________________
૮૫૨
શારદા સાગર
પ્રત્યેને કેટલે બધે રાગ ભર્યો છે. કેવા મોહના નાટક કરે છે. શું આને કંઈ જ્ઞાની કહેવાય? રાણીએ જનકવિદેહીના કંઠમાં પુષ્પને હાર પહેરાવ્યો.
બીજી તરફ જનકવિદેહી પણ રાણીના માથે એક હાથ મૂકે છે ને બીજા હાથમાં સળગતા અંગારા લે છે. રાણીના માથે હાથ મૂકે ત્યારે બ્રાહ્મણને થયું કે એના મોહને પાર નથી. પણ બીજા હાથમાં અંગારા મૂક્યા છે. છતાં સહેજે પણ ઉંચા નીચા થતા નથી. આ જોઈને પેલે બ્રાહ્મણ સ્તબ્ધ બની ગયે. અહો! એક તરફ જોઉં છું તે મોહ ભરેલ દેખાય છે ને બીજી તરફ હાથમાં લાલચળ અંગારા મૂક્યા છે. હાથ બળી જાય છે છતાં ચૂં બોલતા નથી. એમણે કેટલે દેહને રાગ જ હશે! અને મને તો પગ નીચે સહેજ અંગારો આવી જાય તે રાડ પાડું છું. આ દશ્ય જોઈને આવેલા બ્રાહ્મણને ગર્વ ગળી ગયે ને જનકવિદેહીના ચરણમાં મૂકી પડે ને કહ્યું કે હું જ્ઞાનને ઘમંડ લઈને ફરતે હતે. મને હતું કે મારા જે કઈ દુનિયામાં જ્ઞાની નથી. પણ મારું સાન બાહી દેખાવ પૂરતું છે. તે તમારું જ્ઞાન આત્મસ્પર્શી જ્ઞાન છે.
અનાથી મુનિ કહે છે કે જે સાચે ઝવેરી છે તેની પાસે કાચના ટુકડાની કંઇ કિંમત નથી. અજ્ઞાની માણસ કાચના ટુકડાને હીરે માનીને સંગ્રહ કરે છે. પણ ઝવેરી તે તેને હાથમાં પણ પકડત નથી, ને ફગાવી દે છે. આ રીતે અનાથી મુનિ ત્રણ ઉદાહરણો આપીને સમજાવે છે કે જેમ ખાલી મૂકી, બેટે સિકકો અને કાચને ટુકડે અસાર છે તે પ્રમાણે સંયમના નિયમનું બરાબર પાલન કયાં વિનાને સાધુવેશ અને બહારની ક્રિયા પણ અસાર છે. જે બહારથી સાધુપણું બતાવે છે ને અંદરમાં સાધુપણાને આચાર નથી તે પણ ૫પાર છે. આ રીતે અનાથી મુનિ કહે છે અનાથતાનું ભાન થયા પછી સનાતાનું જ્ઞાન થવું સરળ છે. જેમ કે બેટા રત્નને ઓળખ્યા પછી સાચા રત્નની પરીક્ષા કરવી સરળ છે. જેને સાચી સનાથતાનું ભાન થાય છે તે કદી ચારિત્રમાંથી યુત થતા નથી. પણ જે ચારિત્રથી પડવાઈ થવાની અણી ઉપર હોય તેને પણ પિતાના ઉત્તમ ચારિત્રના પ્રભાવથી ચારિત્રમાં સ્થિર કરે છે ને સાચા સનાથ બનાવે છે. હજુ આ બાબતમાં આગળ શું વર્ણન કરશે તેના ભાવ અવસરે. ચરિત્ર: “પવન અને સતી અંજનાનું મિલન થયા બાદ કહેલી વીતક કહાણી –
પવનજી અને અંજનાનું મિલન થયું. તેમના વિયોગના દુઃખના વસમા દિવસો પસાર થઈ ગયા. પણ હવે પવનજીના મનમાં જાણવાની અધીરાઈ આવી ગઈ છે કે અંજનાએ વનમાં કેવી રીતે દુઃખો વેઠયા હશે? પવનજી અને અંજના એકબીજાના સામું જોઈ રહ્યા છે. ત્યાં વસંતમાલા આવી પહોંચી. વસંતમાલા રે પાયે નમી, ઉલે ઘાલી લહી હૈયા મેઝાર તે, કહે બાઈ તમે દુઃખ કેમ સહ્યા, કેમ કરી રહ્યો મારી માયને માર તે,