________________
શારદા સાગર
તે ત્યાં તરત દેડતા આવીને કહે છે તે જમાઇરાજ! અમારી મટી ભૂલ થઈ ગઈ છે. તમને મોટું બતાવતાં પણ મને શરમ આવે છે. એમ કહીને જમાઈને આડા ફરી વન્યા. ત્યારે પવનજીએ કહ્યું. અરેરે...તમે તે માતા-પિતા થઈને કસાઈના કામ કર્યા! તમે જે દીકરીને વીસ વર્ષની કરી તેના ઉપર એટલો પણ વિશ્વાસ ન આવ્યો કે મારી દીકરી કુસતી હોય નહિ. દુનિયામાં સાસુ તે સાસુ અને મા તે મા. સાસુએ અંજનાના માથે કલંક ચઢાવવાની ભૂલ કરી ને પિયર કાઢી મૂકી. પણ તમારી તે
એ ફરજ હતી ને કે મારી દીકરીને પાસે બેસાડીને પૂછું કે બેટા! તને સાસરેથી • કાળા કપડે કેમ કાઢી મૂકી? કદાચ તમને એમ લાગ્યું તે હું આવું ત્યાં સુધી
તે રાહ જોવી હતી. જે પુત્રી પેટમાં સમાણુ તે ચેડા સમય માટે પણ તમારી તપેલીએ ન સમાણી? પવનજીએ સાસુ-સસરા પાસે ઘણે ઉભરે ઠાલવ્યા. તેમના સાળા તે સજજડ થઈ ગયા. ને સાસુ-સસરા પવનજીના પગમાં પડીને રડવા લાગ્યા. ત્યારે પવનનો મિત્ર કહે છે તમે તે ચંડાળ જેવા કામ કર્યા છે. હવે શું રડવા બેઠાં છે? પવનજી કહે–ભાઈ! ચાલો. એમની સાથે વાત કરવામાં સમય બગડે છે. સતી અંજના ક્યાં હશે? તેમની તપાસ કરીએ. એમ વિચારી પવનજી અને તેમના મિત્ર ઉભા થયા. ને જવા માટે પગ ઉપાડે છે ત્યાં સાસુ-સસરા આડા ફરી વળ્યા. ને કહ્યું. તમે જમે તે ખરા! પવનજી કહે હવે તે તમારા ઘરનું ટીપું પાણી પણ ન પીઉં. પણ સાસુસસરા તેમને જવા દેતા નથી. હવે પવનજી અને તેમને મિત્ર અંજનાની શોધ કરવા જશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. - ૮૯ આસે વદ ૧૦ ને બુધવાર
• તા. ૨૯-૧૦-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! - -
અનંતજ્ઞાની શાસ્ત્રકાર ભગવતેએ જગતના છના આત્મકલ્યાણને માટે, સુખ માટે દિવ્ય વાણું પ્રકાશી. ભગવાને ભવ્ય જીવોના હિત માટે કેટલું સુંદર માર્ગદર્શન કર્યું છે! ભગવાનની આપણા ઉપર કેવી અસીમ કરૂણ છે! માતા-પિતા આદિ વડીલે સંસારમાં સંતાનને સુખી કરવા માટે કરૂણું કરે છે, પણ તે આ એક ભાવ પૂરતી કરૂણ છે. અને તે સુખ ભાગ્યમાં હોય તે ટકશે. જ્યારે આપણું પરમ ઉપકારી ભગવાને આપણું ઉપર ભવભવ સુખી થવાની કરૂણા કરી છે. આત્મસાધનાના શહે જતાં થડે સમય કષ્ટ પડશે. પણ પછી કેટલું સુખ મળશે તે તમે જાણે છો ને? ભગવાન મહાવીર સ્વામીએ સંસાર છોડી સંયમ લીધે. સાડાબાર વર્ષ સુધી ઉગ્ર સાધના કરી. મહાન કન્ટે અને ઉપસર્ગો સહન કર્યા ત્યાર પછી સુખને અખૂટ ખજાને પ્રાપ્ત કર્યો. જ્યારે આજે