________________
૮૬૮
શારદા સાગર તારી કાચી કાચી કાયાને તું શાને કરે છે ગુમાન...ભજી લે મહાવીર નામ કાયા તારી કાચી છે, માન શિખામણ સાચી છે, ચાર દિવસની છે
- જિંદગાની ચાર દિવસના ખેલ, એ ધન-લત કંઇ કામ ન આવે, તું શાને કરે છે ગુમાન....ભજીલે... આ જિંદગીને વિશ્વાસ કરવા જેવું નથી. આ સંસારમાં દરેક ચીજો અશાશ્વત છે. જે કેઈ શાશ્વત હોય તે આપણે આત્મા છે. માતા તે ઉંચું જેતી નથી. મોઢું ઢાંકીને રડયા કરે છે. સંત કહે છે માતા ! તું ઊંચું તે જે. ત્યારે કહે છે હું તેને જોઉં? મારા લાડકવાયાના આઘાતને ઘા મારાથી સહન થતું નથી. હું તે તેની પાછળ જઈશ. ત્યારે સંત કહે છે બહેન ! કઈ કોઈની પાછળ જઈ શકતું નથી, તમારા પતિ પરલેક પ્રયાણ કરી ગયા કે નહિ? એને પણ આ જ ઘા લાગ્યો હશે ને? છતાં સહન થયે કે નહિ? મેં કઈને આ રીતે એક દિવસ જવાનું છે. માટે હવે પુત્રના પુગલને પ્રેમ છેડી આત્મધ્યાનમાં સ્થિર બને. પ્રભુનું નામ સ્મરણ કરે. આ રીતે માતાને અનેક રીતે સમજાવી ધર્મમય જીવન જીવવાની કળાનું જ્ઞાન આપ્યું કે જેથી દુઃખી માતાની અશાંતિ ટળી ને શાંતિ પ્રાપ્ત થઈ.
બંધુઓ ! સાંભળ્યું ને? બળતા ઝળતા આત્માને શાંતિ કોણ આપી શકે છે? જગતનું વિજ્ઞાન કે વીતરાગને ધર્મ? વિજ્ઞાન નહિ પણ વીતરાગ કથિત ધર્મ શાંતિ આપી શકે છે. વીતરાગ કથિત ધર્મને સમજાવનારા વીતરાગી સંત છે. તેને કોઈ જાતને સ્વાર્થ નથી. એકાંત સ્વપરના હિતની ભાવના છે. એમની પાસે જઈને બેસો તે પણ તમારા આત્માને શાંતિ મળી જાય. એક ન્યાય આપું. કલ્યાણમંદિર સ્તોત્રમાં કહ્યું છે કે"आस्तामचिन्त्य महिमा जिन संस्तवस्ते, नामाऽपिपाति भवतो भवतो जगन्ति ।
तीव्रातपोऽपहतपान्थजनानिदाधे, प्रीणातिपद्म सरसः सरसोऽनिलोऽपि ॥" ' હે ભગવંત! તારું સ્તવન કરવાનું તે દૂર રહે પણ તારું નામસ્મરણ કરવાથી પણ જગતના જીના પાપ દૂર થઈ જાય છે. કેવી રીતે? તે કહે છે–ચૈત્ર-વૈશાખ મહિનામાં સૂર્ય ખૂબ તો હોય, ધરતી ધગધગતી હોય, એવા સમયમાં કેઈ મુસાફિર નિજન વનમાં ભૂલો પડ હેય, તરસથી ખૂબ આકુળ વ્યાકુળ થઈ ગયું હોય, ત્યારે તેને તપાસ કરતાં કોઈ સરોવર મળી જાય તે તે થાકેલે ને તરસ્યો મુસાફર તે તરફ દેડે છે. હજુ સરોવરનું પાણી તેણે પીધું નથી પણ તે સરોવરને સ્પશીને જે ઠંડો પવન આવે છે તેનાથી પણ તૃષાતુર મુસાફરની તૃષા શાંત થાય છે. નદી અગર દરિયા કિનારાને
સ્થીને જે હવા આવે છે તે શીતળ હોય છે, તે માનવીને શીતળતા આપે છે. અને રણને સ્પશીને જે હવા આવે છે તે ગરમ હોય છે. ગરમ હવા માનવીને આકુળવ્યાકુળ બનાવે છે. તે રીતે બંધુઓ! સંસાર રૂપી રણને સ્પશીને આવતી હવા ઉષ્ણ હોય છે.