________________
૮૨૪
શારદા સાગર
પુણ્ય ઉદય થાય છે ત્યારે જીભ દ્વારા સ્પષ્ટ બેલવાની શકિત મળે છે. તેથી બુદ્ધિમાન પુરૂષ ભાષા શકિતને નિરર્થક ગુમાવતા નથી પરંતુ તેનાથી નવીન પુણ્યને સંચય કરે છે. શાસ્ત્રમાં પુણ્ય બાંધવાના નવ પ્રકાર બતાવ્યા છે તેમાંથી એક ભેદ વચનપુણ્ય પણ છે. વિવેકપૂર્વક પ્રિય અને હિતકારી ભાષા બોલવાથી જીવ પુણ્યને સંચય કરી શકે છે. તમારાં શરીરમાં કોઈ રેગ થાય ત્યારે તમે વૈદ અથવા ડોકટરની પાસે જાય છે. વૈદ દવા આપવાની સાથે એ પણ કહે છે કે તમે અમુક વસ્તુ ન ખાશે ને અમુક વસ્તુ ખાવ. આ રીતે મોક્ષમાર્ગ પર ચાલવાવાળાને માટે ભગવાને હેય, સેય ને ઉપાદેયનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ફરમાન કર્યું છે. તે કહે છે કે જે તમારે આત્માનું કલ્યાણ કરવું છે તે સાધનાના પથ પર ચાલે. ભાષાસમિતિને -આશ્રય લે તથા કડવું બોલવું છોડીને મધુર ભાષાને પ્રયાગ કરો.
એવી રીતે કરવાથી ભાષા સમિતિનું પાલન થાય છે અને આત્મા મોક્ષ માર્ગ તરફ અગ્રેસર થાય છે. ભાષા સમિતિ પર અંકુશ રાખવે એ સંવરની તરફ આગળ વધવાને સારો પ્રયાસ છે તેથી દરેક આત્માએ ઘણી સાવધાની પૂર્વક પોતાના વચનને પ્રગ કર જોઈએ.
ત્રીજી એષણ સમિતિ” ગૌચરી કરવાની કળા - સાધુએ ત્રીજી એષણ સમિતિનું પાલન કરવામાં પણ ખૂબ ધયાન રાખવાનું હોય છે. એષણ સમિતિમાં કર દેષરહિત નિર્દોષ અને સૂઝતા આહાર પાણીની ગવેષણ કરવી જોઈએ. આહાર ગમે તે લુખો સૂકો હોય કે સ્વાદિષ્ટ હોય પણ તે નિર્દોષ હોવું જોઈએ. જે સાધુએ પૂજાવા માટે વેશ પહેર્યો છે તેમની વાત જુદી છે. પણ જેમને સાચી સાધુતાનું પાલન કરવું છે તેમને તે ભગવાને એષણ સમિતિ સબંધી જે નિયમ બતાવ્યા છે તેનું બરાબર ધ્યાન રાખવું જોઈએ. ભગવાન કહે છે તે સાધક! તું બૈચરી પણ એવી રીતે કરે કે સ્વ–પર બંનેનું કલ્યાણ થાય ને દાતારના ભાવ વધે ને એની ભાવનાની ધારા તૂટે નહિ. ગૌચરી કરવામાં વિવેક ન હોય તે ગદ્ધાચરી થઈ જાય. ગૃહસ્થની ખૂબ ભાવના હોય તે વહેરાવે ખરે પણ એના ઘરમાં કેટલા માણસ છે? કેવી સ્થિતિ છે તે બધું જોઈને એને તૂટે ન પડે, નવું બનાવવું ન પડે ને એની ભાવના ઓછી ન થાય તેવી રીતે નિર્દોષ અને સૂઝત આહાર લાવીને તેમાં રક્ત રહે. કારણ કે સદોષ અથવા તામસિક આહાર લેવાથી તેના જીવન અને મન પર અશુદ્ધ પ્રભાવ પડે છે અને મન અશુદ્ધ અને પછી સંયમની સાધના પણ શુદ્ધ કેવી રીતે થઈ શકે !
સાચો સાધક આત્મા તે ફક્ત શરીરને ટકાવવા માટે ને સંયમના રક્ષણ માટે આહાર ગ્રહણ કરે છે કારણ કે મોક્ષ માર્ગની સાધનાનું સાધન શરીર છે. શરીર દ્વારા તે આત્યંતર તથા બાહાતપાદિ કરીને કર્મોની નિર્ભર કરે છે. જેવી રીતે માખણમાંથી