________________
શારદા સાગર
પાડી સાસુના પગમાં પડી. સાસુએ અંજનાના માથે કલંક ચઢાવ્યું હતું ને કેવા કેવા શબ્દ કહ્યા હતા! પણ સતીએ એવો વિચાર ન કર્યો કે હવે તે મારો પતિ આવી ગ છે ને હું નિષ્કલંક બની છું. હવે મારે એ સાસુના સામું પણ જેવું નથી. પણ જેનું અંતર પવિત્ર છે, મન શુદ્ધ છે ને વિનય છે તેવા આત્માઓ કદી પરાયે દેષ જેતા નથી. તે અનુસાર સતી અંજના સાસુ કેતુમતીના ચરણમાં પડી ત્યારે સાસુ કહે છે હે દીકરી! મેં તે તારા માથે કલંક ચઢાવવામાં બાકી નથી રાખી. મેં બહાર તારું કેટલું વગાણું કર્યું છે! તારા માથે ઝાડ ઉગે એટલા દુઃખ દીધા છે. મેં તારી વાત પણ સાંભળી નથી. આ પાપણી સાસુને ધિકકાર છે. હે સતી! મારે અપરાધ ક્ષમા કરજે. મને માફ કરજે. અંજના કહે - બા ! આપ તેં મારા મહાન ઉપકારી છે. આપને મારી પાસે આવી માફી માંગવાની ન હોય. એ તે મારા કર્મો મને દુઃખ આપ્યા છે. આ રીતે સાસુ સસરાને મીઠા શબ્દોથી સાંત્વન આપે છે. અંજનાના માતા-પિતા તે પડખે ઉભા રહ્યા છે. સંસારમાં દીકરીને માતા-પિતા ગમે તેટલા વહાલા હોય પણ માતા-પિતા કરતાં સાસુ-સસરાને પહેલા સાચવવા પડે છે. હવે અંજના માતા-પિતાની પાસે જાય છે.
માતા-પિતા આવીને મળ્યા, ભાઇ ભોજાઈ અતિ ઘણે નેહ તે પીયરીયા મુખ ઢાંકી રે, વસ્ત્ર પાછાં કરી નિરખે દેહ તે, આવીને બાઈ સઘળી મળી, મન માહે માહરી મત આણે લાજ તો માહરે ક હું વન ગઈ, હર્ષ વચન થઈ સહુ બાલા આજ તે સતી રે
અંજના માતા-પિતા તરફ જવા પગ ઉપાડે છે તે પહેલાં માતા-પિતા એના સામા આવ્યા. અંજના માતાના પગમાં પડવા જાય છે ત્યાં તેની માતા કહે છે બેટા ! તારે મારા પગમાં પડવાનું નથી. પણ મારે તને પગે લાગવાનું છે. એમ કહી માતા અંજનાના પગમાં પડવા જાય છે. પણ વિનયવંત દીકરી માતાને વાંકી વળવા દે ખરી? તે તરત કહે છે બા! એ બધી વાત ભૂલી જા. માતા કહે છે અરેરે...મેં તને પીવા પાણી પણ ન આપ્યું. તેને પૂછયું પણ નહિ કે દીકરી! તારી આ દશા કેમ થઈ? મારે ખૂણામાં બેસાડીને તને પૂછવું જોઈતું હતું. તેના બદલે તારું મુખ જેવું પણ ન ગમ્યું. મેં જનેતા બનીને આવે જુલમ કર્યો. તેના પિતાજી પણ પિતાની ભૂલને પશ્ચાતાપ કરવા લાગ્યા. ને અંજના પાસે માફી માંગવા લાગ્યા. ભાઈ-ભાભીએ બધાને અંજના પ્રત્યે ઘણે પ્રેમ છે પણ પોતે અંજનાના સામું જોયું નથી એટલે પાસે આવતાં સંકોચાય છે. આ જોઈને અંજના કહે છે- હે મારા પરમ ઉપકારી માતા-પિતા, હાલા વડીલ બંધુઓ અને ભાભીએ ! તમે જરા પણ અફસોસ ન કરશો. કોઈ રડશો કે પૂરશો નહિં. મારે જે દુઃખ વેઠવા પડયા તેમાં તમારે જરા પણ દોષ નથી. દેષ મારા પૂર્વકર્મને છે. હવે એ દુઃખના દિવસે ચાલ્યા ગયા છે. હવે બધા આનંદ પામે, હું