________________
શારદા સાગર
૮૩૩
કહે-કાકા! મારા પપ્પા મને બધું આપે છે પણ હું એક વસ્તુ માંગું છું તે આપતા નથી. મેં જ્યારથી એ માંગણી કરી ત્યારથી મારા પપ્પા ખાતા-પીતા નથી ને રડે છે. ત્યારે મિત્ર કહે તને શું નથી આપતા? રમેશ કહે છે મને મારી મમ્મી નથી આપતા. મારે મમ્મી જોઈએ છે. આ શબ્દ સાંભળીને મિત્રની આંખમાં આંસુ આવી ગયા. રમેશના પિતાને મિત્ર એક રૂમમાં લઈ ગયે. રમેશના પિતા મિત્રના મેળામાં માથું મૂકીને ખૂબ રડ્યા. એમનું હૈયું હલકું પડયું. પછી મિત્ર કહે છે હે જયંતી! તું એમ કર. તારી ઉંમર તે નાની છે. તું લગ્ન કર તે છોકરાના કોડ પૂરા થાય.
મિત્ર! મને લગ્ન કરવામાં વાંધો નથી. જે મેં લગ્ન ન કર્યા હોય તો તેમાં એક કારણ છે કે નવી પત્ની સારી ન આવે તો છોકરાનું શું થાય? પણ નાદાન બાળક સમજતું નથી. દુનિયામાં સાવકી માતા બધે ખરાબ હોય છે તેવું નથી. જે સારી હોય તે પિતાના પેટના દીકરાથી પણ સવા સાચવે. જે સારી ન હોય તો એને દુઃખ દે. હવે મારે શું કરવું? બંને મિત્રોએ મંત્ર કરીને નક્કી કર્યું કે જયંતિએ ફરીને લગ્ન કરવા. જે છોકરાનું ભાગ્ય હશે તે સારી મળશે.
મિત્રના આગ્રહથી ને બાળકની હઠથી ફરીને લગ્ન " - જ્યતિ કહે છે મિત્ર! મને હવે પરણવાને મોહ નથી. પણ આ છોકરાને ખાતર લગ્ન કરીશ. તે તું કઈ સારી ને સંસ્કારી મારા રમેશને વહાલ કરે તેવી કન્યા ગોતી લાવ. મારે કરિયાવર કે રૂપ કાંઈ જોઈતું નથી. પણ રમેશ મમ્મી કહે ને એ રમેશને સાચવે એવી કન્યા જોઈએ છે. મિત્રે વિચાર કર્યો કે શ્રીમંતની કન્યા સુધરેલી હોય છે ત્યારે ગરીબની કન્યા સારી હોય એમ માની લઈએ પણ ઘણીવાર સંસ્કાર વગરની હોય તો સંસાર બગડી જાય છે. માટે મધ્યમ ઘરની છેકરી પસંદ કરું. તપાસ કરતાં કરતાં એક મધ્યમ ઘરની છોકરી પાસ કરી. એના પિતા પાસે વાત કરી ત્યારે તે કહે કે આવું સારું ઘર મળતું હોય તે શા માટે ભૂલું? વધાવી લેવા જેવું છે. મિત્રએ વાત કરી કે એક બાબો છે. પૈસાને પાર નથી. ત્યારે બાપે કહ્યું કે આવું સારું ઘર છે તે શા માટે જતું કરવું જોઈએ? કન્યાના બાપે વધાવી લીધું. સગાઈ કરી ને લગ્નની તૈયારીઓ થવા લાગી. એ જમાનામાં અત્યારની જેમ જોવા આવવાનું ન હતું.
લગ્નને દિવસ નજીક આવ્યું એટલે છોકરીની સખીઓ કહે છે બહેન! હવે તે તું પરણીને સાસરે જઈશ. પ્રભુતામાં પગલા માંડીશ. તમે પણ એમ જ માનો છો ને? પણુ પ્રભુતામાં પગલા મંડાય છે. કે પશુતામાં બેલે તે ખરા. પહેલા તો બે પગ હતા. પરણે. એટલે ચાર પગ થાય. પછી છોકરા થાય એટલે ચારમાંથી છ ને આઠ પગ થાય. બેલે એ પશુતામાં પગલા માંડયા કે પ્રભુતામાં? (હસાહસ). છોકરીની સખીઓ હસવા લાગી. પહેલાં તે કંઈ ન બેલી પણ લગ્નના બે દિવસ બાકી રહ્યા એટલે એની