ્ચીસ પચ્ચીસ હજાર આપ્યા એટલે કુલ અઢી લાખ રૂ. થઈ ગયા. જે પૈસા લેવા આવ્યા હતા તે દઈને ગયા. આ શેને પ્રભાવ! આવા દુઃખના પ્રસંગમાં પણ શેઠ પિતાનું કર્તવ્ય ભૂલ્યા નહિ. તેમના મનમાં તે એ ભાવના છે કે જેનું મેં લીધું છે તેમનું સવાયું કરીને મારે આપવું છે.
પૈસા મળતાં શેઠે પિતાને ધંધો શરૂ કરી દીધું અને પુણ્યદય જાગતાં વહેપાર પણ ધમધોકાર ચાલવા લાગે. છ-આઠ મહિનામાં તે ગુમાવેલી મુડી પ્રાપ્ત કરી લીધી. પછી તેમણે બધા વહેપારીઓને બોલાવીને કહ્યું હે મારા પરમ ઉપકારી ભાઈઓ! હું આપ બધાને ઘણે અણું છું. આપ બધાએ મારી કટોકટીના સમયમાં જે સહાય આપી છે તે ઉપકારને બદલે હું કયારે પણ વાળી શકું તેમ નથી. આ બધા પ્રતાપ આપને છે. આપ બધાના સહકાર અને સદ્ભાવથી આજે હું ગુમાવેલું પાછું મેળવી શક છું. તેથી આપની મુડી વ્યાજ સહિત પાછી આપું છું. આપ આપના રૂપિયા વ્યાજ સહિત લઈ જાવ. હું ફકત આપના પૈસાનું ઋણ ચૂકવી રહ્યો છું. પણ આપના પ્રેમનું ઋણ તે અસીમ છે. તે ચૂકવવું અસંભવ છે. આવેલા વહેપારીએ કહે-ભાઈ ! અમે કાંઈ કર્યું નથી. આવા દુઃખમાં આવવા છતાં તમે તમારું કર્તવ્ય અને પ્રમાણિક્તાને છેડયા નહિ. તે ગુણેથી અમે આપના પ્રત્યે આકર્ષાયા છીએ. જે તમારી દાનવવૃત્તિ જોઇ હેત તે અમે ગમે તેમ કરીને તમારી પાસેથી પૈસા લઈ જાત. પરંતુ તમારી દૈવી ભાવના જોઈને અમારું મન આપના પ્રત્યે સહાનુભૂતિવાળું બન્યું. કહેવત છે ને કે “ ત્યાગે તેને આગે ને માગે તેને ભાગે.”
શેઠને કસેટી આવી પણ પિતાનું કર્તવ્ય છોડ્યું નહિ તે પિતે સુખી થયા. સોનું તેજાબમાં પડે ત્યારે તેની કિંમત થાય છે. હીરે સરાણે ચઢે ત્યારે તેના મૂલ્ય અંકાય છે, તેમ માનવીની કટી થાય ત્યારે તેની કિંમત થાય છે. ડામરના રેડ પર ચાલતા તે સૌને આવડે. પણ ખાડા ટેકરાવાળા રસ્તા પર ચાલતાં આવડે તેને ચાલતા આવડયું કહેવાય. તે રીતે સુખમાં રહેતા સૌને આવડે પણ દુઃખના પ્રસંગે ધીરજ ન ગુમાવે ને પોતાના કર્તવ્યને વળગી રહે તે સાચે માનવ છે.
- સરકાર એક ગામથી બીજે ગામ જવાને માટે સડક બનાવે છે. પરંતુ તેના પર શ્રીમંતને ચાલવું ને ગરીબને ન ચાલવું તે કેઈ નિયમ નથી હોતું. કોણ ચાલશે અને કેણુ નહિ ચાલે એ વિચાર નથી કરતા.