________________
૮૫૪
શારદા સાગર
જયારે સ્વામી તમે સે ગયા ત્યારે સાસરે પીયરે અમને દીધું છે તે
ત્યાં ઉઠી અમે વન ગયા, ઘનફળ વાપરી રાખ્યો દેહ તે ' વનમાંહે મુનીવર ભેટયા, દેવતાએ કીધી છે. આમ તણું સાર તે રાત્રી દિવસ ધર્મ ધ્યાવતાં, અંજના ગુણ તણે નવિ લહુ પાર તે સતી રે... - હે પવનજી! તમે સૈન્ય લઈને યુદ્ધમાં ગયા પછી અંજના ગર્ભવતી થયાના ખબર પડ્યા પછી કેતુમતી માતાએ અમને ભૂંડે હાલે કાઢી મૂકયા. સાસુ તો વિફરી પણ ભેગી માતા પણ વિફરી બને ઠેકાણેથી અમારે તિરસ્કાર થયો. ભૂખ્યાં ને તરસ્યા લથડતા પગે અમે બંને વનમાં ગયા. ત્યાં વનફળ મળે તે ખાઈને દિવસો પસાર કરતા આગળ ચાલ્યા જતા હતાં. અમારા માથે દુઃખનું કાળું વાદળ ઘેરાઈ ગયું હતું. એવા ભયંકર દુઃખમાં પૂણ અમારા પુણ્યને ઉદય કે વનમાં મહાન જ્ઞાની સંતને ભેટે થયે. તેમના દર્શન કર્યા. તેમને અમે પૃચ્છા કરી કે અંજનાજીને આવા ‘દુઃખ કેમ પડયા? મુનિએ અમને તે વાત સમજાવી અને પછી તેઓ ચાલ્યા ગયા. પછી મેટે સિંહ આ. તેના પજામાંથી બચવા અમે પ્રભુને પ્રાર્થના કરી. મારી બહેનના શીયળ વ્રતના પ્રભાવે શાસનના દેવેએ અમારી અરજી સાંભળી. અને તે વનને રક્ષક દેવ પ્રગટ થયે. અને અમને જંગલમાં રહેવા માટે નાનો બંગલો બનાવી દીધું. તે દેવ અમારી સંભાળ રાખતો હતો. જેથી અમને કઈ જંગલી પ્રાણી હેરાન કરી શકે નહિ. વનફળ ખાઈને અમે દિવસો કાઢતાં હતાં. ત્યાં અંજનાએ આ હનુમાનકુમારને જન્મ આપ્યો. ત્યાર બાદ અમને જંગલમાં મામાનો મેળાપ થયે, ને અહીં આવ્યા.
બધી વાત વસંતમાલાએ વિસ્તારથી પવનજીને કહી. આ સાંભળતાં પવનની આંખમાં દડદડ આંસુ પડી ગયા ને અંજનાના ચરણમાં પડીને કહે છે તે અંજના ! આ પાપીને તું માફ કર. મારા પાપનું ફળ ભેગવવા મારે તે નરકમાં જવું પડશે. અંજના કહે-સ્વામીનાથ! તમારે શું દેષ છે? મારા કર્મને દેષ છે. હું તો આપની દાસી છું. મારે આપની માફી માંગવી જોઇએ. વસંતમાલા કહે છે મારી સખીને તે કેડોવાર ધન્યવાદ છે. તેના જેટલા ગુણ ગાઉં તેટલા ઓછા છે. કારણ કે તેના માથે દુઃખની ઝડીઓ પડી તે પણ તેણે કદી સાસુ-સસરા કે માતા-પિતાને દોષ આપ્યું નથી. એના મનમાં પણ વિકલ્પ નથી આવ્યો કે અરેરે... હે માતા-પિતા! તમે પણ મને કાઢી મૂકી ! બસ, એણે તે પિતાના કર્મનો દેષ ગણ્યો છે. આવા દુઃખમાં પણ કદી સામાયિક-પતિક્રમણ કરવાનું ભૂલી નથી. આ રીતે બધી વાત પવનજીને કહી હવે વસંતમાલા કહે છે આપ યુદ્ધમાં ગયા ત્યાં વરૂણ રાજા ઉપર કેવી રીતે વિજય મેળવ્યો ! ને યુદ્ધમાં કેવા કર્મે સહન કરવા પડ્યા તે અમને કહે, પવનજી કહે છે અને તે કંઈ કષ્ટ પડયું નથી. કષ્ટ તો તમને પડયું છે. પણ અંજના અને વસંતમાલા કહે અમારે જાણવું છે. એટલે પવનજી પોતાની વાત કરશે તેના ભાવ અવસરે કહેવાશે.