________________
શારદા સાગર
આ દિવસમાં બહારના કચરા સાફસૂફ કરવા કરતાં અંતરના કચરા સાફ કરવાની જરૂર છે. બહારના કચરા ઘણી વાર સાફ કર્યા. આંગણામાં સુંદર રંગેની પૂરી પણ હવે આત્માના કચરા સાફ કરી જ્ઞાનગુણરૂપી રંગોળી પૂરવાની જરૂર છે. એ કચરા કેવી રીતે સાફ થાય? ભગવાને મોક્ષમાં જતાં પહેલાં છેલ્લે સેળ પ્રહર સુધી દેશના આપી. વિપાક સૂત્ર અને ઉત્તરાધ્યયન સૂત્ર આ બંને સૂત્રો ભગવાનની અંતિમ વાણું છે. અન્ય ધર્મોમાં બાઈબલ, ગીતા, કુરાન, ભાગવત આદિ મુખ્ય ગ્રંથે હોય છે. તેમ આપણું સિદ્ધામાં ઉત્તરાધ્યયન સૂવ ગીતા જેવું છે તેમાં ૩૬ અધ્યયન છે. તેમાં ૨૯ મા અધ્યયનના છ8 બોલમાં શૈતમસ્વામીએ પ્રભુને પ્રશ્ન કર્યો કે હે ભગવંત! આત્મનિંદા કરવાથી જીવને શું લાભ થાય? આ પ્રશ્નના જવાબમાં ભગવંત ફરમાવે છે કે निंदणयाए णं पच्छाणुतावं जणयइ, पच्छाणुतावणं विरज्जमाणे करणगुण सेटिं पडिवज्जइ, करणगुण सेढि पडिवन्ने य णं अणगारे मोहणिज्जं कम्मं उग्घाएइ।
આત્મદેની નિંદા પશ્ચાતાપની ભઠ્ઠી જગાવે છે. અને પશ્ચાતાપની ભઠ્ઠીમાં દે બળવાથી વૈરાગ્ય આવે છે. તે વિરકત પુરૂષ અપૂર્વકરણની શ્રેણીને પ્રાપ્ત કરે છે. અને તે શ્રેણીને પ્રાપ્ત કરનાર અણગાર મોહનીય કર્મને ખપાવે છે.
- જ્ઞાનીજને કહે છે કે તમે બીજાની નિંદા ન કરે. પણ પિતાના આત્માની નિંદા કરો. કારણ કે આત્મનિંદા કર્યા વિના આલોચના કરવામાં આવે છે તે આલોચના કેવળ ઢગ છે. પશ્ચાતાપ કરવાથી વૈરાગ્ય આવે છે. અને આત્મામાં અપૂર્વકરણ ગુણ-શ્રેણું પેદા થાય છે. અપૂર્વકરણ ગુણશ્રેણી કેવી રીતે પેદા થાય છે તેને તે આધ્યાત્મિકતાના રહસ્યને જાણકાર જાણી શકે છે. બીજે કઈ જાણી શકે નહિ. જે પ્રમાણે આપણું પેટમાં અન્ન જાય છે પણ પેટમાં અન્નની ક્રિયા કેવી રીતે થાય છે, અન્ન કેવી રીતે પરિપકવ થાય છે, રસભાગ તથા ખલભાગ કેવી રીતે જુદા જુદા થઈ જાય છે તથા નાક, કાન, આંખ વિગેરેને કેવી રીતે તેને ભાગ પહોંચે છે. એ આપણે જોઈ શકતા નથી. વૈદ અગર ડોકટરની સહાયતાથી થોડું જાણીએ છીએ પણ પ્રત્યક્ષ તે કાંઈ જઈ શક્તા નથી. તે રીતે કર્મો શું કરે છે? તે જ્ઞાનીઓ જાણે છે. માટે જ્ઞાનીના વચન ઉપર વિશ્વાસ રાખીને જાણવાની જરૂર છે.
જેમ કેઈ ડોકટરે કોઈ દર્દીને દવા આપીને કહ્યું કે આ દવા તમારે રોગ મટાડી દેશે. ડેકટરે છે. માણસને દવા આપી તે માણસ ડોકટરના વચન ઉપર વિશ્વાસ રાખીને દવા લે છે. તે દવા લેનાર માણસ પોતે જાણી શકતું નથી કે દવા પેટમાં જઈને શું ક્રિયા કરે છે પણ ડોકટર ઉપર શ્રદ્ધા હોવાને કારણે તે દવા લે છે. આ રીતે આત્મામાં કમે કેવી રીતે ક્રિયા કરે છે અને તે કર્મો કેવી રીતે નષ્ટ થાય છે તે આપણે જોઈ શકતા નથી. પણ જ્ઞાની તે એ જાણે છે કે કર્મો આત્મામાં કેવા પ્રકારની ક્રિયા કરે છે. તમે દવા