________________
૮૨૫
શારદા સાગર
ઘી કાઢવાને માટે માખણને સીધું અગ્નિમાં નથી નાંખતા પરંતુ કોઈ વાસણમાં રાખીને તેને તપાવે છે ને પછી ઘી કાઢે છે, તેવી રીતે આત્મામાં રહેલા ઘી સમાન સમ્યકજ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ આત્માના શુભ ગુણેને તેની ઉજજવળતા પ્રાપ્ત કરવા માટે તેને શરીર રૂપી પાત્રમાં રાખેલી તપ રૂપ અગ્નિમાં તપાવે છે. એવું કરવાથી આત્મા શુદ્ધ બને છે ને પાપ કર્મ રૂપી મેલ તેનાથી અલગ થઈ જાય છે. સિદ્ધાંતમાં નિશીથ ભાષ્યમાં) પણ કહ્યું છે કે -
मोक्खपसाहण हेतू, णाणादि तप्पसाहणोदेहो ।
देहट्ठा आहारो, तेण तु कालो अणुण्णातो ॥ જ્ઞાનાદિ ગુણ મેક્ષના સાધન છે. જ્ઞાન આદિનું સાધન દેહ છે અને દેહનું સાધન આહાર છે તેથી સાધકને સમયાનુકૂલ આહાર કરવાની આજ્ઞા આપી છે.
આપને ખબર તે હશે કે ભિક્ષાને “મધુકરી” અથવા ગૌચરી પણ કહેવાય છે. શા માટે? ભિક્ષાને “મધુકરી” શા માટે કહે છે તે માટે દશવૈકાલિક સૂત્રની પહેલા અધ્યયનમાં બતાવ્યું છે.
जहा दुमस्स पुप्फेसु, भमरो आवियइ रसं । ण य पुष्पं किलामेइ, सो य पोणेइ अप्पयं ॥
દશ. સૂ. અ. ૧ ગાથા ૨ જેવી રીતે વૃક્ષના ફૂલ પર ભ્રમર આવીને બેસે છે અને રસ પીવે છે પરંતુ તે પુષ્પને જરા પણ કષ્ટ આપતું નથી ને પિતાના આત્માને તૃપ્ત કરી લે છે તે રીતે સાધુએ પણ ગૃહસ્થ રૂપી ફૂલ પાસેથી થોડે શેડો આહાર લેવું જોઈએ જેથી ગૃહસ્થને કોઈ પ્રકારની પીડા ન થાય મતલબ કે તેને ફરીથી ન આહાર બનાવ ન પડે અગર તેના મનમાં દુઃખ ન થાય તે રીતે આહાર ગ્રહણ કરે. તે રીતે ગૌચરી કરવાથી કર્મની નિર્જરા થાય છે.
એષણ સમિતિને ભગવાને સંવરના ૫૭ ભેદમાં ગણી છે. કદાચ તમારા મનમાં પ્રશ્ન થાય કે ગોચરીને સંવરમાં શા માટે ગણી? શરીરને નભાવવા માટે આહાર પાણી લેવા પડે છે. તેના અભાવમ« શરીર બબર અલી શકતુ % રહેતું કારણ શુસર્સ અને સાધુના આહાર કરવામાં ઘણું અંતર છે. સાધારણ માણસ ખાવાને માટે જીવે છે ને સતે જીવવાને માટે ખાય છે. બંને આહાર કરે છે પણ બંનેની ભાવનામાં આસમાન જમીન જેટલું અંતર છે. મોટા ભાગના માણસો અત્યંત વૃદ્ધતા અને લુપતાથી ભોજન કરે છે. તેમના માટે મધુર, સ્વાદિષ્ટ અને પિષ્ટિક ખાવું એ મહત્વપૂર્ણ છે. જ્યારે સંતોના જીવનને ઉદ્દેશ સારું અને મધુર ખાવાનું નથી પરંતુ જીવનને સર્વોત્તમ ઉદ્દેશ મેક્ષપ્રાપ્તિને માટે સાધના કરવા માટે શરીરને થોડો આહાર આપવાને છે.