________________
શારદા સાગર
૮૩૯ ચાતુર્માસ છે. જેમ નાનું બાળક માતા પાસે કરગરે તેમ હસ્તિપાળ રાજા, તેમની રાણીએ, શ્રાવકે અને શ્રાવિકાઓ પ્રભુને વિનંતી કરે છે કે હે પ્રભુ! મારી શાળા નિર્દોષ અને સૂઝતી છે. આપ કૃપા કરીને ચાતુર્માસ અહીં પધારો. આખી પાવાપુરીની જનતા વિનંતી કરી રહી છે. ભગવાન તે જાણતાં હતાં કે આ ભૂમિમાંથી મારે મોક્ષે જવાનું છે. એટલે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈને હસ્તિપાળ રાજાની વિનંતીનો સ્વીકાર કર્યો. ને છેલ્લે ચાતુર્માસ પાવાપુરીમાં કર્યું. એ ભૂમિ કેટલી પવિત્ર હશે! હસ્તિપાળ રાજાના મેરમે આનંદ થશે. ભગવાનના મૈતમાદિ ૧૪૦૦૦ સંતો અને ચંદનબાળા આદિ - ૩૬૦૦૦ સાધ્વીજીઓ, શ્રાવકે અને શ્રાવિકાઓ પ્રભુની અમૃતમય વાણીના ઘૂંટડા પી રહ્યા હતા.
ભગવાનને મોક્ષમાં જવાને દિવસ નજીક આ જાણીને નવ મલ્લી અને નવ લચ્છી એ અઢાર દેશના રાજાઓ પાવાપુરીમાં પ્રભુની પાસે આવ્યા.
અઢારે રાય હવા ભગતા, દેય દેય ષિા કીધા રે લગતા. વીર સામું રહ્યા ભાળી, વીર મુગતે બિરાજ્યા દિન દિવાળી
બધા રાજાઓ ચૌદશ પાખીના છઠ્ઠ કરીને બેસી ગયા. પ્રભુના સંત સતીજીને બધે પરિવાર તેમની પાસે હતે. પાવાપુરીની પ્રજા પણ બેઠી હતી. દરેકના અંતરને એક અવાજ હતું કે બસ, હવે આપણુ તારણહાર મેક્ષમાં જશે! આપણને મૂકીને ચાલ્યા જશે? આ અમૃતવાણીના ઘૂંટડા કોણ પીવડાવશે? આમ વિચાર કરતાં અનિમેષ દષ્ટિથી બધા પ્રભુના સામું જોઈ રહ્યા છે. એટલે લાભ લેવાય તેટલે લઈ લઈએ પ્રભુની પાસેથી સહેજ પણ ખસવું કેઈને ગમતું નથી.
બંધુઓ! આ અઢાર દેશના રાજાઓ પ્રભુની પાસે છઠ્ઠ કરીને બેસી ગયા. તે શું એમને દિવાળીનું કામ નહિ હોય? તમારા કરતાં એમને ઘણું કામ હતું. છતાં બધું ? છોડીને પ્રભુને છેલ્લે લાભ લેવા આવ્યા હતા. બધાએ છ8 કર્યો હતે. ને પ્રભુને પણ છ8 હતે. ભગવાને દીક્ષા લીધી ત્યારે છ8 હતો. કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું ત્યારે પણ છે? હતું અને નિર્વાણ સમયે હેજે છ8 થઈ ગયું હતું. એ લેકેની પણ કેટલી ભવ્યતા હશે! પ્રભુએ સોળ પ્રહર અખંડ દેશના દીધી. તમારે બે કલાક બેસવું હોય તે કેડ દુઃખવા આવે, ત્યારે પ્રભુના સમોસરણમાં તે કેઈને થાક લાગતું નથી. દરેકના દિલમાં એ જ ભાવના છે કેઃ
શું એ શોભી રહ્યા છે માણે છાવરીયા (૨) જાણે તરસ્યાને મીઠા મીઠા સરવરીયા શું યે...
હે પ્રભુ! તું કે શેભી રહ્યો છે? શું તારૂં તેજ છે! તારૂં મુખ જોતાં અમારા હદયને ઉકળાટ શાંત થાય છે ને તારી વાણી સાંભળતાં વિષયના વિષ વમાઈ જાય છે. આવા તેજસ્વી સૂર્યને અસ્ત થઈ જશે. હવે ક્યાં જઈને શાંતિ મેળવીશું? પ્રભુ તે