________________
શા
અગર
૮૬૧
આવા કષ્ટમાં જે જીવતી રહી શકી હોઉં તે આપ બધા વડીલો પ્રતાપ છે. આમ કહીને બધાને આશ્વાસન આપી સેના હૈયા હળવા કરાવી દીધા. ને બધા આનંદથી અંજનાને ફરતા બેસી ગયા છે. વચમાં નાનકડે હનુમાન કુમાર દેડાદોડ કરે છે ને બધાના સામું જુએ છે. ત્યારે તેના દાદા-દાદીએ તેને ઉંચકીને ખળામાં બેસાડી દીધે.
દાદા દાદી જુએ પિતર, હનુમંત નિજકુલ હીર એ સહી હશે એહ, વંશ વિદ્યાધર વીર, ભકિત યુકિત બહુ ભાવશું, મામે કરી મનુહાર સજન સહુ સતાજીયા, પવનજીને અતિ પ્યાર,
હનુમાન કુમાર નાને છે પણ તેના મુખ ઉપર ખૂબ તેજ ઝળકે છે. આ જોઈને પ્રહાદ રાજાને કેતુમતી રાણી કહે છે-આ દીકરે આપણા કુળમાં હીરા જેવો તેજસ્વી ને સિંહ જેવો પરાક્રમી બનશે. આટલે માને છે છતાં તેના મુખ ઉપર આટલી તેજસ્વિતા છે તે મોટે થશે ત્યારે કે તેજસ્વી બનશે! આમ કહેતાં જાય છે ને હનુમાનકુમારને જોતાં જાય છે. ને પ્યારથી સૈ રમાડે છે. બાર બાર વર્ષે સતત બ્રહ્મચર્યનું પાલન કર્યા પછી અંજનાએ હનુમાનને જન્મ આપ્યો હતે. બ્રહ્મચર્યનું પાલન કર્યા પછી જે દીકરાને જન્મ થાય છે તે દીકરા આવા તેજસ્વી બને છે. મારા ભાઈઓ ને બહેનો! તમારે જે તમારા સંતાને આવા શૂરવીર બનાવવા હોય તે બ્રહ્મચર્યનું પાલન કરજે. તમે સંતાનોને સાત્વિક પદાર્થો ખવડાવીને જે શકિત નહિ આપી શકે તેનાથી અધિક બ્રહ્મચર્યનું પાલન કરીને આપી શકશે. બધા આનંદથી મળ્યા ને ત્રણ ચાર દિવસ અંજનાના મોસાળમાં રોકાયા. હવે બધા જવાની રજા માંગે છે ત્યારે અંજનાના મામા કહે છે હજુ થોડા દિવસ રોકાઈ જાવ. ખૂબ આગ્રહ કર્યો તેથી બે ત્રણ દિવસ વધુ રોકાયા. જેટલા દિવસ તેઓ રોકાયા તેટલા દિવસ અંજનાના મામાએ ગામમાં આનંદ મહત્સવ ઉજવ્યું. હવે બંને રાજાના રાજ્ય સૂના પડ્યા છે એટલે સહુનું મન જવા માટે ઉપડી ગયું છે. અંજના તથા હનુમાન કુમારને લઈને પિતાના રાજ્યમાં જવા માટે પવનને તથા તેમના માતા પિતાને હર્ષ સમાતો નથી. દિલમાં અને આનંદ છે. હવે બધા ગામમાં કેવી રીતે જશે ને શું બનશે તેના ભાવ અવસરે.
- વ્યાખ્યાન નં. ૯૮
- વિષયા-“વિજ્ઞાન અને ધર્મ” કારતક સુદ ૫ ને શનિવાર
તા. ૮-૧૧-૭૫ પરમપંથના પ્રદર્શક, શૈલેય પ્રકાશક, રાગ-દ્વેષના વિઘાતક, એવા કેવળજ્ઞાની