________________
શારદા સાગર
૮૩૧
આપણી માતા સમાન હતા. એ પ્રભુરૂપી માતા ચાલી જતાં ભરતક્ષેત્રમાં કેટલા વિયોગના વાદળા છવાયા હતા. ખરેખર, માતા એ માતા છે. બાળકને માતા વિનાનું જીવન અકારું થઈ પડે છે. તે કેટલે પૂરે છે. રડે છે. એક પાંચ વર્ષના બાલુડાની કરણ કહાની દ્વારા સમજાવું છું.
મા વિના અને વા”- એક માતાને એક બાલુડો હતે, માતાને બાલુડા પ્રત્યે અપાર હેત હતું. માતા સંસ્કારી હતી એટલે એ કુમળા ફૂલ જેવા બાલુડાના જીવનમાં પણ સારા સંસ્કારોનું સિંચન કેમ થાય તેનું ખૂબ ધ્યાન રાખતી હતી. માતા બાળકને લઈને દરેક રવિવારે કે બગીચામાં અગર તે કઈ ફરવા લાયક સ્થાને લઈ જતી હતી. ને ત્યાં જઈને તેને મહાન પુરૂષોના જીવન ચરિત્ર સેળ સતીના ચરિત્ર વિગેરે સંભળાવતી હતી. એમ કરતાં માતાનું આયુષ્ય પૂર્ણ થતાં બાળકને પાંચ વર્ષને મૂકીને ચાલી ગઈ. માતા જવાથી બાળક ખૂબ ઝૂરવા લાગે. પિતાને પત્નીના વિયેગના દુઃખથી હૃદય ચીરાઈ જતું હતું ને બીજી તરફ માતા વિનાના બાળકને ઝૂરાપ જો જ ન હતે. પિતાએ કઠણ બનીને બાળકને છાતી સરસે ચાંપી દીધે ને તેને સમજાવવા લાગ્યા કે બેટા! તારી બા થોડા દિવસ પછી આવશે, તું રડીશ નહિ. એમ કહીને ખૂબ સમજાવ્યું. બાળકનું હૃદય સરળ હોય છે એટલે જેમતેમ કરીને સમજાવ્યું. ,
હવે પિતા વિચાર કરે છે કે આ બાળકના જીવનનું અધૂરૂં ઘડતર મારે કરવાનું છે. એની માતા જે રીતે રાખતી હતી તે રીતે હું તેને હેતથી રાખીશ. એને જરા પણ ઓછું આવવા દઈશ નહિ. પણ બંધુઓ ! પિતા પુત્ર ઉપર ગમે તેટલે પ્રેમ રાખે પણ માતા જેવું હેત આપી શકતા નથી. બાપ કમાઈ જાણે પણ હૈયાના હેત તો માતા જ આપી શકે છે. જનનીની જોડ જગતમાં જડતી નથી. પિતાની ઉંમર નાની હતી. છતાં તેમણે નિર્ણય કર્યો કે મારે હવે લગ્ન કરવા નથી. જે લગ્ન કરૂં તે આવનારી સારી આવે તે વાંધો નહિ પણ જો સારી ન હોય તે આ છોકરાની જિંદગીનું શું? પૈસો ઘણે હતો. નોકર-રસોઇયા હતા એટલે બીજી કોઈ ચિંતા ન હતી માતાને ગુજરી ગયા અઠવાડિયું થયું ને બાળક એના પિતાને પૂછે છે પપ્પા! મારી મમ્મી કયારે આવશે? કેમ નથી આવતી? ત્યારે કહે બેટા! હવે ચેડા દિવસમાં આવશે. એમ કહીને સમજાવે પણ બનાવટી આશ્વાસન કયાં સુધી? બે દિવસ જાય ને બાબા પૂછે. હવે શું જવાબ આપો? બાળક પૂછે કે મારી મમ્મી ક્યારે આવશે. ત્યાં બાપનું હૈયું ચીરાઈ જાય છે. એક દિવસ તે મન મકકમ કરીને કહ્યું- બેટા ! તારી મમ્મી તે ઉપર ગઈ છે. હવે એ પાછી નહિ આવે. પપ્પા! શું મારી મમ્મી હવે નહિ આવે? બાળક તે આ સાંભળી ખૂબ રડ, ગૂર્યો. પિતાએ વાત્સલ્યભર્યો હાથ ફેરવી ને જેમ તેમ કરીને સમજાવ્યું. આમ કરતાં બાર મહિના તે ચાલ્યા ગયા.