________________
'૮૪૩
શારદ સાગર મદારીએ જેમ કળા આપી તેમ માંકડું શીખ્યું અને નાચે છે તેમ આત્માને પણ ઈન્દ્રિઓ અને મન નચાવે છે. પરિણામે આત્મા સ્વરૂપને ભૂલીને કર્મો બાંધે છે. કર્મો આત્માને મલિન કરનાર છે. કર્મો ખપાવવા માટે સાધુ સંસાર છોડીને સંયમ આદરે છે. સાધુઓ કેવા હોય છે તે વાત અહીં રજુ કરી છે.
चिरं पि से मुण्डरुइ भवित्ता, अथिरव्वए तव नियहि भट्ठे । चिरं पि अप्पाण किलेसइत्ता, न पारए होइ हु संपराए ॥
ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૪૧ અનાથી મુનિ શ્રેણીક રાજાને કહે છે હે રાજન! જે મસ્તક મુંડાવે છે અને સંયમના કષ્ટો સહન કરે છે પણ જે સમિતિનું પાલન કરતું નથી તે કોને સહન કરવા છતાં પણ સંસારને પાર પામતું નથી. એટલે તે સનાથ બની શકતો નથી. | સાધુ સંસાર છોડીને સંયમી બને છે તે શું ગૃહસ્થીના રોટલા ખાવા માટે? લોકેને નમાવવા માટે? કે પિતાને મહિમા વધારવા માટે? બીલકુલ નહિ. સાધુ તે પિતાના કર્મો ખપાવવા માટે ચારિત્ર અંગીકાર કરે છે. સાધુ જીવનના નિયમે કેટલા કડક છે! સાધુને ગૌચરમાં કેટલી સાવધાની રાખવી પડે છે. સાધુના નિમિત્તે સાધુને ઉદ્દેશીને બનાવેલ આહાર સાધુને ખપે નહિ. જે સાધુ સારા ખાનપાનમાં વૃદ્ધ બનીને આધાકમ, ઉદ્દેશક આદિ દોષવાળે આહાર કરે છે તેના વૈતાલિક નામની માછલી જેવા હવાલ થાય છે.
उदगस्सपहावेण, सुक्कं सिग्धं तमितिउ । ढंकहिं य कंकेहि य, आमिसत्यहिं ते दुही ॥
સૂય. સૂ. અ. ૧ ઉ. ૩ ગાથા ૩ જેવી રીતે વિશાલ નામને મચ્છ સમુદ્રના મોજાઓ વડે ધકેલાઈને કિનારા પર આવે છે. પછી ઓટ આવવાથી ત્યાં કિનારે રહી જાય છે. કાદવમાં તેના રોમરાય ખેંચી જાય છે. પછી ખૂબ દુઃખ થાય છે. ત્યાં ઢક, કંક આદિ માંસાહારી પક્ષીઓ તેને શરીરનું માંસ ફેલી ખાય છે. તે કારણે તે મત્સ્ય અનંત વેદનાને અનુભવ કરે છે. એ પ્રમાણે આધાકમી આહારને એક કણ પણ શુદ્ધ આહારની સાથે સેવન કરનાર સાધુને પણ સંસારમાં ભ્રમણ કરવું પડે છે. અને અત્યંત કલેશને અનુભવ કરે પડે છે. દશવૈકાલિક સૂત્રમાં પણ ભગવંતે કહ્યું છે કે
सुहसायगस्स समणस्स, साया उलगस्स निगाम साइस्स, उच्छोलणा पहोअस्स, दुल्लहा सुगई तारिसगस्स ॥
દશ સૂ. અ. ૪ ગાથા ૨૬ જે સંયમ લઈને સુખશાતાને ઈચ્છક બને છે, ઘણે વખત સૂઈ રહે છે, શરીરની શોભા વધારવા માટે વારંવાર હાથ પગ જોવે છે તેને માટે સુગતિ દુર્લભ છે. પણ જે