________________
શારદા સાગર
૮૩
છે. તમે તમારા જીવનથી ખીજાને શું આપી રહ્યા છે ? અજાણ્યા માણસ આવીને તમને કહે કે ભાઈ! મને એક રાત આપના મકાનમાં રહેવા દે. તે! તમે રહેવા દે ખરા ? ના. જ્ઞાની કહે છે પહેલુ સુખ જાતે નર્યા તે ભૂલી જાવ પણ પહેલું સુખ તે આત્મજ્ઞાન તે સૂત્ર અપનાવીને આ શરીર દ્વારા કાઇના આંસુ લૂછે. દુઃખીઓના બેલી ખનેા ને ભવકટી થાય તેવુ કાર્ય કરી લે.
તમારુ વિજ્ઞાન બહારની બધી સગવડ તમને પૂરી પાડશે. વિજ્ઞાને ભૌતિક ક્ષેત્રે તે ઘણી પ્રગતિ કરી છે. પહેલાં મહેનેાને પાણી ભરવા માટે કૂવે અને તળાવે જવુ પડતું હતું ને આજે તેા ઘર-ઘરમાં નળ આવી ગયા. નળ ખાલે ત્યાં ઘરમાં ગંગા-જમના વહેવા લાગે. ગરમી લાગે એટલે સ્વીચ ખાવે કે પંખા ચાલુ થઈ જાય. પહેલાં રસાઇ કરવા માટે દાળ-ભાત-શાક માટે જુદી જુદી તપેલીએ ચઢાવવી પડતી હતી. આજે ઘર ઘરમાં કુકર આવ્યા છે. પહેલાં અનાજ હાથે ઢળતા હતા આજે ઇલેકટ્રીક ચક્કીઓથી ઢળાય છે. અરે! શ્રીમતાના ઘરમાં તા ચક્કીએ આવી ગઈ છે. તેથી બહાર જવાની પણ તેમને ચિંતા નથી. કપડા ધોવાના મશીન આવી ગયા. પહેલાં ઘેાડાગાડીએ કે ખળદગાડીએ દ્વાશ માનવ પ્રવાસ કરતા હેતે જ્યારે આજે વિજ્ઞાને ગાડી, મેટર, પ્લેન અને રૉકેટ દાડાવ્યા છે. એટલે તમે એછા ટાઇમમાં વધુ મુસાફરી કરી શકે. અસલના સમયમાં બહેનને રસાઇ કરવા માટે ચુલે સળગાવવા પડતા હતા. ચુલે સળગાવે ત્યારે કેટલેાય ધુમાડો આંખમાં ભરાઇ જાય ને આંખમાં પાણી આવે ત્યારે ચુલા સળગે, અને આજે તે ઘરઘરમાં ગ્યાસ થઈ ગયા. ગ્યાસ સળગાવતા વાર નહિ ને તેના ઉપર રસેાઈ થતાં પણ વાર નહિ. પરંતુ કયારેક ગ્યાસ ફાટે ત્યારે તે કેવા વિનાશ સર્જી દે છે. આજના માનવ વિજ્ઞાનના રંગે રંગાઈ ગયા છે. તેથી માને છે કે વિજ્ઞાને સુખ શેાધ્યું છે. પરંતુ તે સુખની પાછળ કેટલું દુ:ખ રહેલું છે! વિજ્ઞાન તમને તનની શાંતિ આપી શકશે પણ મનની શાંતિ નહિ આપી શકે. વિજ્ઞાને જે હાઈડ્રાજન પ્રેમ અને એટમખાંબ આફ્રિની શેાધ કરી છે તે કેટલા વિનાશ સર્જે છે! અમેરિકાએ જાપાન પર આંખ ફૂંકા ત્યારે હીરાશીમા અને નાગાશીકા આખું સાફ્ થઈ ગયું. તેમાં જે કોઇ મર્યા નહીં ને જીવતા રહ્યા છે તેમની કરૂણ કહાની સાંભળીએ તેા આપણું કાળજુ કામ કરતું નથી.
બંધુએ ! આ વિજ્ઞાને સુખ આપ્યું કે દુઃખ ? વિનાશ સર્જ્યો કે ઉત્થાન સર્વ્યું ? આત્માને સુખ આપનાર અને ઉત્થાન કરનાર તે ધર્મ છે. માટે ધર્મના સ્વરૂપને સમજો. તમે પ્લેનમાં ઉડા છે. તે સમયે મશીન અગડયું. પાયલેાટ કહે-હું' મશીન સુધારવા પ્રયત્ન કરું છું. પણ તમે તમારા ઈષ્ટદેવને યાદ કરી લે. ખેલે, તે સમયે તમને પ્યારી પત્ની, પુત્ર કે મંગલા સાંભરે ખરા ? (શ્રોતામાંથી અવાજ – ત્યારે તે બધા એકચિત્તે ભગવાનને યાદ કરે.)