________________
શારદા સાગર
હજુ સાચું સુખ પામી શકયા નથી. સાચું સુખ પ્રાપ્ત કરવા માટે પ્રમળ પુરૂષાર્થ કરવા પડશે. જ્યાં સુધી શરીરમાં તાકાત છે, બધી ઈન્દ્રિયા કામ કરે છે ત્યાં સુધી આત્માની સાધના સાધી શકાય છે. અમારા ભાઈઓ વહેપારમાં તેજી હાય ત્યારે ખૂબ પશ્ચિમ કરીને નાણાં કમાઇ લે છે. તેમ જ્યારે તમારા અંતરમાં શુભ ભાવનાની ભરતી આવે ત્યારે તમે આત્માની કમાણી કરી લેજો.
૮૪૮
મધુએ એક વખતના શ્રેણીક રાજા કેવા મિથ્યાત્વી હતા! પણ અનાથી મુનિના સમાગમથી શ્રેણીક રાજા સમકિત પામ્યા. ત્યાર પછી તેમના જીવનમાં ધર્મભાવનાની કેટલી બધી ભરતી આવી કે તે ભગવાન મહાવીર સ્વામીના પરમ ભક્ત બની ગયા. એક વખત ભગવાન મહાવીર રાજગૃહી નગરીમાં પધાર્યા ત્યારે શ્રેણીક રાજા પ્રભુના દર્શને જવા માટે તૈયાર થયા. તેમણે પેાતાના અંતેમાં પણ સમાચાર માકલી દીધા કે હું ભગવાન મહાવીરના દર્શન કરવા માટે જાઉં છું જેને આવવુ હાય તે તૈયાર થઇ જશે. રાણીએ, દાસ - દાસી તેમજ પેાતાના પુત્ર, પુત્રીએ બધાને વાહનની સગવડતા આપીને પ્રભુના દર્શન કરવા અને વાણી સાંભળવા માટે લઇ ગયા. તમે આવી રીતે બધાને સંત સતીજીના દર્શન કરવા લઈ જતા હશે ને? શ્રેણીક રાજાના પરિવાર કેટલા મેટા? ને તમારા પરિવાર કેટલા છે? પેાતાના સંતાનેા અને નાકર ચાકરાને પણ સંતદ્દન અને વ્યાખ્યાન વાણી સાંભળવાને લાભ જો જીવનમાં અવારનવાર મળતા રહે તે તેના જીવનમાં પણ સંસ્કાર પડે છે. અને તે સંસ્કારનું સિંચન થતાં ભવિષ્યમાં તેમના જીવનમાં ધર્માંનું વૃક્ષ ફાલે છે.
શ્રેણીક રાજાની નંદા રાણી ખૂબ ધર્મની સંસ્કારી હતી. તે વણિક પુત્રી હતી. ને શ્રેણીક રાજા નંદાને પ્રથમ પરણ્યા હતા. નાં આદિ બધી રાણીએ ભગવાનની વાણી સાંભળવા માટે ગયા. ભગવાનની વાણી સાંભળીને વૈરાગ્યના રંગ લાગ્યું. નદારાણીએ વિચાર કર્યો કે હવે તેા મહારાજા ભગવાનના પરમ ભકત બની ગયા છે. તેથી તે મને જરૂર દીક્ષાની આજ્ઞા આપશે. મને ના નહિ પાડે. એટલે નદારાણી શ્રેણીક રાજા પાસે દીક્ષાની આજ્ઞા માંગવા તૈયાર થાય છે. ને અભયકુમારને વાત કરે છે હું અસય! આ સૌંસાર અસાર છે. મે આ સંસારની અસારતાના અનુભવ કરી લીધા છે. આ સંસારને રંગ સમયે સમયે બદલાયા કરે છે. બદલાય તેનુ નામ સંસાર. જેના રંગ બદલાય તેની સાથે તેના પ્રવાહમાં તણાઈ જવું, જિ ઢગી વેડફી નાંખવી તે વિવેકી મનુષ્યનુ કામ નથી. વિવેકવાન માણસ એમ વિચાર કરે કે આત્મસાધના સાધવા માટેને આવે અમૂલ્ય અવસર ફરી ફરીને મળવાના નથી. નંદારાણીના જીવનમાં ખૂબ વિવેક હતા. તે કહે છે બેટા અભય! મારે માટે આ સુંદર અવસર છે. માજી હાથમાં છે. જે તારા પિતા આજ્ઞા આપે તે હું દીક્ષા લેવા તૈયાર છું. ત્યારે અભયકુમાર કહે છે માતા! મને