________________
૮૬૬
શારદા સાગર
વાણી અમાસના અંધકાર જેવી છે. જિનેશ્વર પ્રભુની વાણું દુઃખથી આકુળ - વ્યાકુળ બનેલા જીવોના દુઃખ દૂર કરી તેને શાંતિ પમાડે છે. પણ યાદ રાખજો કે એ શક્તિ વૈજ્ઞાનિક સાધને માં નથી. પરંતુ જિનવાણી આફતના વાદળો વિખેરી નાખે છે. કેવી રીતે? ન્યાય આપું.
એક માતાને એક લાડકવા પુત્ર હતો. પુત્ર માટે માતાના મનમાં કેટલાં અરમાન હતા. પણ માણસનું ધાર્યું કંઈ થતું નથી. એ દીકરાને મૂકીને તેના પિતા ગુજરી ગયા. બાઈ વિધવા બની. સ્થિતિ સામાન્ય હતી. પતિ પિતાની પત્ની અને પુત્રને મૂકીને ચાલે ગયે. હવે ગુજરાન કેમ ચલાવવું તેની ચિંતા હતી. છતાં આશા અમર છે. પતિના વિયેગનું દુઃખ વિસારે પડયું. માતા લોકોને ઘેર કામ કરવા લાગી. લોકેના દળણાં દળી, પેટે પાટા બાંધી પુત્રને ભણાવવા લાગી. પુત્રને ભણાવવાની સાથે સારા સંસ્કારોનું સિંચન કરતી હતી. છોકરો પણ ખૂબ વિનયવાન હતો. આજે માતા-પિતા કષ્ટ વેઠીને છોકરાઓને ભણવે છે. પણ એ છેકરાઓ ભણીગણીને હોંશિયાર થાય, સારું કમાય એટલે માતા-પિતાને ભૂલી જાય છે. એના મા-બાપ કંઈ કહેવા જાય તે કહી દે છે કે મારા કાર્યમાં કઈ જાતની આડખીલી કરશે નહિ. જે કટકટ કરવી હોય તે ચાલતા થઈ જાઓ. આવા શબ્દ દીકરે મા – બાપને કહે એટલે મા બાપને કેટલું દુઃખ લાગે! પેટે પાટા બાંધીને ભણાવ્યાં, ગણાવ્યાં ને પરણાવ્યા. આટલા મોટા કર્યા તેને આ બદલો ! આ બધે વૈજ્ઞાનિક યુગને વાયરે છે. ધર્મને પામેલે સંસ્કારી છોકરી આવા શબ્દો બોલે નહિ. !
વિધવા માતાને દીકરે ખૂબ સંસ્કારી હતે. માતા આશામાં પિતાનું દુઃખ ભૂલીને દિવસે વિતાવે છે. દીકરે પણ વિચાર કરે છે કે હું જલદી ભણું અને આ મારી દુઃખીયારી માતાને સુખ આપું. દીકરાએ મેટ્રીકની પરીક્ષા આપી. પેપર ખૂબ સારા ગયા. એના મનમાં પણ ઉત્સાહ હતું કે હું સાશ માકે પાસ થઈશ. પરીક્ષા પછી વેકેશન પડયું. આ છોકરો વિચાર કરવા લાગ્યું કે દેઢ મહિનાનું વેકેશન છે તે કંઈક કામ કરું ને મારી દુઃખીયારી માતાને શાંતિ આપે. જે સારી સવીસ મળી જાય તે હવે ભણવું પણ નથી. વેકેશનમાં તે છૂટક કામ કરવા લાગ્યા. રીઝલ્ટ આવી ગયું ને ફસ્ટ કલાસ પાસ થયે. એટલે બધા કહે છે કે તું આગળ ભણ. છેક આગળ ભણવાની ના પાડે છે. હવે તે તેના મનમાં એક જ ભાવ છે કે મારી માતાને સુખી કરું. એટલે સારી સવી સની તપાસ કરે છે. માતાએ પણ દીકરાની આશામાં આટલા વર્ષો પસાર કર્યા. હવે શરીર કામ કરતું નથી. માણસ આશામાં વર્ષો વીતાવી દે છે પણ આશાના મિનારા તૂટી જાય તે બે દિવસ તે શું તેના બે કલાક પણ પસાર થતા નથી.
દિકરાના મનમાં માતાને સુખી કરવાને ઉત્સાહ છે. માતા પણ સુખની આશામાં