________________
૮૭૨
-
શારદા સાગર
पीयूषम् समुद्रोत्थं, रसायनमनौषधम् । અનન્યા પક્ષઐશ્વર્ય, જ્ઞાનgોષિક છે
" જ્ઞાન એ સમુદ્ર વિના પ્રાપ્ત થયેલું અમૃત છે. ઔષધ વિનાનું રસાયણ છે. અને કોઈની પણ અપેક્ષા નહિ રાખનારું ઐશ્વર્ય કહ્યું છે. એવું વિદ્વાને પણ કહે છે. “નાપાસ સરસ પુસTIT” જ્ઞાન દ્વારા સર્વ પદાર્થોની પિછાણ થાય છે. ને જ્ઞાન દ્વારા કર્મની ફેજને ભગાડી શકાય છે. માટે જ્ઞાનપંચમીના દિવસે આપણે જ્ઞાનની ખૂબ સુંદર આરાધના કરવાની છે. જ્ઞાન એ આત્માને સાચે સાથી છે. કારણ કે આ ભવમાં પ્રાપ્ત કરેલું જ્ઞાન પરભવમાં સાથે જાય છે. જ્ઞાન અને દર્શન એ આત્માના સહભાવી ગુણે છે. જ્ઞાન એ સ્વ-પર પ્રકાશક છે. માટે જીવનમાં થોડુંઘણું પણ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. તમે વધુ નહિ તે વગ કલાક, અડધા કલાક પણ શાસ્ત્રનું વાંચન કરશે તે જીવનમાં જ્ઞાન પ્રકાશ કરી શકશે. જે સિદ્ધાંતનું વાંચન ન કરી શકે તે અડધા કલાક ઓછામાં ઓછું ધાર્મિક વાંચન કરવું. એટલે નિયમ તે અવશ્ય લેજે.
આજે આપે વિજ્ઞાન અને ધર્મ ઉપર તેમજ સનાથમાંથી અનાથ છવ કેવી રીતે થાય તે ઘણું સાંભળ્યું. તેમજ જ્ઞાનપંચમી એટલે જ્ઞાનની આરાધના તે તે કયા જ્ઞાનની આરાધના? આજે તમારું જે વિજ્ઞાન છે તે જ્ઞાનની આ વાત નથી પણ કેવળીની જે વાણી છે તે સાચું જ્ઞાન અને વિજ્ઞાન છે. તે જ્ઞાન જે જીવનમાં આવશે તે તનને અને મનને બંનેને શાંતિ મળશે. આત્મકલ્યાણના ઈરછુક આત્માએ જ્ઞાનીએ કહેલું વિજ્ઞાન જરૂર સમજવું જોઈશે. વધુ ભાવ અવસરે. હવે બ્રહ્મચર્ય વ્રત લેનારને પ્રતિજ્ઞા અપાય છે. બ્રહ્મચર્યની પ્રતિજ્ઞાઓઃ
માનદ્દમંત્રીનું ભાષણ આજે વિશેષ આનંદની વાત એ છે કે આપણે ત્યાં રમણીકભાઈ રાજમલ, શાંતીભાઈ મહેતા, નંદલાલભાઈ શાહ, પ્રતાપભાઈ ચાંદીવાળા, સુંદરભાઈ, જયંતીભાઈ શાહ, યશવંતભાઈ, ડાહ્યાભાઈ મહેતા, ઘેલાભાઈ છેડા, હરખચંદ છેડા, બાબુભાઈ કચ્છી, જશવંતભાઈ સરવૈયા, આદિ ૧૨ હાથજોડ તે આપણે ત્યાં થઈ ગઈ છે. પણ આજે ચાર હાથજોડ છે. તેમાં એક તે પૂ. બા. બ્ર. વિદુષી શારદાબાઈ મહાસતીજીના સંસાર પક્ષે મોટા બહેન છે. જેઓ ખંભાત રહે છે. આજે તેઓ બંને જણા સવારમાં આપણે ત્યાં આવ્યા છે ને તેઓ ઘેરથી એ ભાવે નીકળ્યા છે કે જીવનને શું ભરે છે? પૂ. મહાસતીજી ખંભાત જ્યારે પધારે તે કરતાં આપણે ત્યાં જઈને આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરીએ. તેવા ઉત્કૃષ્ટ ભાવથી ભાઈશ્રી પુરૂષોત્તમભાઈ તથા અ. સી. ગંગાબહેન આવ્યા છે. એટલે તેઓશ્રી તથા બીજા ચાર ભાઈઓ અને બહેને કુલ પાંચ જોડી આજે બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરે છે. ખરેખર પૂ. મહાસતીજીના