________________
શારદા સાગર
૮૭૫
નથી. તમે સત્ય વાત રજુ કરે કે તમે દેષિત છે કે રાણી દષિત છે?
દેવાનુપ્રિયે! સુદર્શનની વિચારધારા તે જુઓ! સામે ફાંસી તરવરે છે છતાં શું વિચાર કર્યો? રાણીને હું દોષિત કહીશ તે જા તેને ફાંસીએ ચઢાવશે. મારા નિમિત્તે રાણીની ઘાત થાય તેવુ અકર્તવ્ય મારે કરવું નથી. સૌને જીવાડીને મારે જીવવું છે. આખરે સત્યને જય થવાનું છે. સુદર્શન શેઠે અકર્તવ્યનું પગલું ન ભર્યું ને પિતાના કર્તવ્યમાં દઢ રહ્યા તે દેવને આવવું પડયું ને શૂળી ફીટીને સિંહાસન બનાવી દીધું.
ત્યાં ધર્મને ને સુદર્શન શેઠને જયજયકાર થયે. સુદર્શન શેઠની કેટલી કર્તવ્ય પરાયણતા ! આજના ની બૈર્યતા ને અડગતા કેટલી? મૃત્યુના મુખમાં નથી ગયા ત્યાંસુધી. જ્ઞાની કહે છે સમજ. તારા કર્તવ્યને અને ધર્મને કયારે પણ છોડીશ નહિ.
આપણે એ વાત ચાલે છે કે પહેલા પ્રકારના છ સાકરની ગાડી ભરીને આવ્યા છે ને જાય છે પણ સાકરની ગાડી ભરીને. સાકર સમાન પુણ્ય. જેમ સાકર મીઠી છે તેમ પુણ્યના ફળ મીઠા છે. જીવ પુણ્ય નવ પ્રકારે બાંધે છે ને તેના શુભ ફળ ૪૨ પ્રકારે ભગવે છે. જગતના સર્વ જીવોને શાતા ને સુખ ગમે છે. અશાતા કે દુઃખ કોઈને ગમતા નથી. શાલીભદ્રના આત્માએ પૂર્વભવમાં માગીતાગીને બનાવેલી ખીર ઉત્કૃષ્ટ ભાવે મુનિને વહેરાવી દીધી. તેથી તે સાકરની ગાડી સમાન ઘણું પુણ્ય સંચિત કરીને આવ્યા. તે પુણ્યના બળે શાલીભદ્રના ભવમાં અઢળક સંપત્તિ પામ્યા. તેમની સિદ્ધિ કેટલી હતી? તે બતાવતાં કહે છે કે તેમને ત્યાં હંમેશા દેવલેકમાંથી ૯૯ પેટીઓ આવતી હતી. જે ધન, ધાન્ય, વસ્ત્રાભૂષણ અને કિંમતી રત્નોથી પરિપૂર્ણ હતી. આ ઉપરથી આપ સમજી શકે છો કે શાલીભદ્ર કેટલા વૈભવ-વિલાસમાં પડેલા હતા! આ ધન મેળવવા માટે તેમને કાવાદાવા, પાપ, અન્યાય કે અનીતિ કરવા પડયા નથી. તમારે તે ધન મેળવવા કેટલા પાપ કરવા પડે છે. શાલીભદ્રને આવી મહાન સંપત્તિ મળી હતી છતાં શ્રેણક મહારાજા
જ્યારે શાલીભદ્રની રિદ્ધિ જેવા તેમના ઘેર પધાર્યા ને ભદ્રા માતાએ કહ્યું. બેટા શાલીભદ્ર! તું નીચે આવ. આપણુ-નાથ આવ્યા છે. શાલીભદ્ર વિચાર કર્યો કે હું માનતો હતું કે હું સ્વયં નાથ છું. પણ મારે માથે નાથ છે ખરો ! બસ, આટલી ચિનગારીએ સમસ્ત વૈભવ અને ૩૨ રાજકન્યાઓને છોડીને ચારિત્ર લઈને ચાલી નીકળ્યા, તે જે રીતે પુણ્યરૂપી સાકરની ગાડી ભરીને આવ્યા હતા તે રીતે ફરીથી શુભ કર્મરૂપી સાકરની ગાડી ભરીને ગયા. શાલીભદ્રની આટલી રિદ્ધિ હોવા છતાં કઈ જાતના કર, ટેકસ કે લફરા ન હતા. છતાં છોડીને નીકળી ગયા, અને તમને તો આજે સરકારને કેટલો ભય છે? છતાં છોડવાનું મન થાય છે ખરું? આ પહેલા પ્રકારના વહેપારીની વાત કરી.
બીજા પ્રકારનો વહેપારી તે છે કે જે આગલા જન્મોથી ગાડી ખાલી કરીને આવ્યા છે ને આ ભવમાં ભરીને જાય છે ખાલી ગાઢ અર્થ એ છે કે પુણ્યના અભાવમાં તે