________________
શારદા સાગર
૮૩૭.
નથી. ત્યારે રમેશ કહે. પપ્પા! મને મારી મમ્મી મળી ગઈ. મને જે જોઈતું હતું તે મળી ગયું પછી આનંદ જ હોય ને! પિતા સમજી ગયા કે હવે આ સાચી મમ્મી બની લાગે છે. આજ સુધી તે બની નથી. પિતાને ખૂબ આનંદ થયે ને પત્ની ઉપર પ્રેમ વો. પત્ની સમજતી હતી કે જે અત્યાર સુધી પતિને મારા પ્રત્યે પ્રેમ ટકી રહ્યો હોય તે તેનું એક જ કારણ છે કે રમેશે કદી એના પિતાને ફરીયાદ કરી નથી કે મારી મમ્મી મને દુઃખ દે છે. આ ત્રણ માણસનું કુટુંબ પ્રેમથી રહેવા લાગ્યું.
બંધુઓ ! આ પત્ની તે સારી હતી પણ સખીના સંગમાં રહીને વચમાં મરચાની તીખાશ ભળી ગઈ હતી. સખીએ તેને ભંભેરી હતી કે તું જતાવેંત મા બનીશ. આ વાત એના મગજમાં ઠસી ગઈ હતી એટલે છોકરાને પ્રેમથી જેતી ન હતી. પણ છોકરાની શુદ્ધ ભાવનાથી તેનું હૃદય પલટાઈ ગયું ત્યારે તેને પશ્ચાતાપ થયું કે દીકરાને સાવકો ગ? ટૂંકમાં માતા-પિતા અને બાળક ત્રણે જણું પ્રેમથી રહેવા લાગ્યા ને સ્વર્ગના જેવું સુખ ભોગવવા લાગ્યા. ગમે તેટલે પૈસે હોય પણ જ્યાં પ્રેમ નથી ત્યાં આનંદ નથી. ગમે તેટલી ગરીબાઈ હોય પણ જ્યાં પ્રેમ છે ત્યાં સ્વર્ગનાં સુખ છે.
જ્ઞાની કહે છે કે પરમાં સુખ નથી. સુખ સ્વમાં છે. જયાં સુધી માતા દીકરાને પરા-સાવકે માનતી હતી ત્યાં સુધી તે છોકરાને દુશ્મન જેવા દેખાતી હતી. અને જ્યાં પરાયાનો ભાવ ચાલ્યા ગયા ને તેના હૈયામાં હેતનો હેજ ભરાયે ત્યારે દીકરાને પિતાને માન્યું તે કેટલું સુખ પામી ગઈ. તેમ જ્ઞાની કહે છે કે આ ચેતન અનાદિકાળથી પરમાં રમે છે. પરમાંથી સ્વમાં આવે -
ચેતન ચાલે રે હવે, સુખ નહીં પરમાં મળે. ' આ તે સાગરના પાણું, તૃષા નહીં રે છીપાશું,
- તૃપ્તિ નહિ રે મળે ચેતન ચાલે... દુઃખના દરિયામાં ડૂબવાને લાગ્યો, ડૂબતાને સંતે આવીને ઉગાર્યો, હતે સ્વરૂપથી અજાણુ, એને કરાવી પિછાણ,
ભવથી મુકિત રે મળે... ચેતન.... હે ચેતનદેવ! તું પરઘરમાં ઘણું રમે, ઘણું ભમે હવે સ્વઘરમાં આવી સ્વમાં જે આનંદ ને સુખ છે તે પરમાં નથી. કેઈ માને કે ધર્મ મંદિરમાં છે, ઉપાશ્રયમાં છે તો ધર્મ બહાર નથી? ધર્મ તો તું ઉપાશ્રયમાં હોય, ઘરમાં હોય કે ઓફિસે હેય સદા તમારીથે છે. ને ધર્મથી સુખ છે. કેઈ માણસ ખૂબ તરસ્યા થયે હોય તેને કઈ દરિયાનું પાણી લાવીને આપે તે તેની તૃષા છીપે ખરી? સાગરના પાણીથી કદી તૃષા છીપતી નથી. તેમ આ તમારા સંસારના ગમે તેટલા સુખ મેળો પણ તેનાથી તમારી