________________
શારદા સાગર પાત્ર તે લાકડાના હોય. પાતરા ખૂબ હલકા અને પાતળા હોવાને કારણે ઝળી જમીન પર પડતાં બધા પાતરા ફૂટી ગયા. શિષ્ય થોડી વાર તે સ્તબ્ધ બની ગયા ને પછી ગુરૂજીની પાસે જઈને કહ્યુંઃ ગુરૂજી! ઝેબી પડી ગઈ તેથી પાતરા તે બધા ફૂટી ગયા. હવે ગૌચરી શેમાં લાવું?
ગુરૂજી આ વાત સાંભળીને ઘણુ વિચારમાં પડી ગયા ને કહ્યું- હે શિષ્ય ! હું તમને વારંવાર કહેતું હતું કે બધી વસ્તુઓ ખૂબ સાવધાનીથી રાખે. પરંતુ તમે મારી શિખામણ માની નહિ. હવે શું થાય? આ નાના ગામમાં તે પાતરા મળે નહિ. તેથી કાલે જ્યારે શહેરમાં પહોંચશું ત્યારે ત્યાં પાતરાની શોધ કરીને મેળવશું પછી તેમાં ગૌચરી લાવી શકાશે. શિષ્ય મનમાં સમસમીને રહે. તે પણ વિહાર કરીને આવ્યા હતા તેથી તે ભૂખ્યા હતા પરંતુ તે દિવસે ઉપવાસ કરવો પડશે. આ બનાવથી તેને ભવિષ્યને માટે શિક્ષા મળી ગઈ અને નિશ્ચય કર્યો કે હવે અસાવધાનીપૂર્વક કામ કયારે પણ ન કરવું, એટલા માટે શાસ્ત્રમાં સાધુને અત્યંત સાવધાનીપૂર્વક પિતાના ભંડેપકરણ લેવા અને મૂકવાનું કહ્યું છે. '
હવે પાંચમી ઉચ્ચાર, પાસવણ ખેલ જલ સંધાણુ પરિઠાવણિયા સમિતિ - આ સમિતિનું પાલન કરવામાં પણ સાધુએ ખૂબ સાવધાની રાખવી જોઈએ. મળ-મૂત્ર આદિ એવી જગ્યાએ પાઠવે કે જેથી લેકે જુગુપ્સા ન કરે. જે આહાર કરે તેને નિહાર તે કરે પડે છે, પણ તે કેવી જગ્યાએ ને કયાં કરે તેમાં ખૂબ ઉપગ રાખવું પડે છે. પરઠવતી વખતે સાધકે ખ્યાલ રાખવું જોઈએ કે તે સ્થાન પર કઈ જીવ-જંતુ અથવા કડી-મંકડા આદિના દર ન હોય. જે ધ્યાન ન રાખે તે અનેક જીવોની હિંસા થવાની સંભાવના રહે છે, આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું જે મહાત્મા અણીશુદ્ધ પાલન કરે છે તે જલ્દી કલ્યાણ કરીને મોક્ષમાં જાય છે.
- અનાથી મુનિના મુખેથી પાંચ સમિમિનું વર્ણન સાંભળતાં મહારાજા શ્રેણીક મુગ્ધ બની ગયા. અહાહા... સાધુજીવન કેટલું બધું વિધિવિધાનથી ભરેલું છે. ચાલવામાં, બેલવામાં, ગૌચરીમાં, વસ્ત્રાપાત્ર લેવા મૂકવામાં અને કઈ પણ વસ્તુ પરઠવવામાં કેટલી સાવધાની અને ઉપગ સંયમી જીવન માટે બતાવ્યું છે. આવું ઉત્કૃષ્ટ ચારિત્ર પાળનાર સંયમી મુનિઓને સારા કેટી વંદન હો ! ધન્ય છે તે મુનિઓના જીવનને! ધન્ય છે વીતરાગના માર્ગને! આમ બેલતાં શ્રેણીક સજાનું મસ્તક અનાથી મુનિના ચરણમાં નમી પડયું. અહે પ્રભુ! આ માર્ગે આવ્યા વિના મુકિત નથી.
દેવાનુપ્રિ શ્રેણીક રાજાએ તે પ્રથમ વખત મુનિનું દર્શન કર્યું. ત્યાં તેમનું મસ્તક સંતના ચરણમાં ઝૂકી પડયું. આપે કેટલા સંત સતીજીના દર્શન કર્યા? સમય થઈ ગયું છે એટલે વધુ નહિ કહેતાં આપને એટલું કહું છું કે સંયમીના અનુરાગી બની