________________
૮૪૪
શારદા સાગર સાધુ સંયમને લઈને બરાબર પાલન કરે છે તેને અપૂર્વ સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કેઃ- નવ ગુફી લેવી તેવોઈ દેવલેકમાં રહેલો દેવ કે મોટે પૃથ્વીપતિ રાજા, મોટો અબજોપતિ, શ્રીમંત કે સેનાપતિ જે સુખ ભેગવે છે તેનાથી પણ અનંતગણું સુખ સાચે સંયમી ભગવે છે. એક મહિનાને દીક્ષિત સાધુ વ્યંતર દેવતાનું સુખ ઉલંધી જાય છે અને એક વર્ષને દીક્ષિત સંયમ પાલન કરનાર સાધુ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવેનું સુખ ઉલંધી જાય છે. આવું સુખ હોવા છતાં જે સાધુ એ સુખને ભૂલી જાય છે અને સંસારની સુખશાતામાં પડી જાય છે તે પિતાની હાનિ કરે છે.
માની લે કે કઈ કટર પાસે દી દવા લેવા માટે ગયે. ડોકટરે તેને તપાસીને દવા આપીને કહ્યું કે તમે પંદર દિવસ આ દવા લેજે ને કહ્યા પ્રમાણે પથ્ય પાળજે. ડોકટરની સલાહ પ્રમાણે દદી નિયમિત દવા લે અને પથ્ય પાળે તે તેને રોગ જલ્દી ચાલ્યા જાય છે ને સ્વસ્થ બની બધી ચીજો ખાઈ શકે છે. પણ જે દર્દી ડોકટરના કહ્યા પ્રમાણે બરાબર દવા ન લે અને ચરી ન પાળે તે ડોકટર દદીને શું કહેશે? તું કહ્યા પ્રમાણે કરતું નથી તે તારે રેગ કેવી રીતે મટશે? તે પ્રમાણે ભગવાન કહે છે કે તે સાધકે! તમે સંયમનું બરાબર પાલન કરે ને સંયમ પાળતાં જે કષ્ટ આવે તે સહન કરે તે તમને મહાન સુખ મળશે. અને મારી આજ્ઞા પ્રમાણે સંયમનું પાલન નહિ કરે તો ડોકટરની દવાની માફક સંયમને વ્યર્થ ગુમાવી દેવા જેવું થશે. એટલા માટે ઉપર કહેવામાં આવ્યું છે કે જે સાધુ સુખશાતાનો ગવેષી છે એટલે કે જે સુખશીલ બનીને હાથ-પગ ધેવામાં, ઉંઘવામાં ને ખાવાપીવામાં મશગૂલ રહે છે ને સંયમનું પાલન કરતું નથી તે ધર્મ રૂપી દવાને વ્યર્થ ગુમાવે છે. આ તે સંચમીની વાત થઈ. સંયમી તે છકાય જીવો ઉપર કરૂણાવંત હોય છે. કેઈને પણ દુઃખ આપતા નથી. તે રીતે તમે પણ શ્રાવક છે. જીવદયા પાળતા શીખો ને વિચાર કરે કે મારાથી દુખ સહન થતું નથી તે બીજાથી કેમ થાય? આગળના રાજાઓ પણ કેવા ન્યાય-નીતિ સંપન્ન અને દયાળુ હતા. પિતાની પ્રજા સુખી છે કે દુઃખી તેનું ખૂબ ધ્યાન રાખતા હતા.
માનવીની માનવતા ક્યાં છે તેની પરીક્ષા - લગભગ ત્રણસો વર્ષો પહેલાની આ વાત છે. રશિયામાં એક આડાઈન નામના રાજા થઈ ગયા. તે ઘણું ન્યાયનીતિ સંપન્ન અને પ્રજાપાલક હતા. તે પ્રજાના સુખ-દુઃખનું ખૂબ ધ્યાન રાખતા હતા. એ રાજાને વિચાર થયો કે મારી પ્રજામાં કેટલી માનવતા છે કેટલા સગુણ છે તેની પરીક્ષા કરૂં. અગાઉના સમયમાં ભેજરાજા, વિક્રમાદિ રાજાઓ પ્રજામાં કેણુ સુખી છે? કેણ દુઃખી છે? કેનામાં કેટલા સદ્દગુણ છે તે જોવા માટે ગુપ્ત વેશે નગરમાં ફરતા હતા. રાજાના વેશે ફરે તે જે જેવું છે તે જોવા ન મળે. એટલે સંન્યાસીને વેશ પહેરીને નીકળતા. તેથી કઈ પણ ઘરમાં પ્રવેશ કરી શકાય. કઈ કઈ વાર સામાન્ય વેશ