________________
શારદા સાગર
લઈને આત્મકલ્યાણ કરી ગઈ છે. જ્યાં સુધી રાજા શ્રેણીક પોતે ધર્મ પામ્યા ન હતા ત્યાં સુધી જૈન ધર્મના અવગુણ બોલવામાં બાકી રાખ્યું ન હતું. પણ સમજ્યા ત્યારે ભાવના કેવી પવિત્ર બની ગઈ! કે કેઈના દીકરા કે પિતાના દીકરા દીક્ષા લેવા નીકળે ત્યારે તેમનું મસ્તક તેમના ચરણમાં મૂકી પડતું હતું. ધન્ય છે! ભરયુવાની હોવા છતાં દીક્ષા લેશે અને હું આટલી મોટી ઉંમરને થયે છતાં હજુ સંસાર છોડી શકતો નથી. તે ભગવાન પાસે જાય ને વૈરાગીને દિક્ષા લેતા દેખે ત્યારે તેમને ત્યાગના ભાવ આવી જતા પણ લઈ શક્તા નહિ. તેને ખૂબ અફસેસ થતું હતું,
હવે ચાલુ અધિકારશ્રેણીક સમ્રાટને અનાથી નિગ્રંથ કહે છે કે હે રાજન ! જે સાધુ સંયમ લઈને વેશ પ્રમાણે તેને વફાદાર રહેતું નથી, મહાવ્રતમાં અસ્થિર બને છે, અને તપ-નિયમથી ષષ્ટ થઈ જાય છે તે ચારિત્ર લઈને લાંબા કાળ સુધી કષ્ટ સહન કરે પણ તેનું કલ્યાણ થતું નથી. અનાથી મુનિ આગળ કહે છે કે –
पोल्लेव मुट्ठी जह से असारे, अयन्तिए कूड कहावणे वा । राढामणी वेरुलियप्पगासे, अमहग्धए होई हु जाणवेसु ॥
ઉત્ત. સૂ. અ. ૨૦, ગાથા ૪૨ જેમ કેઈ માતા પિતાના બાળકને રાજી કરવા માટે ખાલી મૂઠી વાળીને બતાવે છે. ત્યારે અજ્ઞાન બાળક સમજે છે કે મારી માતાની મુઠ્ઠીમાં કંઈક હશે એટલે લાલચથી દેડને જાય છે. પણ માતાની મુઠ્ઠી ખાલી દેખે છે. ત્યારે નિરાશ થઈ જાય છે. તેમ કે માણસ ખાલી મુઠ્ઠી બંધ કરીને બીજાને બતાવે છે જેનાર એમ સમજશે કે એ મુઠ્ઠીમાં જરૂર કંઈક હશે. પણ જેણે મૂકી ખાલી બંધ કરી છે તે તે સારી રીતે જાણે છે કે મારી મૂકી ખાલી છે. આમ જાણવા છતાં પણ તે બીજાને ઠગવા માટે જાણી જોઈને ખાલી મુઠ્ઠી બંધ કરે છે. તેમ છે રાજન જેવી રીતે ખાલી મૂકી બંધ કરીને બીજાને ઠગવા એ જેમ ધૂતારાનું કામ છે તેવી રીતે બાહ્ય વેશ પહેરીને વ્રત નિયમનું પાલન ન કરવું અને બહારથી સાધુ તરીકે પૂજાવું તે ધૂતારાનું કામ છે. સાચે માણસ કદાપિ ખાલી મહી બંધ કરીને કોઈને ઠગતો નથી અને સ્પષ્ટ કહી દે છે કે મારી મુઠ્ઠીમાં કાંઈ નથી. આ પ્રમાણે જે સાધુપણાનું યથાર્થ પાલન ન કરી શકે છતાં જે ઢંગી નહિ હોય તે સ્પષ્ટ કહી દેશે કે ભગવાને જે રીતે કહ્યું છે તે રીતે મારાથી પાલન થતું નથી. આ પિલી મૂકીનું ઉદાહરણ આપ્યું. હવે બીજું બેટા સિક્કાનું ઉદાહરણ આપે છે.
ટા સિકકાનો કોઈ પોતાની પાસે સંગ્રહ કરતું નથી. ખેટ સિક્કો જ્યાં જાય છે ત્યાંથી પાછો આવે છે. અને જે કઈ ખેટા સિક્કાનું પ્રચલન કરે તે સરકારને અપરાધી પણ બને છે. જે સિક્કા ઉપર ચાંદીને ગિલેટ ચઢાવવામાં આવે છે ને અંદર તાંબુ કે પિત્તળ છે. એવા ખેટા સિકકાને બુદ્ધિમાન લેકે સંગ્રહ કરતા નથી. આજે