________________
શારદા સાગર
૭૭૫
જે પાંચ ઇન્દ્રિય અને છ મન પર સંપૂર્ણ અંકુશ રાખે છે, કેધ, માન, માયા, લોભ આદિ કષા તથા કામવાસનાઓને જડમૂળમાંથી ઉખાડીને ફેંકી દે છે, તેમને પરિપૂર્ણ શ્રદ્ધા છે કે જે આત્માનું સાચું સુખ છે તે આ બધા વિકારમાં પડવાથી કયારે પણ પ્રાપ્ત કરી શકાતું નથી જેના મનમાં જ્યાં સુધી વિષય વિકારની ભાવના રહે છે ત્યાં સુધી તે સંસારના ખાદ્યપદાર્થોથી સુખ મેળવવાની આકાંક્ષા રાખે છે. અને તે કામનાઓ મનમાં વિદ્યમાન રહે ત્યાં સુધી વિરકિત જાગ્રત નથી થતી. ભેગ અને પેગ બને એકબીજાથી તદન વિપરીત છે. એક છે ઉત્તર કિનારો તે બીજે છે દક્ષિણ કિનારે. તેથી એ બંનેને મેળ કયારે પણ મળતો નથી. એટલા માટે મેક્ષના ઈચ્છુક સાધુ પુરૂષ સંસાર પ્રત્યે આસકિત નથી રાખતા. તેમનું હૃદય સમભાવથી ભરેલું હોય છે. તેમને ન તો કઈ પ્રત્યે વિશેષ રાગ થાય છે કે ન તે કઈ પ્રત્યે દ્વેષ. શત્રુઓના પ્રત્યે પણ તેમને કરૂણા ભાવ હોય છે. તેઓ સર્વ જેનું કલ્યાણ ઈચ્છે છે. એક નાનકડું ઉદાહરણ અહીં યાદ આવે છે.
એક સમયના પ્રસંગમાં કઈ એક સંન્યાસી સંત અનેક મુસાફરોની સાથે કઈ નદીને પાર કરવા માટે નાવમાં બેઠા. નાવ નદીમાં આગળ વધવા લાગી. ત્યારે કેટલાક દુષ્ટ માણસે પરસ્પર એક બીજાની મજાક તેમજ ખરાબ ખરાબ અસભ્યતાયુક્ત હલકી વાત કરવા લાગ્યા. આ જોઈને સંતે તે માણસને ધીરેથી સમજાવીને કહ્યું- હે ભાઈઓ ! આટલા માણસોની વચ્ચે બેસીને તમારે આવી ખરાબ વાત નહિ કરવી જોઈએ. જે તમારે વાત કરવી હોય તે સારી વાતો કરે. જુઓ, તમારી આ વાત સાંભળીને નાવમાં બેઠેલા બીજા માણસે પણ શરમીંદા થઈ જાય છે. તે તેમને કેવી સુંદર વાત કરી પણ તેમની વાત ઉલ્ટી પડી. તે માણસો બધા કેધના આવેશમાં આવી ગયા ને તે સંતને પણ ગાળો આપવા લાગ્યા. એટલેથી તેમને સંતોષ ન થયો. પણ ઉપરથી ચંપલથી, લાતેથી પ્રહાર કરવા લાગ્યા.
દુષ્ટ માણસને સંતે સુંદર શિખામણ આપી. તેના પરિણામમાં તેમને માર ખા પડશે. છતાં સંતને જરા પણ કેધ ન આવ્યું કે ન તે સામે તેમના પ્રશ્નને વિરોધ કર્યો. તે તે ધ્યાન લગાવીને બેસી ગયા. તે સમયે આકાશવાણી થઈ. હે પૂજ્ય! આપ કહો તે આ ક્ષણે આ દુષ્ટ માણસોને તેમના દુષ્ટ કાર્યનું ફળ ચખાડવાને માટે નાવ ઉંધી પાડી દઉં. આકાશવાણી સાંભળતા નાવમાં બેઠેલા બધા મુસાફરે ધ્રુજી ઉઠ્યા અને તે દુષ્ટ માણસે સંતના ચરણમાં પડીને પિતાના અપરાધની ક્ષમા માગવા લાગ્યા. ફરીથી આકાશવાણી થઈ, હે મહાત્મા! આપ કહો તે આ દુષ્ટ માણસને તેમના અપરાધની શિક્ષા આપવાને માટે નાવને ઉંધી પાડી દઉં. ત્યારે સંતની પવિત્ર ભાવના શું બેલી?
નાવને ના ઉલટા પણ બુદ્ધિને ઉલટા :-બંધુઓ! સંતે શું જવાબ