________________
શારદા સાગર
૮૫૩ કેમ કરી વનફળ વીણીયાં, કેમ કરી પર્વત રહા નિરાધાર તે, અંજનાએ કેમ પુત્ર જનમીયે, કેમ કરી દુઃખભરી નિરગમ્યો કાલતે સતીરે
વસંતમાલા આવીને પવનજીના ચરણમાં પડી ગઈ. પવનજીને જતાં તેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. પવનજીને વસંતમાલા પ્રત્યે પણ ખૂબ પ્રેમ હતું. કારણ કે અંજનાના સુખ અને દુઃખમાં એણેજ સહકાર આપે છે. ને અંજનાનું રક્ષણ કર્યું છે. પવનજી કહે હે વસંતમાલા! મારા યુધે ગયા પછી તમારા માથે કષ્ટ પડવામાં બાકી ન રહ્યું. તમે એ દુઃખે કેવી રીતે સહન કર્યા? મારા ગયા પછી અંજના ગર્ભવતી થયાની મારી માતાને જાણકારી થઈ ત્યારે તે અંજના ઉપર કોપાયમાન થઈને ગમે તેવા શબ્દો કહેવા લાગી. ત્યારે મેં કહ્યું કે બા! પવનજી ચોકકસ આવ્યા હતા. તમે સતીને ગમે તેવા શબ્દ ન કહેશે. અને નિશાન બતાવ્યા ત્યારે મારી માતાએ તને બાંધીને માર માર્યો ને કલંક ચઢાવીને તમને બંનેને કાઢી મૂકયા. પછી તમે અંજનાના પિયર આવ્યા. ત્યાં પણ માતા-પિતા, ભાઈ કે ભાભીએ તમારા સામું ન જોયું, પીવા પાણી પણ ના આપ્યું. ને ત્યાંથી તમે વગડામાં ચાલ્યા ગયા. ભયંકર વગડામાં વાઘસિંહની ગર્જનાઓ થતી હશે, ઝેરી સર્પના રાફડા હશે, એવા નિર્જન વનમાં અંજના તે ગર્ભવંતી અને તે બંને સ્ત્રી જાતિ કેવી રીતે રહ્યા? વનમાં તમારી ખબર લેનાર કેશુ? ભૂખ્યા-તરસ્યાની સંભાળ લેનાર કેઈ સ્વજન ન હતું. રાજકુમારી અને રાજકુમારની પુત્રવધૂ એવી અંજના કદી ખુલ્લા પગે ચાલી ન હતી. ભૂખ તરસ વેઠી ન હતી અને ત્યાં કેવી ભૂખ-તરસ વેઠવી પડી હશે! વનફળ કેવી રીતે લાવ્યા ને શું ખાધું? અને જંગલમાં અંજનાએ પુત્રને જન્મ આપ્યો. એ પ્રસૂતિના સમયે કોઈ હાજર ન હતું. તું અબળા જાતિ કેવી રીતે ધીરજ ધારી શકી? તમારા દુખની કલ્પના કરતાં મારું કાળજું કંપી જાય છે.
હે અંજના ! તને દુઃખી કરનારે હું પાપી છું. હું યુધ્ધ જવા માટે નીકળે ત્યારે તું મને શુકન દેવા આવી ત્યારે મેં તને લાત મારીને ઉઘાડી કરી અને બધાને જાણ થઈ ગઈ કે અંજના અને પવનજીને અણબનાવ છે. વળી અધવચથી મારું મન પલટાતાં તારી પાસે આવ્યા ને તું ગર્ભવતી બની. તેં મને ઘણું કહ્યું કે માતા-પિતાને મળીને જાવ ત્યારે પણ હું તેમને મળ્યા વિના ચાલ્યા ગયા ત્યારે તારા માથે આવા દુખ આવી પડયા ને? તે દુઃખે તમે કેવી રીતે વેઠયા? તે તું મને કહે. અંજના તે કે રમાળ છે તેથી તે ન બોલી. પણ વસંતમાલા કહે છે એ દુઃખ વેઠ્યા ને એ સમય ચાશે ગયે. હવે એને યાદ કરવાની શી જરૂર? ત્યારે પવનજી કહે ના. તું મને કહે. ત્યારે વસંતમાલા કહે છે: