________________
૮૫૬
શારદા સાગર
આગેટ જે. લક્ષમીજીને દયા આવી. અને ભગવાનને વિનવ્યા કે હે પ્રભુ! આ બિચારના આ ભૂંડા હાલ મારાથી જેવાતા નથી. એમને આ ગંદવાડમાંથી કાઢીને વૈકુંઠમાં લઈ આવે. દેવીની વાત સાંભળીને વિષ્ણુ ભગવાને હસીને કહ્યું - દેવી! તમે એમને વૈકુંઠમાં લઈ જશે તે પણ એ નહિ આવે. લક્ષમીજી કહે પ્રભુ! એવું ન બને. આપ નારદજીને તરત મોકલે અને એ ભૂંડના પરિવારને વૈકુંઠમાં બેલાવી લે.
વિષ્ણુ ભગવાનને હુકમ થતાં નારદજી પૃથ્વી ઉપર આવ્યા. અને પેલા કાદવમાં આળોટતાં ભૂંડના ટેળા પાસે આવીને કહ્યું કે હે ભૂંડ. તમારા નશીબ ફર્યા. વિષ્ણુ ભગવાને તમને વૈકુંઠમાં લઈ જવા માટે મને મેક છે. માટે તમે તમારા પરિવાર સહિત મારી સાથે વૈકુંઠમાં ચાલે. ભૂડે પૂછયું-ભાઈ! તું કેણુ છે? તારો વિષ્ણુ ભગવાન કેણ છે? અને દેવી કોણ છે? ત્યારે નારદે કહ્યું કે હું નારદ છું. વિષ્ણુ ભગવાન મારા પ્રભુ છે, ને લક્ષમીદેવી મારી માતા છે. ભૂંડ કહે-વિષ્ણુ ભગવાનનું નામ પણ મેં કદી સાંભળ્યું નથી. આજે જ સાંભળ્યું છે. પણ એ અમને શા માટે બોલાવે છે? ત્યારે નારદે કહ્યું–તને અને તારા પરિવારને આ ગંદવાડમાં આળોટતાં જોઈને લક્ષ્મી દેવીને દયા આવી. અને વિષ્ણુ ભગવાને તમને કુટુંબ સહિત તેડવા મને મોકલ્યો. ત્યારે ભૂંડ કહેતું ઉભું રહે. મારી ભૂંડણીને પૂછી જોઉં. ભૂડે ભૂંડણીને પૂછયું કે કોઈ વિષ્ણુ ભગવાન આપણને વૈકુંઠમાં રહેવા માટે બોલાવે છે. બેલ આપણે જવું છે? ભૂંડણીએ કહ્યું–પહેલાં એને પૂછે કે અમે અહીં ખાબોચીયામાં રહીએ છીએ, ઉકરડામાં આળોટીએ છીએ એ ત્યાં મોટો ઉકરડો છે? અને એવા દુર્ગ ધભર્યા ખાબોચીયાં છે? ત્યારે નારદે કહ્યું–ના, ભાઈ, ત્યાં તે આવા ગંધાતા ઉકરડા અને ખાબચીયાં નથી. ત્યાં તો મઝાને સુંદર મહેલ છે. ત્યાં ગંદવાડનું નામનિશાન પણ નથી. ત્યારે ફરીને ભૂંડે પૂછયું - તે અમે અહીં ખાઈએ છીએ તેવે ખેરાક ત્યાં મળશે? ના. ભાઈ. ત્યાં એ ગદે ખેરાક જેવા પણ ના મળે. ત્યારે ભૂંડ પૂછે છે જે ત્યાં અહીંના જેવું કંઈ મળતું નથી તે પછી ત્યાં છે શું? જા ભાઈ તું તારા રસ્તે ચાલ્યો જા ને તારા વિષ્ણુ ભગવાનને કહેજે કે અમે અહીં જ કરીએ છીએ. અમારે તારા વૈકુંઠમાં આવવું નથી. એમ બેલતાં ભૂંડ-ભૂડણી પરિવાર સાથે ગંદ ખાબોચીયામાં ચાલ્યા ગયા.
બંધુઓ! આ તે રૂપક છે. પણ ખૂબ સમજવા જેવું છે. ભૂંડ અને ભૂંડણીને વૈકુંઠમાં જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું પણ તે સમય ઓળખી શક્યા નહિ. એને તે ગંધાતા ને ગંદા ખાબોચીયામાં મઝા આવી અને ગંદવાડમાં રહી ગયા. એવું તમે તે નથી કરતા ને? સંતે તમને શું કહે છે હે દેવાનુપ્રિયે! આ મોહ-માયા અને મમતાના કીચડમાંથી બહાર આવે. છતાં તમને એ કાદવમાંથી બહાર આવવાનું મન થતું નથી અને મનુષ્યભવની અમૂલ્ય તક ભેગવિલાસમાં વેડફી રહ્યા છે. બેલે, મારે તમને કેવા