________________
૮૨૬
શારદા સાગર
તુલસીદાસજીએ પણ કહ્યું છે કે સાચા ભકત તે ભગવાનના ગુરુગ્રામ કરવામાં મગ્ન હોય છે. તેમની ભૂખ આત્મિક હાય છે. શારીરિક ભૂખને તે તેએ મહત્ત્વ આપતા નથી. ગૃહસ્થ તે। દૂધ, દહી, લાડવા, દૂધપાક, શ્રીખંડ આદિ વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ પદાર્થો ખાય છે. પરંતુ સાધુ તે। લૂખા-સૂકે અગર જે મળી જાય તેને ગ્રહણ કરે છે. પરંતુ તે પ્રત્યે તેમની આસક્તિ નથી હાતી. અને જે કાઈ સાધુ ભેાજ્ય પદાર્થો પ્રત્યે આસકિત રાખે તે સાચા સાધુ નથી. ગૌચરી નિર્જરાનું કારણ ત્યારે અને છે કે માન-અપમાનને ખ્યાલ કર્યા વિના જ્યાંથી જેવા આદ્ગાર મળે તેવા નિષિ આહાર લાવે અને સમતાથી સાષપૂર્વક ગ્રહણ કરે. આ રીતે રાગ-દ્વેષ રહિત થઈને આહાર લાવે ને રાગ-દ્વેષ રહિત થઈને તેના ઉપયાગ કરે તે કર્મની નિર્દેશ થાય છે ને એષણાસમિતિનુ પાલન થાય છે.
સાધુ જીવનમાં ભડાપગરણ વાપરવાનું વિધાન :– ચેાથી આયાણુભડ મત્ત નિખેવા સમિતિનુ પણ સાધુએ બરાબર પાલન કરવુ જોઇએ. એટલે સાધુ પાસે જે વસ્ત્ર, પાત્રાદિ ઉપકરણ હાય તેને યત્નાપૂર્વક લેવા અને યત્નાપૂર્વક મૂકવા જોઇએ. ભગવાને કહ્યું છે કે વિવેકપૂર્વક ચીજોને મૂકવી અને લેવી તે સંવર છે. જે જે ચીજોને સાવધાનીથી લેતા કે મૂકતા નથી તે સંવરના અધિકારી નથી બનતા પણુ આશ્રવના અધિકારી બને છે, સવર અને આશ્રવમાં અંતર છે. ત્રાજવા પર વસ્તુ તેાલાતી હાય ત્યારે થાડી ચીજ પણ જે પલ્લામાં વધુ હાય છે તે પલ્લું નીચે નમે છે. નળને આપ જશ ફેરવે ત્યાં પાણી આવવા લાગે છે અને જરા ખીજી બાજુ ફેરવા એટલે પાણી આવતું અંધ થઈ જાય છે. આ રીતે સંવર અને આશ્રવનુ સમજવુ જોઇએ. વસ્તુને સાવધાનીથી લે ને મૂકો તેા કર્મોનુ આગમન બંધ અને અસાવધાનીથી લે કે મૂકે તેા કર્મનું આગમન ચાલુ થઇ જાય છે. જો સાધક વસ્તુ-પાત્રને સાવધાનીથી લેતે કે મૂકતા નથી તેા તેને ક્યારેક ઘણી મુશ્કેલીમાના સામના કરવા પડે છે. એક દૃષ્ટાંત આપીને સમજાવું.
એક મહાન સંત ખૂબ ચારિત્રસ ંપન્ન અને જ્ઞાનનિધિ હતા. પરંતુ તેમના શિષ્ય અવિનિત હતેા. ગુરૂ જ્યારે પ્રસંગેાપાત કઇ કઇ શિખામણ આપે તે તે સાંભળે નહિ ને પાતાનું ધારું કર્યા કરે. એક વાર ગુરૂ શિષ્ય અને વિહાર કરીને નાના ગામમાં પહેાંચ્યાં. જ્યાં જૈનના ૧૦ થી ૧૫ ઘર હતા. તે દિવસના વિહાર ખૂબ લાંઞા થઈ ગયા હતા તેથી ગુરૂ-શિષ્ય અને ત્યાં વિશ્રામને માટે કોઇ મકાનમાં ઉતર્યો. ગુરૂજીએ કહ્યું: હું શિષ્ય ! તમે અંદર જઇને તમારા વજ્ર, પાત્ર આ િસાવધાનીથી નીચે મૂકે. પરંતુ શિષ્ય તેા ગુરૂની વાત સાંભળી નહિ. અંદર જઈને વસ્ર તે જેમ તેમ મૂકી દીધા. પરંતુ પાત્રા બાંધેલી જે ઝેળી હતી તે અસાવધાનીથી ઊંચેથી નીચે ફેંકી. સતની પાસે