________________
૭૬૨.
શારદા સાગર
અમુક દિવસ સુધી ખુલ્લું મૂક્યું છે. જેને જોવા જવું હોય તે જઈ શકે છે. તે ભાડાના પૈસા ખચી સમય બગાડીને જોવા માટે જાવ ને? પણ વિચાર કરો. એવી તે બાસઠ લાખની કિંમત હતી. પણ માનવદેહ તે એટલે કિંમતી છે કે તેની કિંમત આંકી અંકાય તેમ નથી. મહાન પુણ્યના થકે થેક ભેગા થયા ત્યારે આ માનવદેહ મળ્યો છે.
માનવદેહ એ મોક્ષે જવા માટેનું સાધન છે. કઈ પણ કાર્યમાં સાધનની જરૂર પડે છે. નળમાંથી કે તળાવમાંથી પાણી ભરી લાવવા માટે વાસણની જરૂર પડે છે. વાસણ હોય તે પાણી ભરી શકાય. કામ પતી ગયા પછી સાધન છેડી દેવું પડે છે. તેમ આપણું શરીર પણ મેક્ષમાં જવા માટે એક સાધન છે. અંતિમ સમયે દેહને પણ વોસિરે...
સિરે કરવાનું છે. પરંતુ આજે તે કઈ શ્રાવક બિમાર હોય ને મારા જેવી માંગલિક સંભળાવવા જાય. પછી એની સ્થિતિ જોઈને કહે કે શ્રાવકજીકંઈ પચ્ચખાણ લેવા છે? હવે હાથપગ ચાલતા નથી. તે એવી બાધા લે કે આ હાથ વડે કાળા ચોપડા ચીતરવા નહિ. તે પણ એ બાધા લેવા તૈયાર થતું નથી. (હસાહસ) કેટલી મમતા છે. કલમ પકડી શકતો નથી છતાં પ્રત્યાખ્યાન કરીને સંવરમાં આવવાનું મન થતું નથી. તે ગર્દભની જેમ છાલકા ઉપાડવા છે ને! (હસાહસ) છાલકા સમાન માથે પાપના પોટલા પડયા છે ને જીવનના અંત સુધી પણ જેને આ છાલકા ઉતારી આશ્રવમાંથી સંવરમાં આવવાનું મન ન થાય તેને શું કહેવું કે તમે સમજી લેજે.
આપણે બાસઠ લાખના બંગલાની વાત ચાલે છે. બાસઠ લાખને બંગલે તે અરિસા જેવો સ્વચ્છ રાખવું જોઈએ ને? એમાં કોઈ રાખના ઢગલા કરે છે તે કે કહેવાય? કિંમતી મહેલમાં બધું વ્યવસ્થિત હોય તે મહેલ ભી ઉઠે છે. પણ જો તેમાં કઈ જાતની વ્યવસ્થા ન હોય તે બાસઠ લાખના બંગલાની કઈ કિંમત નથી તે રીતે જ્ઞાની કહે છે માનવદેહ રૂપી નગરીમાં મનરૂપી બાસઠ લાખને મહેલ છે. તેને સદવિચારોથી સ્વચ્છ ને સુંદર રાખવાનો છે. તેમાં કેધ, માન, માયા, લોભ, રોગ, દ્વેષ અને વિષયકષાય આદિ દુર્ભાવનારૂપી રાખના ઢગલા ભરતા નહિ. કારણ કે દુર્ભાવનાની રાખ મનરૂપી મહેલમાં ભરવાથી આત્મા મલીન બને છે. તેમાં માન આત્માને મોટો દુશમન છે. કેધને ઉત્પન્ન કરનાર માને છે. તમે ઘરમાં કઈને કંઈ કહો ને તમારા કહ્યા પ્રમાણે ન થાય તો તરત અંતરમાં થશે કે હું ઘરને વડીલ ને મારું કહ્યું ન થાય? આ માન આવ્યું. પછી કે ધ આવશે. માન કષાયે કેવળજ્ઞાનની
ત પ્રગટતાં અટકાવી છે. બાહુબલીએ વર્ષ દિવસ સુધી કેવી કેવી ઉગ્ર સાધના કરી! કાઉ ધ્યાનમાં અડોલ રહ્યા પણ અંતરમાં અહંકાર ભર્યો હતો ત્યાં સુધી કેવળજ્ઞાન પ્રગટ થયું નહિ. માટે જ્ઞાની કહે છે જે તમારા અંતરમાં હુંકાર લાવે તે આત્માને લાવે કે હું કોણ છું? હું સચ્ચિદાનંદ, ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. હું પાંચ ઈન્દ્રિય