________________
શારદા સાગર પાસે પૈસા ન હોય તે દેવું કરીને પણ મોજમઝા ઉડાવી લે.. ત્યારે આપણા પરમ પિતા પ્રભુ મહાવીર કહે છે કે દુન્દ વહુ માથુ મા આ મનુષ્યભવ દુર્લભ છે. તેની એકેક ક્ષણ અમૂલ્ય જાય છે. જે સેનેરી ક્ષણે તારા જીવનમાંથી સરી જાય છે તે ફરી ફરીને પાછી મળતી નથી. માટે ખૂબ સજાગ બની સંસારના મેજશેખ છોડીને સાવધાનીપૂર્વક આત્મસાધના કરી છે. જો તમે સમજીને સાધના નહિ કરે તો પાછળથી પસ્તાવું પડશે.
બંધુઓ ! આપણને આ મનુષ્ય જન્મ તે ઘણી વખત મળે. સરુઓને વેગ ને આ જૈન ધર્મ પણ મળ્યો હશે. છતાં પણ આપણું કલ્યાણ કેમ નથી થયું? હજુ આપણે સંસારમાં શા માટે રઝળીએ છીએ? તેને વિચાર કરો. સમજણપૂર્વકની સાધના કરી નથી. અંતરમાં મેલ રાખી બહારથી ઉજળા થઈને ફર્યા છીએ તેના કારણે રખડપટ્ટી ચાલુ રહી છે. આ જગતમાં ચાર પ્રકારના છ છે.
પહેલા પ્રકારના છ કબ્રસ્તાન જેવા હોય છે. તમે કબ્રસ્તાન તે જોયું હશે? કબ્રસ્તાનમાં કબર ઉપર આરસની લાદીઓ જડેલી હોય છે. એટલે તે કબર ઉપરથી ચકમકતી દેખાય છે તેના ઉપર લીલું કપડું ઓઢાડેલું હોય છે. તેના ઉપર ફૂલના હાર ચઢાવેલા હોય છે. ને તેની તીથિના દિવસે ત્યાં ધૂપ-દીપ બધું કરવામાં આવે છે. એટલે ત્યાં સુગંધ સુગંધ મહેંકતી હોય છે. પણ તમે અંદર જુઓ તે શું છે? આ તે બધે બહારને ભપકે છે પણ અંદર તે મડદા સડી રહ્યા છે. કીડા ખદબદે છે ને દુર્ગધ છૂટે છે. આ રીતે ઘણું માણસો એવા હોય છે કે તે ઉપરથી ખૂબ સુંદર, ધમીષ્ઠ ને સજજન દેખાતા હોય છે. પણ તેના અંતરમાં રાગ-દ્વેષ અને મહિના મડદા સડી રહ્યાં હોય છે. કામવાસનાના કીડા ખદબદે છે. દુનિયા જાણે, કે આ કે પવિત્ર આત્મા છે ! આ રીતે તમારો સંસાર ઉપરથી ચકમો દેખાય છે પણ અંદર તે વિષયકક્ષાના કચરા ભર્યા છે. રાગ કેરા રંગથી સંસાર છે રૂડ, ઉપરથી ભભક પણ માંહી છે ફડે.
આ વિષયકષાયના કચરાને સર્ષે નાબૂદ કરવાને માટે સદ્દગુરૂ રૂપી વૈદે તમને તપ અને ત્યાગની અમૂલ્ય ટેબ્લેટ આપે છે. તમને કઈ રોગ લાગુ પડયો હોય ને ડેકટર પાસે દવા લેવા જાવ તે પૈસા આપવા પડે, કલાક બે કલાકનો ટાઈમ બગાડે પડે ત્યારે દવા મળે અને તેનાથી રોગ મટશે કે નહિ મટે તે નક્કી નથી. જ્યારે સદ્ગુરૂ રૂપી વૈદે કોઈ પણું જાતના સ્વાર્થ વગર અને તમારો ટાઈમ પણ બગાડ્યા વગર તમને મફત દવા આપે છે.
- આ વૈદ ગુરૂજી લે લો હવાઈ બિના ફીસ કી,
સત્સંગકી શીશી કે અંદર, જ્ઞાન દવા ગુણકારી, એક ચિત્તસે પીઓ કાનસે, (૨) માટે સલ બીમારી હે.આયે વૈદ