________________
શારદા સાગર આ જન્મમાં કંઈ પ્રાપ્ત કરી શક્તા નથી. પરંતુ ધર્મધ્યાન, તપ, જપ અને ચારિત્રની આરાધના કરીને બીજા જન્મ માટે પુણ્ય રૂપી સાકર: પિતાની ગાડીમાં ભરી લે છે.
ઉત્તરાધ્યયન સૂત્રના બારમા અધ્યયનમાં હરકેશી મુનિની વાત આવે છે. પૂર્વના અશુભ કર્મોને કારણે તેમને જન્મ ચાંડાળ કુળમાં થયે. તેમનું રૂપ કે મુખ કોઈને એવું પણ ન ગમે, શારીરિક સૌંદર્ય તે હતું નહિ. મુખ પણ કેવું બિહામણું! કાન સુપડા જેવા, હઠ મેટા મોટા. જોઇને પણ ડર લાગે. આવું બિહામણું રૂપ હતું. ને પૈસા તે હતા જ નહિ. નાનીશી ઝૂંપડીમાં વસવાનું. માંગીને પેટ ભરવાનું. મારો કહેવાનો આશય એ છે કે તે જીવ પૂર્વના-પુણ્યથી સર્વથા રહિત હતા. પણ એક નિમિત્ત મળી જતાં તે વૈરાગ્ય પામી ગયા. નિમિત્ત કેવું મળ્યું? બધા છોકરાઓ સાથે ગેડી દડે રમે છે ને મારે તિરસ્કાર કરે છે. તે તેમાં દેષ મારા કર્મને છે. તેમનામાં કર્તવ્યનો વિવેક હતો. નિમિત્ત મળતાં ચારિત્ર લઈને ઉગ્ર તપ કરી કર્મોને ખપાવી મોક્ષમાં ગયા. આ છે બીજા પ્રકારના વહેપારી.
ત્રીજા પ્રકારના વહેપારી પિતે પૂર્વના શુભ કર્મોને કારણે પિતાની ગાડી સાકરથી ભરીને લાવ્યા છે. પરંતુ તે અહીંથી જાય છે ત્યારે ખાલી કરીને જાય છે. આવા છે પિતાના પૂર્વના પુણ્યથી સોનાના ડુંગરા પર જન્મ લે તેમ જન્મ લે છે. તેમને ત્યાં સંપત્તિની સીમા નથી હોતી. બ્રહ્મદત્ત ચક્રવર્તિ જેવા. ચક્રવતિની પદવી જેમ તેમ નથી મળતી. એ જેવી તેવી પદવી નથી. પુણ્યને શેક ભેગા થયા હોય ત્યારે આ પદવી મળે છે. ૧૨ ચક્રવર્તિમાં બે ચક્રવર્તિ કે જે પુણ્ય રૂપી સાકરની ગાડી ભરીને આવ્યા હતા ને જતી વખતે ખાલી કરીને ગયા ને નરકમાં ફેંકાઈ ગયા. આ તે ચક્રવર્તિની વાત થઈ પરંતુ આજે સેંકડે માનવી પુણ્યની ટાંકી ભરીને આવ્યા હોય છે ને જતી વખતે લુખા થઈને જાય છે. સમજવા જે સમય છે. આજને લખપતિ અશુભ કર્મને ઉદય થતાં રંક બની જાય છે. રાજાએ રેડપતિ બની જાય છે. માટે જ્ઞાની કહે છે કે તને આજે જે શુભ અવસર પ્રાપ્ત થયો છે તેમાં તું તારું કર્તવ્ય અદા કરી લે. આજના જીને કેટલી ચિંતા છે? જે પ્રમાણિકતાનું ધન હોય તે ચિંતા ખરી? જૈન દર્શન જેવું કંઈ વિજ્ઞાન નથી. જેને દર્શન ભારેભાર વિજ્ઞાનથી ભરેલું છે. દરેક આત્મા જે તે અપનાવી લે તે તેને કે ચિંતા ન રહે. પરંતુ આત્માને હજુ સમજાયું નથી તેથી માનવભવ સમાન કિંમતી રત્ન હાથમાં આવવા છતાં તેને કાંકરો માની ઉડાડી દે છે. બ્રહ્મદત્ત ચક્રવર્તિ જેવા પુણ્યની ગાડી ભરીને આવ્યા, પરંતુ ચક્રવતિ પદને છોડી ન શક્યા તેથી તે પુણ્યની ખાલી કરેલી ગાડીમાં કર્મોની માટી ભરીને ગયા, આ છે ત્રીજા પ્રકારના વહેપારી.
ચોથા પ્રકારના વહેપારી જે પૂર્ણતયા હતભાગી હોય છે, કે જે ન તે પુણ્ય