________________
શારદા સાગર
૮૭૧
ત્રીજું ઉદાહરણ બતાવતાં મુનિ કહે છે કે જેવી રીતે અવશીભૂત વૈતાલ સાધકનો નાશ કરી નાખે છે તેવી રીતે જે સાધુ બીજાને અહિંસા સત્ય ક્ષમા આદિને ઉપદેશ આપે છે પણ પિતે અહિંસા, ક્ષમા આદિને સ્વીકાર કરીને પાલન કરતા નથી તે પિતાના આત્માના ગુણને નાશ કરી રહ્યો છે. તે સાચી સાધના કરી શકતું નથી. આપણા જીવનમાં રહેલ અજ્ઞાનને અંધકાર સમ્યકજ્ઞાનના દિપક વડે દૂર થઈ જાય છે. માટે જીવનમાં જ્ઞાનની ખૂબ આવશ્યક્તા છે. કારણ કે જ્ઞાન વિનાનું જીવન વેરાન વન જેવું છે ને જ્ઞાન સહિતનું જીવન ફળ - ફૂલથી લચેલા વૃક્ષના વન જેવું હરિયાળું છે. જ્ઞાનીઓ જીવનમાં જ્ઞાનની અવશ્યક્તા બતાવતા ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮ મા અધ્યયનમાં બોલ્યા છે કે કોઇ વિના લૂંતિ ૪૨TTTT I જ્ઞાન વિના ચારિત્ર હોતું નથી. દશવૈકાલીક સૂત્રમાં પણ કહ્યું છે કે પઢમં ના તમો તથા જેને જીવ - અજીવનું જ્ઞાન છે તે દયા પાળી શકે છે. એટલા માટે ભગવંતે કહ્યું છે કે પહેલાં જ્ઞાન અને પછી દયા. એક હિંદી દેહરામાં પણ કહ્યું છે કે -
જ્ઞાન વિના હટતા નહિ, મનકા મૈલાપન,
પડા કેટલા આગમે, પાયા ધૌલાપન જેમ સાબુ કે સોડા વિના કપડામાંથી મેલ છૂટું પડતું નથી તેમ જ્ઞાન વિના મનને મેલ પણ જતું નથી. કેલસ મૂળ કાળો હોય છે પણ અગ્નિમાં પડતાં તે બળી જતાં તેની શાખ સફેદ બની જાય છે તેમ આપણે આત્મા પણ જે જ્ઞાન સરોવરમાં સદા સ્નાન કરે તે ઉજજવળ બની જાય ને ભવના ફેરા ટાળી દે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯ મા અધ્યયનમાં કહ્યું છે કે - ગા સૂર્ સસુરા પદયાવિ જ વિશ્લેડું તહીં નીવે સકુત્તે સંસારે વિણસ્મા જેવી રીતે દેરે પરેવેલી સેય હાથમાંથી પડી જાય તો પણ એવાઈ જતી નથી તેવી રીતે સમ્યજ્ઞાન રૂપી દેરામાં પરેવેલે આત્મા ચતુર્ગતિ સંસારમાં પરિભ્રમણ કરતું નથી, માટે જીવનમાં જ્ઞાનની ખૂબ જરૂર છે. જ્ઞાન પ્રાપ્ત કરવાથી જીવને શું લાભ થાય છે? નાસંસિયા ની સશ્વ માવાહિમ ગયા જ્ઞાન પ્રાપ્ત કરવાથી મનુષ્ય દરેક પદાર્થોના ભાવને જાણે છે. ય મુળ દોફા જ્ઞાન દ્વારા મુનિ થવાય છે અને જ્ઞાનથી સર્વ પદાર્થોને જાણી શકાય છે. તેથી આગળ વધીને કહે છે કે સન્વઝ ગુજ્જોય રે ના ખાન નન્ના વરદં જ્ઞાન વિશ્વના તમામ રહસ્યને જાણી શકે છે. ગીતામાં કહ્યું છે કે નાનાનઃ સર્વ મffજ મર્મસાત્ તે ક્ષતા જ્ઞાનરૂપી અગ્નિ કર્મરૂપી કાષ્ટને તરત ભસ્મ કરી દે છે. અને બે ય નાડુમાવે જ્ઞાન દ્વારા ભગવાન સર્વ ભાવને જાણી શકે છે, આગળ હું તમને કહી ગઈ તે રીતે જાળ પાસાં જ્ઞાન પ્રકાશ કરનાર છે. જ્ઞાનમેવ વિસ્તઃ જ્ઞાન એ જ શકિત છે. જ્ઞાન એ દુનિયામાં આંખ સમાન છે. જ્ઞાન સબસે બડી અચ્છાઈ હૈ ઔર અજ્ઞાન સબસે બડી બૂરાઈ છે! એક સંસ્કૃત શ્લેકમાં જ્ઞાનને શું મહિમા છે તે વાત બતાવી છે..