________________
શારદા સાગર
દિવસે વિતાવે છે. પણ કુદરતની કળા ન્યારી છે. કર્મને કેયડો અલબેલે છે. તેને કોઈ પહોંચી શકતું નથી. આ છોકરે એકાએક બિમાર પડે. બિમારી તે એવી જીવલેણ આવી કે માતાએ ઘણું ઉપચાર કર્યો પણ કઈ રીતે દીકરે સાજો થતો નથી. જે કંઈ બચાવીને રાખ્યું હતું તે દીકરાની બિમારીમાં ખલાસ થઈ ગયું. કહેવત છે કે સાજે માણસ ન ખાય તેટલું માંદે માણસ ખાઈ જાય. આ વિધવા માતાના પૈસા દીકરાની બિમારીમાં ખર્ચાઈ ગયા. કર્મની કરામત કેવી છે! માણસ ધારે છે જુદું ને બની જાય છે જુદું. કર્મ કહે છે કે “અભાગીયા તું આથડ મા, બેસી રહેને ભારમાં, તું જઈશ ગાડીમાં તે હું જઈશ પ્લેનમાં.” ઘણું ઉપચાર કરવા છતાં સારૂં ન થયું. છેવટે એક દિવસ કાળ ગોઝારો આવી ગયે. દીકરે માતાને રેતી કકળતી મૂકી આ ફાની દુનિયા છેડીને ચાલ્યા ગયા. મોહના ઝુરાપામાં સુરતી માતા નથી જાણતી કે મારે હાલસોયે ચા ગયા છે. તેથી બોલે છે કે હું મારા લાલ! એક વાર તે તું મારા સામું જે. મારી સાથે વાત કર. પણ જીવ હોય તે બેલે ને! બધા કહે છે બહેન! હવે દીકરાને ખેાળામાંથી ભેંય મૂકી દે. માતાના મનમાં થયું કે શું મારો લાલ ચાલ્યા ગયે? બધા પરાણે દીકરાને નીચે મૂકાવે છે. પણ માતા તો મડદાને વળગી પડી. બધા છેડાવે છે પણ છોડતી નથી. તે એવું કરૂણ રૂદન કરવા લાગી કે પથ્થર જેવા કઠોર હૃદયના માનવીના હૈયા પણ ચીરાઈ જાય. માતાને બધા ખૂબ સમજાવે છે પણ તેનું હૈયું હાથ રહેતું નથી. દુનિયામાં બધાના હેત મળશે પણ માતાના હેત નહિ મળે. માતાની મમતા ઓર છે. છેવટે સગાં નેહીઓએ પરણે માતાના હાથમાંથી પુત્રનું કલેવર છોડાવી તેની અંતિમ ક્રિયા કરી. માતા પુત્રના વિયોગની વેદનાથી મગજને કાબૂ ગુમાવે તેવી તેની સ્થિતિ બની ગઈ.
દેવાનુપ્રિય! આવી સ્થિતિમાં તમારા વૈજ્ઞાનિક સાધને, કીજ કે રેડિયે કઈપણ સાધન આ દુઃખીયારી માતાના મનને શાંતિ આપી શકશે? અરે! તેને કઈ પ્લેનમાં અગર રેકેટમાં બેસાડીને ચંદ્રલોકમાં લઈ જાય તે પણ તેના આત્માને શાંતિ થાય? બેલો તે ખરા. ના. હવે આવા પ્રસંગે શાંતિ આપવા માટે તમે કોને બેલાવશે? વૈજ્ઞાનિકને કે સંતને? (તામાંથી અવાજ - સંતને). સંત આવીને તેને ધર્મના બે શબ્દ સંભળાવશે. તે એને શાંતિ વળશે. ડેશીમાં પુત્રની પાછળ ઝૂર્યા કરે છે. ખાતા-પીતા નથી. એને કરૂણ કલ્પાંત કેથી જે જતો નથી. એ અરસામાં ગામમાં એક મહાન જ્ઞાની સંત પધાર્યા. સગાવહાલાએ સંતની પાસે જઈને કહે ગુરૂદેવ! આ અઘટિત બનાવ બન્યું છે. એ વિધવા માતા ખૂબ ઝૂરે છે. તે આપ ત્યાં પધારીને તેને કંઈક આશ્વાસન આપ.. સંત એની પાસે આવીને સમજાવે છે. હે બહેન! સંસારમાં કોણ કોનું છે ? આ જગતમાં સંગ, વિયોગ ચાલ્યા કરે છે. આ કાયા તે કાચી માટીના કુંભ જેવી છે. તેને કૂટતા વાર લાગતી નથી.