________________
શારદા સાગર
८४७
તે ભવિષ્યમાં કે મહાન લાભ પ્રાપ્ત કરે છે. આપણે સાધુની વાત ચાલતી હતી કે જે સાધુઓ મસ્તક મુંડાવીને લાંબા કાળ સુધી ચારિત્રનું પાલન કરે છે પણ તપ અને ચારિત્રના નિયમેથી ભ્રષ્ટ થયા છે તેઓ પોતાના આત્માનું અહિત કરે છે અને સંસારને પાર પામી શકતું નથી. હજુ પણ સાધુએ કેવું ચારિત્ર પાળવું જોઈએ તે વાત અનાથી મુનિ શ્રેણીક રાજાને કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં.-૯૬ કારતક સુદ ૩ ને ગુરૂવાર
- તા. ૬-૧૧-૭૫ પરમ કૃપાળુ પરમાત્મા જિનેશ્વર ભગવતે જગતના જીને હિતકર, શ્રેયકર ઉપદેશ આપેલ છે. એ હિતકર અને શ્રેયકર જે કઈ માર્ગ હોય તો તે ત્યાગ માર્ગ છે. ત્યાગ માર્ગ જે બીજે કઈ ઉત્તમ માર્ગ નથી. અત્યારે તમારી પાસે ખૂબ સંપત્તિ છે. તેના પ્રતાપે સંસારના ઈચ્છિત સુખ ભોગવી શકે છે. તેનાથી આગળ વધીને ત્રણ ખંડનો અધિપતિ વાસુદેવ મહાન સુખ ભોગવે છે. તેનાથી આગળ વધીને જોઈએ તે છ ખંડનો સ્વામી ચક્રવતિ મહાન સુખે ભેગવે છે. તેનાથી પણ આગળ વિચાર કરે. શ્રીમંત સેનાપતિ, વાસુદેવ અને ચક્રવતિના સુખને પણ વટાવી જાય તેવું સુખ દેવલેકના દેવો અને ઈ ભેગવે છે. દેવના સુખ આગળ ચક્રવર્તિનું સુખ તે તણખલા જેટલું પણ નથી. આવું સુખ હોવા છતાં જ્ઞાની તે કહે છે કે ત્યાગમાં જે સુખ છે તે સુખને એક અંશ ભેગના સુખમાં નથી. સુખના બે પ્રકાર છે. એક આત્મિક સુખ અને બીજું ભૌતિક સુખ. જે આત્મા ભૌતિક સુખમાં ભાન ભૂલેલે છે તેને આત્મિક સુખને વિચાર આવવા પણ મુશ્કેલ છે. જે તેને એટલો પણ એક વખત વિચાર આવે કે હે ભગવાન! આત્મિક સુખ કેવું હશે તે પણ તે આત્મા એક દિવસ આત્મિક સુખને સાધક બની શકશે અને અવશ્ય એક દિવસ એવું સુખ પામી શકશે.
જે ભૌતિક સુખને સાચું માને ને આત્મિક સુખને તુચ્છ માને તે મેટી ભૂલ કરે છે. કારણ કે આત્મિક સુખ એ શાશ્વત સુખ છે ને ભૌતિક સુખ તે ક્ષણિક છે. માની લો કે તમે જે જગ્યાએ બેઠા છે ત્યાં છાયા છે ને થોડી વાર પછી ત્યાં તડકો આવતું હોય તો તે છાયા એ સાચી જ્યા નથી. તેમ જે સુખની પાછળ દુઃખ આવતું હોય તે સુખ સાચું કહેવાય? શાશ્વત સુખ કહેવાય? ના ન કહેવાય. જેમાં સાચું સુખ નથી તેમાં સાચું સુખ માનીને આ ઈવે પરિભ્રમણ કરવામાં બાકી રાખ્યું નથી. અનંત કાળથી પરિભ્રમણ કરતાં જીવે એવું એક પણ સ્થાન, એક પણ કુળ, એક પણ નિ કે એક પણ આકાશ પ્રદેશ બાકી રાખ્યા નથી કે જ્યાં જીવે સ્પર્શના ન કરી હોય. છતાં