________________
શારદા સાગર આ બાબાને એના પિતાએ સ્કૂલમાં દાખલ કર્યો. છોકરે રોજ સ્કુલે જાય છે. સ્કુલમાં એક છોકરે એને ખાસ મિત્ર બની ગયેલ હતું. એક દિવસ સ્કૂલ મેડી છૂટી. રસ્તામાં મિત્રનું ઘર આવતું હતું. એટલે તે રમેશને કહે છે કે આજે મારે ઘેર ચાલ. જમીને જજે. ત્યારે રમેશ કહે છે ના. મારે નથી આવવું.
વાત્સલ્યના ઝરણું તે છે માતાને પ્રેમ - રમેશને એના મિત્રે ખૂબ કહ્યું એટલે ગયે. પેલે છોકરે પણ એની માતાને એકને એક લાડકવાયો હતે. અડધે કલાક મોડું થવાથી તેની માતા બારણામાં રાહ જોઈને ઉભી હતી. જે પિતાને લાલ આવ્યું તે બાથમાં લઈને ભેટી પડી. બેટા! આજે મેડું કેમ થયું? કયાં ગયો હત? છોકરાએ કહ્યું–મમ્મી! આજે સ્કૂલમાં મોટા સાહેબ આવ્યા હતા એટલે મેંડું થયું. આ દશ્ય જોઈને રમેશને તેની મમ્મી યાદ આવી ગઈ. અહો! મારી મમ્મી મને આવું વહાલ કરતી હતી. હવે તે કઈ વહાલ કરતું નથી. મારી મમ્મી હોત તે મને આવું જ વહાલ કરત ને? તરત રમેશ ઘેર આવ્યું.
પપ્પા મારે તે મમ્મી જ જોઈએ છે? - રમેશ પિતાને ઘેર જઈને પલંગ ઉપર સૂઈ ગયે. સૂતાં સૂતાં પિતાની માતાને યાદ કરીને ખૂબ રડે. એટલું બધું રડશે કે એના કપડા ભીંજાઈ ગયા. જે શાલ ઓઢી હતી તે પણ ભીંજાઈ ગઈ. તેના પિતા ઓફિસેથી આવ્યા ને નેકરને પૂછયું કે મેશ કયાં ગયે? ત્યારે નેકરે કહ્યું કે રમેશ પલંગમાં સૂતો છે. તેને ઘણું કહ્યું પણ જમતે નથી ને પલંગમાં સૂતે સુતે રડે છે. તેના પિતા તરત તેની પાસે ગયા ને કહ્યું બેટા રમેશ! તું કેમ રડે છે? ઉભે થા. આપણે જમી લઈએ. ત્યારે રમેશ કહે છે પપ્પા! મારે જમવું નથી. તે કહે તને શું થયું છે? તું આટલું બધું કેમ રડે છે? તું કહે તે અપાવું પણ તું રડીશ નહિ. તારું રૂદન મારાથી જોયું જતું નથી. ત્યારે કહે-પપ્પા! મારે બીજું કાંઈ જોઈતું નથી પણ હું સ્કૂલેથી આવું ને મને બાથમાં લઈ લે, હેત કરે ને હું મમ્મી-મમ્મી કરતે તેને વળગી પડું એવી મમ્મી જોઈએ છે. મને મમ્મી લાવી આપો. આ શબ્દ સાંભળી બાપ બેભાન થઈને પડી ગયા. આ તરફ છોકરો રડે છે. નેકરે પંખે લાવી પિતાને ભાનમાં લાવ્યા. છોકરે કહે કે હિસાબે મારે મમ્મી તે જોઈએ. બાપ વિચારમાં પડશે. હવે મારે શું કરવું? ચિંતાને પાર ન રહ્યો.
પંદર દિવસ જતાં એના બાપનું શરીર એકદમ સૂકાઈ ગયું. જાણે હાડપિંજર જોઈ લે. માણસને ચિંતા જીવતા બાળી મૂકે છે. ચિતામાં બળી જવું સારું પણ ચિંતા બહુ બુરી ચીજ છે. એક દિવસ તેને મિત્ર તેને ઘેર મળવા આવ્યો. તેણે પૂછ્યું-મિત્ર! તું કેમ સૂકાઈ ગયે છે? તારા મુખ ઉપર તે નૂર દેખાતું નથી. શું તબિયત બરાબર નથી? શું છે? ત્યારે મિત્રની આંખમાં આંસુ આવી ગયા. કંઈ બોલતો નથી. રમેશ