________________
શારદા સાગર
૪૧૭ એમનો વેરી. એકનાથ મહારાજને જતાં આવતાં એ હેશન કર્યા વિના ન રહે. એક દિવસ તે સ્વેચ્છને થયું કે એકનાથ કદી ગુસ્સે થતા નથી. આજે તે ગુસ્સે કરીને જંપુ તેથી એક પાનવાળાને કહ્યું આજે માગું તેટલા પાન આપજે. હિસાબ સાંજે કરીશું. પાનવાળાએ પાન આપ્યું તે પ્લેચ્છ પાન ચાવીને તૈયાર રાખ્યું. એકનાથ મહારાજ સ્નાન કરીને નીકળ્યા કે તરત પેલા ઑછે તેમના ઉપર પાનની પિચકારી છોડી સહેજ પણ #ધ કર્યા વિના એકનાથ મહારાજ પાછા વળ્યા. ગોદાવરીમાં સ્નાન કર્યું. ” પાછી ઑછે તેમના ઉપર પાનની પિચકારી છોડી. છતાં મુખ પર એ શાંતિને એ આનંદ. આ રીતે તે સ્વેચ્છે એકસો આઠ વાર પાનની પિચકારીઓ છોડી છતાં એકનાથના મુખ પર એ જ સામ્યતા રમતી હતી. છેવટે કંટાળીને એક ભકતે કહ્યું મહારાજ! અ મ્યુચ્છ તમને સવારથી હેરાન કરે છે છતાં તમને ગુસ્સે કેમ નથી આવતો? એકનાથ કહે ભાઈ! મ્યુચ્છ મને હેરાન કરતો હોય તે ગુસ્સો આવે ને? એ તે મારું સુધારે છે. રેજ તો હું ગોદાવરી મૈયામાં એક વાર સ્નાન કરું છું. આજે આ ભાઈના પ્રતાપે મને એકસને આઠ વાર સ્નાન કરવાને લાભ મળે. એમને જેટલું આભાર માનું તેટલો ઓછો છે. તેઓ એકનાથની વાત સાંભળી અને એનું હૈયું પીગળી ગયું તે એકનાથના ચરણમાં પડી ગયું. એકનાથ મહારાજે આટલું સહન ન કર્યું હતું અને સામું થૂકયા હોત તો સ્વેચ્છના દિલની મલિનતા આખા જન્મારામાં પણ વાત ખરી? ક્ષમાને સાગર બન્યા તો સામી વ્યક્તિનું જીવન પરિવર્તન થઈ ગયું. જેની પાસે ક્ષમાનું ખડગ છે તે સાચે વીર છે. આપણી પાસે સત્તા હેય અને કઈ પણ વ્યકિતને કોઈ પણ ભૂલની ક્ષમા આપીએ તો એ વીરની ક્ષમા છે.
એક બ્રાહ્મણે સ્વામી દયાનંદ સરસ્વતીને મારી નાંખવાની યુકિત રચી. એક દિવસ તેણે દયાનંદ પાસે જઈ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી બે-ચાર મીઠી મીઠી વાત કરી. પછી ઉઠતી વખતે ઝેર ભેળવેલું પાન સ્વામીજીના હાથમાં આપ્યું, દયાનંદ સરસ્વતી પાન મેંમાં મૂકયું. મેંમાં મૂકતાં. સમજી ગયા કે આમાં ઝેર છે. તેથી તરત ઘૂંકી નાખ્યું. ને ગંગા કિનારે જઈ કેગળા કર્યા, ઊલટી કરી ઝેર એકી નાંખ્યું. આ વાતની ખબર શહેરના તહેસીલદાર સૈયદ મહમદને પડી. તે સ્વામીના ખૂબ ભકત હતા. તેણે પાનમાં ઝેર આપનાર બ્રાહ્મણને પકડાવી જેલમાં પૂર્યો, જ્યારે સ્વામી દયાનંદને આ વાતની ખબર પડી એટલે સૈયદને કહ્યું- ભાઈ સૈયદ ! હું તે મનુષ્યને બંધનમાંથી છોડાવવા આવ્યો છું પણ બંધનમાં નાંખવા નહિ. અત્યારે ને અત્યારે એ બ્રાહ્મણને તું છોડી દે. ભૂ ભૂંડાઈ ન છે તે માટે ભલાઈ શા માટે છેડવી? તેમણે બ્રાહ્મણને ક્ષમા આપી. પાછળથી બ્રાહ્મણને પસ્તા થશે. મેં દુઝે આવા ધર્માત્માને ક્યાં ઝેર આપ્યું? પસ્તાવાના પુનિત ઝરણામાં ડૂબકી મારીને તે બ્રાહ્મણ નિર્મળ બની ગયો.