________________
શારદા સાગર
૮૨૩ જાય છે. જ્યાં પ્રેમની ગંગા વહેતી હોય છે ત્યાં તિરસ્કાર અને ઈષ્યને અગ્નિ પેદા થઈ જાય છે. તે અગ્નિમાં તે બેલનાર એક જ નહિ પણ તેને બધે પરિવાર, સમાજ અને કયારેક આખું રાષ્ટ્ર જલી ઉઠે છે. માટે બોલતી વખતે વિવેકના ત્રાજવે તેવી તેબીને બેસવું જોઈએ.
માટે બંધુઓ ! બેલે ડું ને કર ઝાઝું. એક અરબી કહેવત છે કે “જીભ જેની લાંબી જિંદગી તેની નાની.” જે વધુ બોલે છે તે ઘણી વાર ઝઘડા પણ મોટા ઉભા કરે છે. એટલા માટે મનુષ્યને કુદરતે બે કાન, બે આંખ, હાથ-પગ બે આપ્યા છે. પણ જીભ ફકત એક છે. માટે બને તેટલું મૌન રાખે. શરીરના સ્વાથ્ય માટે ઉંઘની જરૂર છે. તેમ આત્મિક સ્વાથ્ય માટે મૌનની જરૂર છે. બેલિવું એ ચાંદી છે તે મૌન એ સેનું છે. વાચાળપણું માનચિત છે તે મૌનપણું ચિત છે. આપણું પરમ પિતા પ્રભુ મહાવીર સ્વામીએ મૌનની સર્વશ્રેષ્ઠ સાધના કરી. ત્યાર બાદ તેમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું ને પછી જે વાણીની ધારા વહેવા લાગી તે સાંભળવા માટે દેવે સ્વર્ગના સુખે તજીને આવતા હતા. શા માટે આવતા હતા? પ્રભુની વાણીમાં અમૃતની ધારા વહેતી હતી. સત્યના તેજોમય કિરણે ઝરતા હતા. માટે તમને બેલવાનું મન થાય તે કેવું બેલડું જોઈએ! સત્યે તૂયા પ્રિયં દૂયા, તૂયાત્ સામપ્રિયમ્ સત્ય બેલે, પ્રિય છે. સાકર જેમ દૂધમાં ભળી જઈને એના ટીપે ટીપાને જેમ મધુર ને સ્વાદિષ્ટ બનાવે છે તેવી રીતે હૃદયની મધુરતા વાણીમાં ઉતરે છે. ત્યારે વાણું પ્રિય બની જાય છે. સત્ય વાણું હોવા છતાં કોઈને અપ્રિય લાગે તેવી વાણી કદી બેલશે નહિ. આ રીતે ભાષા ઉપર કંટ્રોલ રાખવું ખૂબ જરૂરી છે.
- દશવૈકાલિક સૂત્રના આઠમાં અધ્યયનમાં પણ બતાવ્યું છે કે મુનિઓએ સાવધ અર્થાત્ પાપકારી ભાષા ન બેલવી જોઈએ.
दिटुं मियं असंदिद्धं, पडिपुन्नं विअंजियं । अयंपिरमणुन्विग्गं, भासं निसिर अत्तवं ॥
દશ-સૂ અ. ૮ ગાથા ૪૯ આત્મકલ્યાણના ઈચ્છુક સાધક દષ્ટ, પરિમિત, સંદેહરહિત, પરિપૂર્ણ, અને સ્પષ્ટ વાણુને પ્રયોગ કરે, પરંતુ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે તે વાણી પણ વાચાળતાથી રહિત તથા બીજા ને ઉદ્વેગ કરાવનારી ન હોય. મુનિએ અસત્ય ભાષા કે નિશ્ચયકારક ભાષા ન બોલવી જોઈએ. અસત્ય ભાષાના ચાર કરણ દશવૈકાલિક સૂત્રમાં બતાવ્યા છે. કેધ, માન, માયા અને લેભ. આ ચાર કારણથી અસત્ય બોલવાથી પાપ કર્મની પિટલી બંધાય છે. તેથી જ્યારે પણ અસત્ય ભાષા નહિ બોલવી જોઈએ. '
મનુષ્યને ઘણા પુણ્યના ફળ સ્વરૂપે જીભ મળી છે. જીભ મળ્યા પછી પણ કેટલા