________________
શારદા સાગર
૮૦૭ પીવું, હરવું, પહેરવું આદિ કંઇ ગમતું નથી. અસંતોષની આગે તેમને ભરખી લીધા હતા. એટલે કડતિ બનવા માટે કેટલાય કિમિયા કર્યા પણ કઈ રીતે કેડિધિપતિ બનવાની મહેચ્છા પૂરી ના થઈ.
પુત્રની મીઠી શિખામણ - શેઠનો મોટો પુત્ર ખૂબ સંતોષી ને સમજુ હતું. તે કહે છે પિતાછા તમે ગમે તેટલી મહેનત કરી પણ જે ભાગ્યમાં હોય તે મળે છે. તમારે ધનની કયાં બેટ છે? શા માટે આટલે બધે લાભ કરીને જીવન વ્યર્થ ગુમાવો છો? જે સંપત્તિ મળી છે તે કંઈ ઓછી નથી. જે છે તે સુખેથી ભોગવો ને સન્માર્ગે વાપરી આત્માનું કલ્યાણ કરે. હવે શેઠ ખૂબ થાકયા હતા. નાસીપાસ થયા હતા. એટલે દીકરાની વાત ગળે ઉતરી. એટલામાં કોઈ જ્ઞાની સંત પધાર્યા. શેકે તેમને સમાગમ કર્યો. સંતે તેમને ઉપદેશ આપે કે જગતમાં લોભ જેવી ભયંકર કઈ ચીજ નથી. માટે તમે સતેષના ઘરમાં આવો ને પરિગ્રહની મર્યાદા કરો. શેઠે સંતનું વચન શિરોમાન્ય કરી સંપત્તિનું પરિમાણ કર્યું. ત્યાર પછી શેઠનું સમગ્ર જીવન પલટાઈ ગયું. અને સંતોષ એ સાચું ધન છે. સતેષમાં સુખ અને શાંતિ રહેલા છે તે વાત સમજાઈ ગઈ. પછી તો શેઠની કમેટી થઈ. સામેથી ધન મળવા લાગ્યું. પણ મર્યાદા કરેલી હતી. શેઠ તે ધનને સ્વીકાર કરતા નથી. દેવગે તેના ઘરમાં સોનામહોરોને વરસાદ વરસ્યો તે પણ શેઠ તેમાં લલચાયા નહિ. સવાર પડતાં બધી સંપત્તિ શેઠે સત્કાર્યમાં વાપરી નાંખી. ને શેઠ સમસ્ત સંસારને ત્યાગ કરી સંયમના સોહામણું માર્ગે ચાલી નીકળ્યા. ને આત્માનું કલ્યાણ કર્યું.
આ દષ્ટાંત ઉપરથી આપણે તો એ સાર ગ્રહણ કરવાને છે કે જ્યાં સુધી શેડના જીવનમાં લેભ હો, કેડાધિપતિ બનવાના કેડ હતા ત્યાં સુધી તે સુખી થયા નહિ. ઘણાં કઢે વેઠયા, કરકસર કરી ને ઘણે પુરૂષાર્થ કર્યો છતાં ભાગ્યમાં કેડાધિપતિ બનવાનું નહિ હોય એટલે છેવટ સુધી ૯ લાખના ૯ લાખ રહ્યા. પણ જ્યાં સદ્દબુદ્ધિ આવી ત્યાં સમગ્ર જીવન પલ્ટાઈ ગયું. ને આત્મા સુધરી ગયે. આટલા માટે જ્ઞાની કહે છે કે સંતોષ એ તે સુખની રેખા છે ને અસંતેષ દુઃખની રેખા છે. જુની કહેવત પણ છે ને કે સંતોષી નર સદા સુખી. અસંતોષી જીવ કદી સુખ મેળવી શકતો નથી. માટે દરેક મનુષ્ય સંતોષના ઘરમાં આવવાની જરૂર છે. સંતેષ આવશે તે કલ્યાણ થશે.
સાધુ હોય કે સંસારી હોય પણ જે સંતેષના ઘરમાં આવે છે તે સનાથ બની શકે છે. જે સંયમ લઈને પણ અસંતોષી બને છે ને રસોમાં આસકત બની મહાત્રાનું સમ્યક પ્રકારે પાલન કરતા નથી તે સનાથ બનીને પાછા અનાથ બની જાય છે. હવે અનાથી મુનિ શ્રેણીક સજાને આગળ વાત સમજાવશે તે વાત અવસરે.
ચરિત્ર - અંજના સતીને પવનજીને સાળમાં મેળાપ - પવનજી તલવાર ખેંચીને મરવા માટે તૈયાર થઈ ગયા હતા. પણ બરાબર તે સમયે એક માણસે