________________
૮૪૬
શારદા સાગર
વારે પેલે ખેડૂત બાળકને લઈ આવ્યો. રાજાએ પ્રેમપૂર્વક તેને ખોળામાં બેસાડે. માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા કે આ બાળક ખૂબ ભાગ્યવાન થશે. અતિથિના આશિષથી ખેડૂત ખૂબ ખુશી થશે. સવાર પડતાં રાજા જ્યારે જવા તૈયાર થયા ત્યારે ખેડૂત જવાની ના પાડે છે. છેવટે રાજા કહે હું ત્રણ કલાકમાં પાછો આવીશ. તમે મારી રાહ જેજે. ખેડૂત પૂછે છે તમે ક્યાં જાય છે? રાજા કહે છે નજીકના ગામમાં મારે ધનવાન મિત્ર રહે છે તેને ત્યાં જઈને પાછો આવું છું.
રાજા ત્યાંથી પિતાને ગામ પાછા આવે છે. રાજા વિચાર કરે છે કે ધનવાન કેને કહે? સદ્દગુણી કેને કહે? ધનવાનને ધનવાન કહે કે આ ગરીબને ધનવાન કહે? જે માણસો કીતિને ખાતર દશ હજાર અરે! લાખ રૂપિયા દેવા પડે તે દઈ દે છે તેવા લોકેએ મને સત્કાર ન આપ્યા. ઠીક, હું તે રાજા હતે પણ આ જગ્યાએ કઈ ગરીબ માણસ હોય તે તેની કઈ સ્થિતિ થાય? આ તરફ બાળકનું નામ પાડવાને સમય થઈ ગયો પણ પેલો અતિથિ આવ્યે નહિ તેની રાહ જુવે છે. બીજી બાજુ રાજા પિતાના મહેલમાં જઈને ઘણું ધન લઈને સારા કપડા પહેરી ઘોડા ઉપર બેસી ગરીબની ઝુંપડીએ આવી પહોંચ્યા. આને જોઈને ખેડૂતે વિચાર કર્યો કે મહેમાન કહેતા હતા કે મારા મિત્ર ધનવાન છે તે આ તેને મિત્ર હવે જોઈએ.
ખેડૂતે પૂછયું કે ભાઈ! તમે કેણ છો ? ત્યારે કહે તમારે ત્યાં રાત્રે કઈ ગરીબ માણસ આવ્યો હતો? ખેડૂત કહે છે. તે હું તેને મિત્ર છું. મને તેમણે મેકલ્યા છે. હવે તમારા બાળકનું નામ પાડે. ખેડૂત કહે છે મારે ઘેર રાત્રે જે મહેમાન આવ્યા હતા તેમણે મને વચન આપ્યું છે એટલે તેમના આવ્યા વગર, હું નામ નહિ પાડું. છેવટે રાજા સત્ય હકીક્ત કહી દે છે કે હું જ તમારી ઝુંપડીમાં રાત્રે વિશ્રામ કરવા રેકાય હતે. તે જ તમારો અતિથિ છું. તે બીજે કઈ નહિ પણ ગામનો રાજા છું. હું તમારા અતિથિ સત્કારથી પ્રસન્ન થયે છું. અને મારું વચન પાળવા માટે આવી ગયો છું. હવે આજથી તમારે પુત્ર મારા રાજ્યમાં મારી દેખરેખ નીચે રહેશે. ખેડૂત બધી વાત સમજી ગયે. તેના આનંદનો પાર ન રહ્યો. બાળકને રાજા પિતાને ઘેર લઈ ગયા. અને પિતાના પુત્રની જેમ તેનું પાલન કર્યું. ને ખેડૂતને રહેવા માટે ઝુંપડીના સ્થાને માટે સુંદર મહેલ બંધાવી આપી તેમાં બધી જાતની સગવડતા કરાવી આપી. ખેડૂત આનંદપૂર્વક રહેવા લાગ્યું. તે મનમાં વિચાર કરવા લાગ્યું કે એક નાની એવી સેવાના બદલામાં રાજાએ મને કેટલે મે માણસ બનાવી દીધે! દુનિયામાં મોટાઈની કિંમત નથી પણ સગુણની કિંમત છે.
એક ગરીબ ખેડૂતે રાજાને સત્કાર કર્યો. તેમની સેવા કરી તે તેના ફળ રૂપે તે કે મહાન બની ગયો? તે રીતે દરેક મનુષ્ય ભગવાનની આજ્ઞા શિરોમાન્ય કરે તે