________________
શારદા સાગર
જ્યારે પુણ્યપાળ તુટે, પાપને પ્રવાહ આવે, પ્રભુ તું યાદ આવે, નહીં હાથ કેઈ ઝાલે, કર્મો ખૂબ સતાવે, પ્રભુ તું યાદ આવે.
જીવનમાં પુણ્યની પાળ તૂટી જાય ને પાપને પ્રવાહ આવવા લાગે ત્યારે સૌ પ્રભુને યાદ કરે. પ્લેનમાં મૃત્યુનો ભય સામે દેખાયે એટલે ભગવાનના સમરણમાં લીન બની જાવ. કારણ કે ત્યાં તો તમે સમજે છે કે અત્યારે બચાવનાર કેઈ હોય તો ધર્મ છે. પત્ની, પુત્ર કે પરિવાર કેઈ બચાવી શકવાનું નથી. બાકી જ્યારે તમે હંમેશા માળા ગણતા હોય તે કેવી રીતે ગણો? “ઘટમાળા ગોવિંદમાળા, મોટા મણકાવાળી માળા, તું જા હું આવું છું. માળાના મણકા ફસ્તા હોય પણ મન તે કયાંય ભમતું હોય! પણ મુશ્કેલીમાં આવે ત્યારે તેનું ચિત્ત એકદમ સ્થિર બની જાય. '
આજના વિજ્ઞાનથી તમને ધન મળશે, તનની શાંતિ મળશે પણ મનની શાંતિ નહિ મળે. ગમે તેટલું ધન હોય પણ મનની શાંતિ ન હોય તે તનની શાંતિ શું કામની? મનની શાંતિ આપનાર ધર્મ છે. ભારત દેશમાં લોકેને જેટલો મનની શાંતિ છે તેટલી અમેરિકામાં નથી. આપઘાતના કિસ્સા ભારત કરતાં અમેરિકામાં ઘણાં બને છે. ભારતમાં ઠેર ઠેર મંદિર, દેરાસર, ઉપાશ્રયે, ચર્ચ આદિ છે. દરેક લોકે પોતપોતાના ધર્મ પ્રમાણે ધર્મ પાળે છે. માનવીને મનની શાંતિ આપનાર ધર્મ સિવાય કોઈ નથી વિજ્ઞાને માત્ર ગતિ અને સગવડતા આપી છે. શાંતિ કે સમાધિ આપવાની વિજ્ઞાનમાં તાકાત નથી. શાંતિ-સમાધિ જોઈએ તે ધર્મનું શરણું અંગીકાર કર્યા વિના છૂટકે નથી. જ્ઞાની કહે છે કે –
ધરજે ધમની ધુરા ધીર, તું બનજે એકલવાયો વીર,
આ જગતમાં છે કાગાને કીર, જિન આજ્ઞામાં બનજે સ્થિર.
ધર્મ જીવને શાંતિ અને સમાધિ આપે છે. કેઈ માણસ આધિ-વ્યાધિથી કંટાળી ગયે હોય તે તે સમયે વૈજ્ઞાનિક સાધનો તેને અંતર શાંતિ આપી શકશે? ના. બાહા શાંતિ આપશે. જેમ તાપથી આકુળ-વ્યાકુળ થઈને આવેલા માણસને કીજનું ઠંડુ પાણી આપશે તો તેને શાતા વળશે. પણ કોઈને એકને એક લાડકવા દીકરે ગુજરી ગયે હોય તેને કીજમાં મૂકેલું ઠંડુ પાણી આપે અગર રેડિયાના મધુર સ્વર સંભળાવે તે શું એને એ સાધને શાંતિ આપી શકશે? ના પતિ-પત્ની પિતા-પુત્ર, દેરાણી-જેઠાણું વચ્ચે વિખવાદ થયો હશે તે તે વૈજ્ઞાનિક સાધનો દ્વારા વિખવાદ શાંત થશે? ના તમે સંતની પાસે જશે તે ભલે તે તમને કોઈ વસ્તુ નહિ આપે પણ ધર્મ સમજાવીને તમને શાંતિ જરૂર આપશે. સંયમી આત્મા બળતા હૃદયને શાંત કરે છે. આટલા માટે જ્ઞાની કહે છે “ધરજે ધર્મની ધૂરા તું ધીર" ધર્મને હદયમાં ધારવા માટે અને ધર્મની દુશ વહન કરવા માટે તું પૈર્યવાન બનજે. સુખમાં તે તું આનંદથી રહે છે પણ