________________
શારદા સાગર
૮૪૫
પહેરીને પણ નીકળતા હતા. આ આડાઈન રાજા ઘણુ વખત સામાન્ય માણસના વેશમાં નીકળતા હતા. મારી પ્રજામાં અતિથિ સત્કારને ગુણ છે કે નહિ તે જોવા માટે રાજાએ એક ગરીબ માણસનો વેશ પહેર્યો. ને શરીરે રાખ લગાવી પોતાની નગરીની બાજુમાં નાનકડા ગામમાં ગયા. ત્યાં જઈને રાજા લોકોના ઘરઘરમાં ફરતા વિનંતી કરે છે કે ભાઈ! હું ઘણે થાકેલે છું. ગરીબ માણસ છું, મારે ખાવાનું જોઈતું નથી પણ મને એક રાત સૂવાનો સહકાર આપો તો હું તમારે ખૂબ આભાર માનીશ. રાજાએ ઘણી વિનંતી કરી પણ ફાટેલા કપડાથી ભિખારી માની કોઈ તેમની વિનંતીને સ્વીકાર કરતું નથી. બારણામાંથી અનાદર કરીને કાઢી મૂકે છે. આજે ધનવાનના સત્કાર સન્માન છે પણ ગુણવાન હોવા છતાં ગરીબના સત્કાર નથી.
રાજા આખો દિવસ ગામમાં ફર્યા પણ કેઇએ સહારો ન આપે. રાજાના મનમાં ઘણું દુઃખ થયું કે અહો ! મારી પ્રજાની આ દશા? મારી પ્રજા લક્ષ્મીની જ પૂજા કરે છે? નિરાશ થઈને રાજા પિતાના ગામ જવા પાછા ફર્યા. રાત પડી ગઈ હતી. માર્ગમાં એક ઝૂંપડી આવી. ઝૂંપડીમાં એક ખેડૂત, તેની સ્ત્રી અને એક બાળક બિચારા થાક્યા પાયા ઉંધી ગયા હતા. રાજાએ ઝૂંપડીનું બારણું ખખડાવ્યું. ખેડૂતે બારણું ઉઘાડયું અને આદરપૂર્વક આવવાનું કારણ પૂછયું. ગરીબના વેશમાં રહેલા રાજા કહે છે ભાઈ! હું ગરીબ વટેમાર્ગુ છું. ચાલતાં ચાલતાં ખૂબ થાકી ગયો છું. હવે ચાલી શકાતું નથી. મને આજની રાત વિશ્રામ કરવા માટે તમારી ઝૂંપડીમાં જગ્યા આપો તે તમારો મોટો ઉપકાર માનીશ.
ગરીબીમાં અમીરી ખેડૂત કહે છે ભાઈ! આમાં તે શું તમે માટી માંગણી કરે છો ! અતિથિની સેવા કરવી એ તે મારો ધર્મ છે. આપ મારી ઝૂંપડીમાં ખુશીથી પધારે. તે ઝુંપડીમાં લઈ ગયે. અતિથિને સત્કાર કરવા માટે ઘરમાં જાજમ નથી. ઘાસની ગાદી કરીને અતિથિને તેના ઉપર બેસાડે. ખૂબ સત્કાર કરીને કહે છે હું એક વાતે દુઃખી છું. મારી પત્ની બિમાર છે એટલે હું આપની સેવા બરાબર કરી શકતા નથી. ઘેડ વહેલા પધાર્યા હતા તે ભેજન પણ તૈયાર હતું. પણ અત્યારે જમી લેવાથી ફક્ત ઘરમાં અડધે રોટલે રહ્યો છે. રાજા કહે છે ભાઈ! મને કકડીને ભૂખ લાગી છે. તારે અડધે રેલે પણ મને મીઠે દૂધ જેવું લાગશે. રોટલે આપે. રાજાએ પ્રેમથી ખાધે. ઠંડુ પાણી પીધું. થોડી વાતચીત કર્યા બાદ ખેડૂત કહે છે આપ આવ્યા છે તે આવતી કાલે આપ રોકાઈ જજે. કાલે મારા બાળકનું નામ પાડવાનું છે. રાજા કહે છે ભાઈ ! તેં મને આ સત્કાર કરી આશરો આપે. મને રોટલે ખાવા દીધે. એથી અધિક શું જોઈએ છે? રાજા રોકાવાની ના પાડે છે. પણ ખેડૂત ખૂબ આગ્રહ કરે છે. જેના ઘરમાં ખાવા માટે ખીચડીના સાંસા છે તે ખેડૂત કેટલે આગ્રહ કરે છે. થેડી