________________
૮૭૦
શારદા સાગર
લિંગ ધારણ કરીને આજીવિકા ચલાવનાર કુશીલલિંગ ધારકને અજાણ્યા લેકે ભલે સાધુ માની લે અને ઠગાઈ જાય પણ જાણકાર લેકે એમને સાધુ માનતા નથી. આ
તમે મકાન ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે તેમ અમારો રાષ્ટ્રધ્વજ રજોહરણ છે. જે સાધુ પાંચ મહાવ્રત અને પાંચ સમિતિનું પાલન કરતા નથી. પણ માત્ર સાધુવેશ અને ઋષિવજ રાખનારા છે તે પોતે પિતાને ઠગે છે અને બીજાને ઠગવાની ચેષ્ટા કરે છે. આવા સાધુઓ પિતાની આજીવિકા ચલાવવા અને માન પ્રતિષ્ઠા વધારવા સાધુપણામાં રહે છે પણ સાધુતાના ગુણ નથી. ફક્ત તેની પાસે સાધુલિંગ છે તેથી તે અનાથ છે. આવા ઠગ સાધુ જાણકાર પુરૂષને ઠગી શકતા નથી. ટૂંકમાં જેણે સાધુને વેશ પહેરી લીધું છે પણ વ્રતમાં વફાદાર નથી રહેતા તેના કર્મો ઘટવાના નથી. જ્ઞાની પુરૂષે કહે છે જે સાધુ સાધુપણને વફાદાર નથી તેને પરિચય પણ ન કરશે. જેની પાસે ઋષિધ્વજ અને મુહપત્તિ છે પણ જેનું જીવન કુશીલ છે તે સાધુત્વ વિનાને સાધુ છે. માટે તે અનાથ છે. હજુ આગળ શું કહે છે?
वीसं तु पीयं जह कालकूडं, हणाइ सत्थं जह कुग्गहीयं । एसो वि धम्मो विसओववन्नो हणाइ वेयाल इवाववन्नो॥
ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૪૪. આ ગાથામાં અનાથી મુનિએ કેટલે સુંદર ઉપદેશ આપે છે. આ ગાથામાં ખૂબ ધર્મની વાત સમજાવે છે. જે અનાથતામાંથી નીકળી સનાથ બનવા માટે તૈયાર થયા છે અને જેણે જેન ધર્મને આશ્રય લીધે છે પણ અંદરથી વિષયની લાલસા છૂટી નથી પણ વિષયની લાલસાથી ધર્મને ધારણ કર્યો છે તે તે જીવવાના ઈચ્છુક કાલકૂટ વિષનું પાન કરે એના જેવું કરે છે. જીવવા ઈચ્છે છે કે તે માટે વિષનું પાન કરે છે. આ બંને વિરોધી વાતે છે. આ રીતે ઉપરથી ધર્મને ઉપદેશ આપ ને અંદરથી વિષયની વાસના રાખે તે આ વાત પણ જીવતા રહેવું અને તે માટે કાલકૂટ વિષનું પાન કરવું તેના સમાન છે.
અનાથી મુનિ બીજું ઉદાહરણ આપતાં કહે છે કે જેમ કઈ માણસ શત્રુને મારવા માટે હાથમાં તલવાર લઈને ઘરમાંથી બહાર નીકળે. પણ તેણે તલવાર મુઠથી પકડવાને બદલે આ તરફથી પકડી છે એટલે ઉલ્ટી પકડી છે. આ રીતે ઉંધી તલવાર પકડનારને તમે મૂર્ખ કહેશે ને? કારણ કે ઉંધી તલવાર પકડવાથી પિતાનું મૃત્યુ થઈ જાય છે. જે પ્રમાણે જીવિત રહેવાની ઈચ્છા હોવા છતાં કાલકૂટ વિષનું પાન કરનાર અને શત્રુને મારવા નીકળ્યો હોવા છતાં ઉહું શસ્ત્ર પકડનાર પિતાના મૃત્યુનું કારણ બને છે તે પ્રમાણે જે વિષય લાલસાનું પોષણ કરવા માટે ધર્મને ઢગ કરે છે તે પણ પિતાનું અહિત કરે છે.