________________
શારદા સાગર
૮૪૦ ચરમ તીર્થકર છે. હવે તે આવતી ચોવીસીમાં શ્રેણીક રાજા પ્રથમ તીર્થકર થશે ત્યારે આ વેગ મળશે. ભરતક્ષેત્રમાં અરિહંતને માટે વિગ પડી જશે. આ સમયે ઇન્દ્ર આવી પ્રભુના ચરણમાં પડીને કર જોડીને વિનંતી કરી કે હે પ્રભુ! આપ આ પૃથ્વી ઉપર હશે તે અમારા જેવા પ્રમાદમાં પડેલા પ્રાણીઓને ઉદ્ધાર કરશે. હવે ભરમગૃહ બેસવાને છે. આપ વધુ નહિ તો બે ઘડી શેકાઈ જાવ તે ભસમગ્રહ કેઈને હેરાન નહિ કરે. ત્યારે પ્રભુએ કહ્યું ન ભૂતો ન ભવિષ્યતિ હે ઈન્દ્ર! એ કદી બન્યું નથી ને બનવાનું નથી. છેવટે દેશના દેતાં દેતાં પ્રભુ અમાસની પાછલી રાત્રે સૌની નજર સમક્ષ કાયાની કેદમાંથી મુક્ત બની મોક્ષ-મંઝિલે પહોંચી ગયા. ભરતક્ષેત્રમાં તીર્થકર ભગવાનને વિયોગ પડે. કરોડો દેવ-દેવીએ પ્રભુને નિર્વાણ મહત્સવ કરવા પધાર્યા છે. 4 અરિહંતના વિયેગથી સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાને વિલાપ–”
ભગવાન મેક્ષમાં પધારવાથી ગૌતમાદિ સંતને ખૂબ આઘાત લાગ્યું. કારણ કે દરેકના દિલમાં ગુરૂભકિત હતી. પ્રભુની ભકિત સૌને રડાવતી હતી. ગૌતમાદિ કહે છે હે મારા પ્રભુ! તમે તે અમને મૂકીને ચાલ્યા ગયા. હવે હું પ્રશ્ન કેને પૂછીશ? મારી શંકાઓનું સમાધાન કયાં જઈને કરીશ? મને ગમાગોયમા કહીને કે બોલાવશે? આટલું બેલતાં આંસુ આવી ગયા. પણ બીજી ક્ષણે આત્મા પરભાવમાંથી પાછો ફર્યો ને સ્વમાં સ્થિર બન્યા. ભગવાનના વચને યાદ આવ્યા કે જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી મોક્ષ નહિ મળે. રાગનું બંધન તૂટી ગયું ને ગૌતમસ્વામી કૃપક શ્રેણુએ ચઢયા. બારમા ગુણસ્થાનકે મેહને સર્વથા ક્ષય કરી તેરમાં ગુણસ્થાને પહોંચ્યા. ને કેવળજ્ઞાનની જ્યોત પ્રગટાવી દીધી. આ વદ અમાસની પાછલી રાત્રે પ્રભુ આઠ કર્મોને ક્ષય કરી મોક્ષમાં ગયા ને ગૌતમસ્વામી ચાર ઘાતી કર્મોને ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા.
પ્રભુના મોક્ષમાં જવાથી જગત ઉપર અંધકાર છવાયે. આ સમયે ઈન્દ્ર-ઇન્દ્રાણીએ, દેવ-દેવીઓ, રાજા અને પ્રજાએ ભેગા મળીને પ્રભુને નિર્વાણ મહત્સવ અને ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન મહત્સવ ઉજવ્ય.
જેણે રાત્રે વીર પામ્યા મુતિ, કેવળ પામ્યા ગૌતમસ્વામી,
જ્યારે જાપ જપે નવકારવાળી, વીર મુગતે બિરાજયા દિન દિવાળી.
આજની રાત્રિ ખૂબ પવિત્ર છે. આખી રાત બને તેટલું ધમ ધ્યાન કરવાનું છે. ધર્મજાઝિકા કરવાની છે. આજે સાંજે પ્રતિક્રમણ કરવું, ચૌવિહાર કરે, બ્રહાચર્યનું પાલન કરવું અને પહેલી રાત્રે, મધ્ય રાત્રે અને પાછલી રાત્રે દરેક વખતે વીસ વીસ માળા એટલે કુલ ૬૦ માળા ખૂબ શુદ્ધ ભાવથી ગણવી જોઈએ, આજે પ્રભુ કર્મને ગાળી મુક્તિને પામ્યા ને ગૌતમસ્વામી કેવળજ્ઞાન પામ્યા. તેમણે તે સાચી દિવાળી ઉજવી