________________
શારદા સાગર,
૮૭૩
બ્રહ્મચર્ય અને ચારિત્રને આ પ્રભાવ છે કે આપણું શ્રી સંઘમાં ૧૬ સજોડે આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા અંગીકાર થઈ છે. આ ૩૨ આત્માઓને આપણે કેટી કેટી ધન્યવાદ છે.
વ્યાખ્યાન નં.-૯
વિષય- “કર્તવ્યાકર્તવ્યને વિવેક” કારતક સુદ ૬ ને રવિવાર
તા. ૯-૧૧૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને !
અનંત.કરૂણાનિધી શાસ્ત્રકાર ભગવતેએ ભવ્ય જીના આત્મકલ્યાણને માટે, એકાંત હિતને માટે કેવળજ્ઞાન પામ્યા પછી આગમની પ્રરૂપણ કરી. ભગવાનની વાણી અફેર છે. તમારું વિજ્ઞાન ગમે તેટલું આગળ જાય તે પણ એક ને એક તે બે કહેશે. જ્યારે પણ ત્રણ નહિ કહે. તેમ ભગવાનની વાણીમાં ક્યારે પણ ફેરફાર થવાને નથી. એવી અફર વાણી છે. આત્માને તે વાણીની જે રૂચી થાય ને તેના ભાવ સમજે તે બેડો પાર થયા વિના નહિ રહે.
ઠાણાંગ સૂત્રમાં એથે ઠાણે ભગવાને આત્માને ચાર પ્રકારના વહેપારીની ઉપમા આપી છે. તમે બધા અહીંયા વહેપારી બેઠા છો ને? વહેપારીને શું ગમે? વહેપાર. તે એક દિવસ જે પેઢી ઉપર ન જાય તે મનમાં થાય કે હું આજે પેઢી ઉપર ગયે નથી. મારા વિના ધંધામાં ઉથલપાથલ થઈ જશે ને કંઇક આંટીઘૂંટી થઈ જશે. પરંતુ જ્યાં આત્માની પેઢી ધમધોકાર ચાલે છે તેવા સદ્દગુરૂઓ પાસે કે વ્યાખ્યાનમાં નહિ જાઉં તે મારા આત્માની પેઢીમાં ઉથલપાથલ થઈ જશે તે વિચાર કયારે પણ આવે છે ખરે ?
આત્માને ચાર વહેપારીની ઉપમા આપી છે. તેમાં પહેલા પ્રકારમાં એક વહેપારી સાકરની ગાડી ભરીને આવ્યો છે ને જશે ત્યારે સાકરની ગાડી ભરીને જવાનું છે. તમે સાકર ચાહે શીરામાં નાખે, દાળમાં કે ગમે તેમાં નાખો તે મીઠાશ આવશે. તે બધા કામમાં આવશે પણ મીઠું બધે કામમાં નહિ આવે. સાકરની ગાડી સમાન શુભ પુણ્ય, સારું કર્તવ્ય. જે પૂર્વ જન્મમાં શુભ કરણી કરીને પુણ્ય સાથે લાવ્યા છે. જેનાથી તે આ જન્મમાં સુખી રહે છે. અને આ જન્મમાં શુભ કર્મ કરીને પુણ્ય ભેગું કરે છે જેથી તે પરલોકમાં સુખ મેળવી શકે છે. આ અમૂલ્ય માનવ જીવન પામીને આત્માએ વિચારવું જોઈએ કે માનવ જન્મની મહત્તા કે વિશેષતા કયારે? આ ભવમાં જીવને કર્તવ્યાકર્તવ્યને વિવેક હવે જોઈએ. માનવમાં અને પશુમાં ફેર શું? માનવીમાં કર્તવ્યાર્તવ્યને વિવેક છે જ્યારે પશુમાં તે વિવેક નથી હોતું. જેના જીવનમાં કર્તવ્ય ધર્મ