________________
શારદા સાગર
૮૫૭ કહેવા? (હસાહસ). તમે એ ભૂંડ જેવા તે નથી ને? જો આ વાત સમજાતી હોય તે હવે સંસારની મમતા છેડે..
અનાથી મુનિ શ્રેણીક રાજાને કહે છે કે તત્વજ્ઞાનની પ્રાપ્તિ વિના તત્ત્વજ્ઞાનની વાતો કરવી એ ખાલી મૂકી બંધ કરવા સમાન છે. અનાથી મુનિએ અનાથતા સમજાવવા માટે પહેલા ખાલી મૂકીનું દૃષ્ટાંત આપ્યું. બીજું બેટા સિક્કાનું આપ્યું. ખેટા સિક્કાને કઈ સંગ્રહ કરતા નથી. જે કઈ ખોટો સિકકો ચલાવવા જાય તે સરકારને પણ ગુન્હેગાર બને છે. તેને એક ન્યાય આપું. - ઔરંગઝેબ નામને બાદશાહ થઈ ગયો. તે હિન્દુ ધર્મને કટ્ટો દુશ્મન હતું. એની ભાવના એવી હતી કે બધા હિન્દુઓને હું મુસલમાન બનાવી દઉં. જે હું બધા હિન્દુઓને મારી પીટીને મુસ્લીમ ન બનાવી દઉં ને અલાના ધર્મને ફેલાવે ન કરું તે હું બાદશાહ બન્યા શા કામનો ?
હવે બન્યું એમ કે લાલદાસ નામના એક બાવાજી પણ બાદશાહના મિત્ર હતા. તે અવારનવાર બાદશાહના દરબારમાં આવતા. બાદશાહે વિચાર કર્યો કે જે આ બાવાજી મારી ફીવરમાં આવી જાય તે મારી ઈચ્છા પાર પડે ને બધું કામ સફળ થઈ જાય. એમણે લાલદાસને પૂછયું કે બાવાજી મારે ખુદાની બંદગી કરવી જોઈએ કે દુનિયાની? ત્યારે બાવાજીએ કહ્યું. એમાં પૂછવા જેવું શું છે? બંદગી તે ખુદાની કરવી જોઈએ. ત્યારે બાદશાહે કહ્યું કે ખુદાની બંદગી માટે મેં એ વિચાર કર્યો છે કે જે લોકે રાજીખુશીથી મુસલમાન થતાં નથી તેમને માર મારી જબરજસ્તીથી મુસલમાન બનાવી દેવા. એ મારે વિચાર ઠીક છે કે નહિ? લાલદાસે જવાબ આપે કે આપને જે વિચાર આવ્યું છે તેને દેવો પણ ફેરવી શકે તેમ નથી. તે બીજાનું તો શું ગજુ? બાદશાહે કહ્યું. એ તે ઠીક છે. પણ તેથી પહેલાં તમારે મુસલમાન બનવું પડશે. લાલદાસે કહ્યું - હું તમારાથી કયાં દૂર છું? તમને હું સલાહ આપું છું અને તમે બધાને મારીને મુસલમાન કરવા ઉઠયા છે તે હું તેમાંથી કેવી રીતે બકાત રહી શકવાને છું !
બાદશાહ સાથે આ રીતે વાતચીત થયા પછી લાલદાસ પોતાના સ્થાને ગયા. અને બાદશાહને કેવી રીતે સમજાવ તેને વિચાર કરવા લાગ્યા. વિચાર કરતાં એક ઉપાય સૂઝ ને તે પ્રમાણે કરવા માટે પોતાના ચેલાને સમજાવી દીધે. બીજે દિવસે લાલદાસ બાદશાહની પાસે બેઠા હતા. તે વખતે તેમને ચેલે ત્યાં આવ્યો. ને લાલદાસને કહ્યું કે અહીંના શરાફ બહુ બદમાશ થઈ ગયા છે. લાલદાસે પૂછ્યું કે કેમ? ચેલાએ કહ્યું કે હું આ રૂપિયા લઈને પિસા લેવા ગયે હતું પણ એ લોકેએ મને પૈસા ન આપ્યા. લાલદાસે ચેલાને પૂછ્યું કે એ લેકેએ શું કહ્યું? ચેલાએ જવાબ આપ્યો કે